Get The App

મોબાઇલની મજા હવે ટીવી પર: યૂટ્યુબને ટક્કર આપવા આવી રહી છે ઇન્સ્ટાગ્રામની ટીવી એપ્લિકેશન…

Updated: Dec 18th, 2025

GS TEAM

Google News
Google News
મોબાઇલની મજા હવે ટીવી પર: યૂટ્યુબને ટક્કર આપવા આવી રહી છે ઇન્સ્ટાગ્રામની ટીવી એપ્લિકેશન… 1 - image


Instagram App on TV: ઇન્સ્ટાગ્રામ હવે યૂટ્યુબને ટક્કર આપવાની તૈયારી કરી રહ્યું છે. મેટા કંપની દ્વારા ઇન્સ્ટાગ્રામની ટીવી એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી રહી છે. માર્ક ઝકરબર્ગ દ્વારા એ વિશે જાહેરાત કરવામાં આવી છે. આ એપ્લિકેશન હાલમાં દરેક ટીવી માટે ઉપલબ્ધ નથી, પરંતુ એને એમેઝોન ફાયર ટીવી પર હાલમાં ટેસ્ટ કરવામાં આવી રહ્યું છે. આ ટેસ્ટિંગ બાદ વિવિધ ટીવીના પ્લેટફોર્મ પર એને લોન્ચ કરવામાં આવશે.

મોબાઇલની જેમ કામ કરશે

ઇન્સ્ટાગ્રામ મોબાઇલ પર જે રીતે કામ કરે છે એ જ રીત ટીવી પર પણ કામ કરશે. યુઝર દ્વારા અપલોડ કરવામાં આવેલા વીડિયોને ટીવી માટે કેવી રીતે રજૂ કરવામાં આવે એના માટે કંપની દ્વારા એપ્લિકેશનને એ રીતે ડિઝાઇન કરવામાં આવી છે. ટીવી પર કયું ફીચર ખૂબ જ સારી રીતે કામ કરે એ માટે હાલમાં ટેસ્ટિંગ કરવામાં આવી રહી છે. જો કોઈ ફીચરને વધુ સારી રીતે રજૂ કરવાની જરૂર પડે તો એના પર કામ કરવામાં આવશે અને ત્યાર બાદ એને દરેક લોકો માટે રજૂ કરવામાં આવશે.

ફાયર ટીવીના યુઝર્સ કરી શકે છે ઇન્સ્ટોલ

ઇન્સ્ટાગ્રામની એપ્લિકેશનને ફાયર ટીવી પર લોન્ચ કરવામાં આવી છે. તેઓ આ એપ્લિકેશનને ઇન્સ્ટોલ કરી શકે છે. તેમ જ તેમને કયું ફીચર વધુ પસંદ આવી રહ્યું છે અને કયા ફીચરને સુધારવાની જરૂર છે એ માટે ફીડબેક પણ આપી શકે છે. આ ટેસ્ટિંગ દ્વારા કંપની ચેક કરી રહ્યું છે કે યુઝર દ્વારા કયા ફીચરનો વધુ ઉપયોગ કરવામાં આવે છે. આ એપ્લિકેશનને હાલમાં જ એકાઉન્ટ છે એના પરથી પણ ડાઉનલોડ કરી શકાય છે. એના માટે નવું એકાઉન્ટ બનાવવાની જરૂર નથી. તેમ જ ટીવીની હોમ સ્ક્રીન પર શોર્ટકટ બનાવી પણ એનો ઉપયોગ કરી શકાય છે.

ટીવી માટે પણ બનાવી શકાશે અલગ એકાઉન્ટ

ઇન્સ્ટાગ્રામ દ્વારા હાલમાં ટીવી એપ્લિકેશનમાં એક સાથે પાંચ એકાઉન્ટનો સમાવેશ કરવાની છૂટ આપવામાં આવી રહી છે. આથી ઘરના પાંચ વ્યક્તિ પોતાના એકાઉન્ટ્સને ટીવીમાં એડ કરી શકે છે અને રીલ્સને ટીવી પર જ જોઈ શકે છે. દરેક યુઝર તેમની ઇચ્છા થાય ત્યારે આ એકાઉન્ટ બદલી શકશે. તેમ જ ઇન્સ્ટાગ્રામ દ્વારા ટીવી માટે એક સ્પેશ્યલ એકાઉન્ટ બનાવવાની છૂટ આપવામાં આવી રહી છે.

આ પણ વાંચો: મીટિંગમાં અવાજની સમસ્યા દૂર: ગૂગલ મીટ લાવ્યું સિસ્ટમ ઓડિયો શેરિંગ ફીચર...

શું-શું જોવા મળશે?

ઇન્સ્ટાગ્રામની એપ્લિકેશનમાં એક વાર લોગ ઇન કરતાની સાથે જ યુઝર્સના ઇન્ટરેસ્ટના આધારે તેની રીલ્સ તૈયાર થઈ જશે. આ એપ્લિકેશન પર હાઇલાઇટ્સ, ટ્રાવેલ ડિસ્કવરી અને ટ્રેન્ડિંગ કન્ટેન્ટ માટેની ટેબ હશે. આથી યુઝર્સ એને જોઈ શકશે. તમામ રીલ્સ ઓટોમેટિક સાઉન્ડની સાથે પ્લે થશે. આથી મોબાઇલમાં ઓડિયો મ્યુટ કરી શકાતો હતો એ રીતે હવે ટીવીનો અવાજ મ્યુટ કરવાનો રહેશે. આ સાથે જ એમાં સર્ચ ટેબ પણ આપવામાં આવી છે જેથી યુઝરની પ્રોફાઇલને સર્ચ પણ કરી શકાશે.