Get The App

સાયબર-સિક્યોર ભારત બનાવવા તરફ સરકારની નવી પહેલ: શરુ કરવામાં આવી e-ZERO FIR સિસ્ટમ

Updated: May 20th, 2025

GS TEAM


Google News
Google News
સાયબર-સિક્યોર ભારત બનાવવા તરફ સરકારની નવી પહેલ: શરુ કરવામાં આવી e-ZERO FIR સિસ્ટમ 1 - image


New e-Zero FIR System: મિનિસ્ટ્રી ઑફ હોમ અફેર્સ દ્વારા સાયબરક્રાઇમ સામે લડવા માટે એક નવી શરુઆત કરવામાં આવી છે. ઇન્ડિયન સાયબરક્રાઇમ કોઓર્ડિનેશન સેન્ટર હેઠળ હવે e-ZERO FIR સિસ્ટમ શરુ કરવામાં આવી છે. આ સિસ્ટમ મુજબ ખૂબ જ મોટા સાયબર ક્રાઇમ વિશેની ફરિયાદ ઓટોમેટિક FIRમાં રૂપાંતરિત થઈ જશે, જેનાથી સાયબર ક્રાઇમ કરનારા વિરુદ્ધ ખૂબ જ ઝડપી અને ચોક્કસ પગલાં લેવામાં આવશે.

e-ZERO FIR સિસ્ટમમાં શું હશે?

ઓટોમેટિક FIR રજિસ્ટ્રેશન: નેશનલ સાયબરક્રાઇમ રિપોર્ટિંગ પોર્ટલ અથવા 1930 હેલ્પલાઇન પર કરવામાં આવેલી ₹10 લાખ કે તેથી વધુ રૂપિયાની છેતરપિંડી સંબંધિત ફરિયાદ ઓટોમેટિક FIRમાં રૂપાંતરિત થઈ જશે. ફરિયાદીને ફરી પોલીસ સ્ટેશન જવાની જરૂર નહીં રહે, જેનાથી સમય અને પ્રયત્ન બચશે.

દિલ્હીમાં શરુ થયો પાઇલટ પ્રોજેક્ટ: આ સિસ્ટમનો પાઇલટ પ્રોજેક્ટ હાલમાં દિલ્હીમાં શરુ થયો છે, જેનાથી તેની કાર્યક્ષમતા અને અસરકારકતાની ચકાસણી કરવામાં આવી રહી છે. તેને ખૂબ જલદી ભારતભરમાં લાગુ કરવામાં આવશે.

ભારતીય કાયદા સાથે જોડાણ: e-ZERO FIR સિસ્ટમને ભારતીય કાયદા સાથે જોડવામાં આવશે, જેમાં ઇન્ડિયન સાયબરક્રાઇમ કોઓર્ડિનેશન સેન્ટર, નેશનલ સાયબરક્રાઇમ રિપોર્ટિંગ પોર્ટલ, દિલ્હી પોલીસ e-FIR સિસ્ટમ, નેશનલ ક્રાઇમ રેકોર્ડ્સ બ્યુરો, અને ક્રાઇમ એન્ડ ક્રિમિનલ ટ્રેકિંગ નેટવર્ક એન્ડ સિસ્ટમનો સમાવેશ કરવામાં આવશે.

ઝડપી તપાસ અને નાણાં પુનઃપ્રાપ્તિ: ફરિયાદીને હવે પોલીસ સ્ટેશન જવાની જરૂર નહીં પડે. જ્યારે ફરિયાદ નોંધાવશે, ત્યારે તરત જ FIR દાખલ થવાથી તપાસ ઝડપથી શરુ થશે. પોલીસ તુરંત જ કાર્યવાહી કરી શકે, જે છેતરપિંડીને રોકવા અને છેતરાયેલા નાણાંને પુનઃપ્રાપ્ત કરવા માટે સહાયરૂપ થશે.

સાયબર સિક્યોરિટીને લઈને સરકારનું વલણ

યુનિયન હોમ મિનિસ્ટર અમિત શાહ દ્વારા આ નવી સિસ્ટમની શરુઆતના સંદર્ભમાં જણાવ્યું: “મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સના ઇન્ડિયન સાયબરક્રાઇમ કોઓર્ડિનેશન સેન્ટર દ્વારા e-ZERO FIR સિસ્ટમ શરુ કરવામાં આવી છે. આ સિસ્ટમના માધ્યમથી સાયબર અપરાધીઓને ખૂબ જ ઝડપથી પકડી શકાશે. પાઇલટ પ્રોજેક્ટ તરીકે દિલ્હીમાં શરુ કરાયેલી આ સિસ્ટમ આજથી ‘સાયબર-સિક્યોર ભારત’ બનાવવા માટે એક મજબૂત પગલું છે.”

આ પણ વાંચો: Google I/O 2025: એન્ડ્રોઇડ 16 અને જેમિનીના નવા વર્ઝનથી લઈને ઘણી જાહેરાત આવતી કાલની ઇવેન્ટમાં કરવામાં આવશે

સાયબર ક્રાઇમમાં ઘટાડાની આશા

આ નવી સિસ્ટમથી સીધા FIR નોંધાતા, કાર્યવાહી ઝડપથી અને સુસંગત રીતે હાથ ધરવામાં આવશે. પોલીસ તુરંત જ ટ્રાન્ઝેક્શન પર રોક લગાવી શકે, જે છેતરપિંડી અટકાવવા અને છેતરાયેલા નાણાં પુનઃપ્રાપ્તિ માટે મદદરૂપ થશે. ભારતમાં સાયબર ગુનાઓ વધી રહ્યા છે, જેથી આ નવી પહેલ સાયબર સુરક્ષાની દિશામાં એક મહત્ત્વપૂર્ણ પગલું સાબિત થશે.

Tags :