Get The App

વિન્ડોઝમાંથી કન્ટ્રોલ પેનલને અલવિદા કહ્યું માઇક્રોસોફ્ટે

Updated: Aug 23rd, 2024

GS TEAM


Google News
Google News
વિન્ડોઝમાંથી કન્ટ્રોલ પેનલને અલવિદા કહ્યું માઇક્રોસોફ્ટે 1 - image

Microsoft Removes Control Panel: વિન્ડોઝમાં કંઈ પણ કરવું હોય તો એ માટે કન્ટ્રોલ પેનલમાં જવું પડતું હતું. સબ દર્દ કી દવા કન્ટ્રોલ પેનલમાં હતી. જોકે માઇક્રોસોફ્ટ દ્વારા હવે એ કન્ટ્રોલ પેનલને જ અલવિદા કહી દેવામાં આવ્યું છે. 1980ના દાયકાથી જ્યારે માઇક્રોસોફ્ટની શરૂઆત થઈ હતી ત્યારથી કન્ટ્રોલ પેનલ અંદર છે. છેલ્લા દસ વર્ષથી માઇક્રોસોફ્ટ આ કન્ટ્રોપેનલને કાઢવાની કોશિશ કરી રહ્યું હતું જે હવે ફાઇનલ થઈ ગયું છે.

યુઝરને મોર્ડન અને એકદમ સિમ્પલ એક્સપિરિયન્સ આપવા માટે કન્ટ્રોલ પેનલને કાઢીને સેટિંગ્સ એપનો સમાવેશ કરવામાં આવ્યો છે. કન્ટ્રોલ પેનલને ક્યારે કાઢવામાં આવશે એ તારીખ હજી સુધી જાહેર કરવામાં નથી આવી, પરંતુ નીકળશે એ નક્કી છે.

વિન્ડોઝમાંથી કન્ટ્રોલ પેનલને અલવિદા કહ્યું માઇક્રોસોફ્ટે 2 - image

વિન્ડોઝ 11માં પણ સેટિંગ્સ ફંક્શન હોવાની સાથે કન્ટ્રોલ પેનલનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો. કન્ટ્રોલ પેનલમાં જે-તે વસ્તુને ખૂબ જ સારી રીતે અલગ-અલગ રીતે રજૂ કરવામાં આવ્યા હતા. જોકે સેટિંગ્સ એપમાં એકની અંદર એક એમ થોડું વિચિત્ર લેઆઉટ છે.

આ પણ વાંચો: એન્ટરટેઇનમેન્ટ અટકવું ન જોઈએ, ઇન્સ્ટાગ્રામની પ્રોફાઇલમાં પણ હવે સોન્ગ મૂકી શકાશે

મોર્ડન ઇન્ટરફેસ બનાવવા માટે વિન્ડોઝ હવે સેટિંગ્સને વધુ મહત્ત્વ આપી રહ્યું છે. પ્રોગ્રામ્સ અને ટૂલ્સ માટે એ કેટલું યુઝર ફ્રેન્ડ્લી રહે એ જોવું રહ્યું. વિન્ડોઝનું પહેલું વર્ઝન આવ્યું હતું ત્યારથી કન્ટ્રોલ પેનલ હતું. વિન્ડોઝ 8થી સેટિંગ્સ ટેબનો સમાવેશ કરવામાં આવ્યો છે. જોકે એમ છતાં કન્ટ્રોલ પેનલે વિન્ડોઝ 11 સુધી તેની જગ્યા સાચવી રાખી છે.

Tags :