Get The App

એન્ટરટેઇનમેન્ટ અટકવું ન જોઈએ, ઇન્સ્ટાગ્રામની પ્રોફાઇલમાં પણ હવે સોન્ગ મૂકી શકાશે

Updated: Aug 23rd, 2024

GS TEAM


Google News
Google News
એન્ટરટેઇનમેન્ટ અટકવું ન જોઈએ, ઇન્સ્ટાગ્રામની પ્રોફાઇલમાં પણ હવે સોન્ગ મૂકી શકાશે 1 - image


Music On Profile: ઇન્સ્ટાગ્રામ દ્વારા એન્ટરટેઇનમેન્ટ સતત ચાલું રહે એ માટે નવી પહેલ શરૂ કરવામાં આવી છે. અત્યાર સુધી પોસ્ટ, રીલ અને સ્ટોરીમાં સોન્ગ મૂકી શકાતું હતું, પરંતુ હવે પ્રોફાઇલમાં પણ સોન્ગ મૂકી શકાશે. આ સોન્ગના ફીચર વિશે ઇન્સ્ટાગ્રામ પર દ્વારા પણ એની જાહેરાત કરવામાં આવી છે. આ સોન્ગને પ્રોફાઇલને ચેક કરતી વખતે બેકગ્રાઉન્ડમાં વાગતું રહેશે.

ઇન્સ્ટ્ગ્રામ દ્વારા આ ફીચર પોપ સ્ટાર સબ્રિના કારપેન્ટરના સોન્ગ ‘ટેસ્ટ’ દ્વારા લોન્ચ કર્યું છે. આ સોન્ગના પ્રમોટ કરવાની સાથે ઇન્સ્ટાગ્રામ દ્વારા તેમનું ફીચર લોન્ચ કરવામાં આવ્યું છે. જોકે યુઝર તેમના પસંદીદા મ્યુઝિકને પ્રોફાઇલમાં રાખી શકશે અને ઇચ્છા થાય ત્યારે એને બદલી પણ શકશે અને એને કાઢી પણ શકશે.

વર્ષો પહેલાં એટલે કે 1990ના દાયકાના બાળકો જેઓ માય સ્પેસનો ઉપયોગ કરતા હતા તેમની પ્રોફાઇલ મ્યુઝિક વિશે ખબર હશે. ઇન્સ્ટાગ્રામના આ ફીચરને જોઈને તેમને એ જૂના દિવસો યાદ આવી ગયા હશે.

આ પણ વાંચો: આઇફોનમાં બહુ જલદી ડિફોલ્ટ મેસેજ અને ફોન એપ્લિકેશન પણ બદલી શકાશે

આ સોન્ગ પ્રોફાઇલમાં ઇન્સ્ટાગ્રામના બાયોની નીચે જોવા મળશે. આ સોન્ગને અન્ય યુઝરે પ્લે અથવા તો સ્ટોપ કરવું હોય તો એ કરી શકશે. આ ફીચરથી યુઝરનો મ્યુઝિકમાં શું ટેસ્ટ છે એ પણ જાણી શકાય છે.

એન્ટરટેઇનમેન્ટ અટકવું ન જોઈએ, ઇન્સ્ટાગ્રામની પ્રોફાઇલમાં પણ હવે સોન્ગ મૂકી શકાશે 2 - image

કેવી રીતે સોન્ગ મૂકશો?

  1. સૌથી પહેલાં ઇન્સ્ટાગ્રામને એપ્લિકેશનને અપડેટ કરવી. લેટેસ્ટ એપ્લિકેશન હોવી જરૂરી છે.
  2. ઇન્સ્ટાગ્રામની પ્રોફાઇલમાં જઈને એડિટ પ્રોફાઇલ પર ક્લિક કરવું.
  3. એમાં મ્યુઝિક ઓપ્શન પસંદ કરવો.
  4. એમાં મ્યુઝિક સર્ચ કર્યા બાદ સોન્ગ પસંદ કરવું. ત્યાર બાદ સોન્ગને કઈ જગ્યાએથી શરૂ કરવું અને કેટલા સેકન્ડ માટે પ્લે કરવું નક્કી કરવું.
  5. ત્યાર બાદ સેવ કરી દેવાથી એ પ્રોફાઇલ પર સોન્ગ આવી જશે.
Tags :