Get The App

વોટ્સએપમાંથી કોપાયલટને કાઢી નાખશે માઇક્રોસોફ્ટ, જાણો કેમ…

Updated: Nov 26th, 2025

GS TEAM

Google News
Google News
વોટ્સએપમાંથી કોપાયલટને કાઢી નાખશે માઇક્રોસોફ્ટ, જાણો કેમ… 1 - image


Copilot Stop Working in WhatsApp: માઇક્રોસોફ્ટ દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે તેઓ હવે વોટ્સએપ પરથી તેમના AI ચેટબોટ કોપાયલટને કાઢી રહ્યાં છે. 2026ની 15 જાન્યુઆરી બાદ કોપાયલટનો ઉપયોગ યુઝર્સ વોટ્સએપ પર નહીં કરી શકે. વોટ્સએપની પેરન્ટ કંપની મેટા દ્વારા તેમની API પોલિસીમાં બદલાવ કરવામાં આવ્યો છે. આ પોલિસીને કારણે હવે પ્રોવાઇડર્સ અને ડેવલપર્સ તેમના AI ચેટબોટનો ઉપયોગ વોટ્સએપ બિઝનેસ સોલ્યુશનનો ઉપયોગ કરીને નહીં કરી શકે.

કોપાયલટને લઈને માઇક્રોસોફ્ટનો પ્લાન

વોટ્સએપ દ્વારા તેમની પોલિસીમાં બદલાવ કરવામાં આવ્યો હોવાથી માઇક્રોસોફ્ટ હવે તેમની સર્વિસ બંધ કરી રહ્યું છે. જોકે તેમના યુઝર્સ કોપાયલટનો ઉપયોગ સારી રીતે કરી શકે એ માટે માઇક્રોસોફ્ટ દ્વારા ખાતરી આપવામાં આવી છે. માઇક્રોસોફ્ટ દ્વારા તેમના બ્લોગમાં કહેવામાં આવ્યું છે કે વોટ્સએપની નવી પોલિસી લાગુ પડી રહી હોવાથી યુઝર્સ હવે ઇન્સ્ટન્ટ મેસેજિંગ પ્લેટફોર્મ પર કોપાયલટની સર્વિસનો ઉપયોગ નહીં કરી શકે. જોકે યુઝર વેબસાઇટ અને એપ્લિકેશન દ્વારા એનો ઉપયોગ જરૂર કરી શકશે.

ડેટા ટ્રાન્સફર નથી શક્ય

માઇક્રોસોફ્ટ દ્વારા સ્પષ્ટ પણે જણાવી દેવામાં આવ્યું છે કે વોટ્સએપમાં કોપાયલટ સાથે જે વાતચીત કરવામાં આવી હતી એ ડેટાને અન્ય પ્લેટફોર્મ પર એટલે કે કોપાયલટ એપ અથવા તો વેબસાઇટ પર ટ્રાન્સફર નહીં કરી શકાય. જો યુઝરને ડેટાની જરૂર હોય તો તેઓ વોટ્સએપના એક્સપોર્ટ ટૂલ દ્વારા ચેટનું બેકઅપ લઈ શકે છે. આ બેકઅપ ચેટબોટને વોટ્સએપ પરથી કાઢવામાં આવે ત્યાં સુધી લઈ શકાશે.

આ પણ વાંચો: લગ્નનું આમંત્રણ બની શકે છે બૅન્ક એકાઉન્ટ ખાલી થવાનું કારણ, વોટ્સએપ પર આવતાં ઇન્વિટેશનથી બચીને રહો…

અન્ય પ્લેટફોર્મ પર ઉપયોગ કરી શકાશે કોપાયલટનો

વોટ્સએપ પરથી કોપાયલટ કાઢવામાં આવી રહ્યું છે. જોકે કોપાયલટ એપ અને વેબસાઇટ પર એનો ઉપયોગ કરી શકાશે. એપલ અને એન્ડ્રોઇડ બન્ને પર કોપાયલટની એપ્લિકેશન ઉપલબ્ધ છે. આથી વોટ્સએપ પર નહીં, પરંતુ એમ છતાં યુઝર્સ કોપાયલટનો ઉપયોગ જરૂર કરી શકશે. માઇક્રોસોફ્ટ દ્વારા કહેવામાં આવ્યું છે કે વોટ્સએપ પર જે ફીચર્સ હતાં એ દરેક એપ્લિકેશનમાં ઉપયોગ કરી શકાશે, પરંતુ એના કરતાં પણ ઘણાં નવા ફીચર્સ યુઝર્સને મળશે.

Tags :