માઇક્રોસોફ્ટે ઓથેન્ટિકેટરમાંથી પાસવર્ડ ફીચર કાઢી નાખ્યું: પાસવર્ડ મેળવવા માટે આ કરો…
Microsoft Authenticator App: માઇક્રોસોફ્ટ દ્વારા તેની ઓથેન્ટિકેટર એપ્લિકેશનમાંથી પાસવર્ડને સ્ટોર કરવાનું અને ઓટોફિલ કરવાનું ફીચર કાઢી નાખ્યું છે. આ બદલાવ આ મહિનાથી આવી ગયો છે. માઇક્રોસોફ્ટ હવે આ એપ્લિકેશનમાંથી સેવ પેમેન્ટ ઇન્ફોર્મેશન છે, એને પણ કાઢવાનું પ્લાનિંગ કરી રહી છે. ગયા મહિનાથી જ માઇક્રોસોફ્ટ દ્વારા ઓથેન્ટિકેટરમાં નવા પાસવર્ડને સેવ કરવાનું સ્વીકારવાનું બંધ કરી દેવામાં આવ્યું હતું.
એડ્જને આપવામાં આવી રહ્યું છે મહત્ત્વ
માઇક્રોસોફ્ટ દ્વારા આ ફીચર કાઢવાનું કારણ એ છે કે તેઓ હવે એડ્જને મહત્ત્વ આપી રહ્યા છે. ગૂગલ ક્રોમ અને એપલ સફારી સામે ટકી રહેવા માટે માઇક્રોસોફ્ટના વેબ બ્રાઉઝર એડ્જને હવે ફીચરથી ભરપૂર બનાવવામાં આવી રહ્યું છે. આથી ઓથેન્ટિકેટરની જગ્યાએ હવે એડ્જમાં તમામ પાસવર્ડને સ્ટોર કરવામાં આવશે. તેથી યુઝર ઓથેન્ટિકેટરના પાસવર્ડને એડ્જમાં ટ્રાન્સફર કરી શકે છે. આ માટે યુઝરે એડ્જને ડિફોલ્ટ બ્રાઉઝર તરીકે પસંદ કરવાનું રહેશે. જો યુઝરે એડ્જનો ઉપયોગ ન કરવો હોય, તો એ માટે તેમણે પાસવર્ડને અન્ય બ્રાઉઝરમાં એક્સપોર્ટ કરી લેવા. આ માટે તેમને ઓગસ્ટ સુધીનો સમય આપવામાં આવ્યો છે. ઓગસ્ટથી યુઝર્સ ઓથેન્ટિકેટરમાં એક પણ પાસવર્ડ જોઈ શકશે નહીં.
આ પણ વાંચો: ઇલોન મસ્કનો દાવો, ન્યુરાલિંકની બ્રેઇન ચીપથી બહેરો વ્યક્તિ પણ થઈ જશે સાંભળતો…
પાસવર્ડ મેનેજર તરીકે કામ નહીં કરે
માઇક્રોસોફ્ટ દ્વારા મલ્ટી-ફેક્ટર ઓથેન્ટિકેટર તરીકે એને 2016માં લોન્ચ કરવામાં આવ્યું હતું. 2020માં માઇક્રોસોફ્ટ દ્વારા એમાં પાસવર્ડ સ્ટોરેજ સપોર્ટ આપવામાં આવ્યો હતો. જોકે, હવે આ એપ્લિકેશન પાસવર્ડ મેનેજર તરીકે કામ નહીં કરે. જોકે, આ એપ્લિકેશન હજી પણ પાસકી તરીકે સપોર્ટ કરશે. એકાઉન્ટ સાઇન-ઇન માટે પિન અને ફિંગરપ્રિન્ટની જગ્યાએ આ એપ્લિકેશનનો ઉપયોગ ડિવાઇઝની ઓથેન્ટિકેશન પદ્ધતિ તરીકે કરી શકાશે.