Copilot Shopping Feature: માઇક્રોસોફ્ટ કોપાઇલટ દ્વારા તેમના AI ચેટબોટ કોપાઇલટમાં એક નવા ફીચરનો સમાવેશ કરવામાં આવ્યો છે. એની મદદથી યુઝર્સ ફક્ત ચેટિંગ દ્વારા પ્રોડક્ટની ખરીદી કરી શકશે. માઇક્રોસોફ્ટ દ્વારા તેમની આ ક્ષમતાને લોકો સમજી રજૂ કરવામાં આવી છે. બેડની બાજુમાં આવેલા લાઇટ-લેમ્પ માટે લેમ્પની ખરીદી કરવા માટે યુઝર હવે સીધા કોપાઇલટનો ઉપયોગ કરી એને ખરીદી શકશે. એના દ્વારા યુઝર વધુ માહિતી મેળવવાની સાથે એને તરત જ ખરીદી પણ કરી શકશે.
ઓનલાઇન શોપિંગ બની વધુ સરળ
કોપાઇલટનું આ ફીચર ગૂગલ જેમિનીમાં પણ છે. કોપાઇલટમાં એને હાલમાં રજૂ કરવામાં આવ્યું છે. કોપાઇલટમાં એક ‘બાય’ બટનનો સમાવેશ કરવામાં આવ્યો છે. એના પર ક્લિક કરતાંની સાથે જ એક નવી ચેકઆઉટ સ્ક્રીન ખુલશે જ્યાં યુઝર તેની શિપિંગ એડ્રેસ અને પેમેન્ટ ડિટેઇલ્સ નાખીને ખરીદી કરી શકશે. આ માટે યુઝરે હવે કોપાઇલટ એપ્લિકેશનને બંધ કરી અન્ય એપ્લિકેશન ખોલવાની જરૂર નહીં પડે. જેમિની અને ચેટજીપીટીની જેમ આ ફીચરની મદદથી યુઝર્સ માટે શોપિંગ કરવી શક્ય બની છે.
આ પણ વાંચો: સેટેલાઇટ્સ પરથી કન્ટ્રોલ ગયો તો થોડા જ દિવસમાં ક્રેશ થઈ શકે છે, જાણો કેમ…
માઇક્રોસોફ્ટની પાર્ટનરશિપ
માઇક્રોસોફ્ટ દ્વારા આ માટે કેટલાક રિટેલર્સ સાથે પાર્ટનરશિપ કરવામાં આવી છે. એમાં અર્બન આઉટફિટર્સ, એન્થ્રોપોલોજી, એશ્લી ફર્નિચર અને કેટલાક ઇટ્સી સેલર્સનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ માટે માઇક્રોસોફ્ટ પેપલ, સ્ટ્રાઇપ અને શોપિફાય સાથે મળીને કામ કરી રહી છે જેના દ્વારા ચેટમાંથી જ પેમેન્ટ કરી શકાય. આ ફીચર હાલમાં અમેરિકામાં રજૂ કરવામાં આવ્યું છે અને ધીમે-ધીમે દુનિયાભરમાં રિલીઝ કરવામાં આવશે.


