હવે ઇન્સ્ટાગ્રામ રીલ્સ બોલશે તમારી ભાષામાં: મેટા AI કરશે અવાજનું ભાષાંતર
Reels in Another Language: મેટા દ્વારા હવે AIની મદદથી વોઇસ ટ્રાન્સલેશન ફીચરને લોન્ચ કરવાની જાહેરાત કરવામાં આવી છે. આ ફીચર ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ યુઝર્સ માટે છે. આ ટૂલને પહેલી વાર ગયા વર્ષે કનેક્ટ ડેવલપર કોન્ફરન્સમાં લોન્ચ કરવામાં આવ્યું હતું. કન્ટેન્ટ ક્રિએટર્સ તેમના કન્ટેન્ટને દુનિયાભરની ભાષામાં રૂપાંતર કરી દરેક લોકો સુધી પહોંચાડી શકે એ માટે લોન્ચ કરવામાં આવ્યું હતું. એ સમયે ઇંગ્લિશ અને સ્પેનિશ ભાષાનો સપોર્ટ હતો. જોકે હવે એમાં ઘણી ભાષાનો સમાવેશ કરવામાં આવ્યો છે.
ક્રિએટર્સના અવાજને ટ્રાન્સલેટ કરવામાં આવશે
AI હવે કન્ટેન્ટ ક્રિએટર્સના ઓરિજનલ અવાજને એડવાન્સ ટેક્નોલોજીની મદદથી ટ્રાન્સલેટ કરશે અને તેના જેવા જ અવાજમાં અન્ય ભાષામાં બોલશે. આથી કન્ટેન્ટને અન્ય ભાષામાં રૂપાંતર કરવામાં આવે તો પણ તે એકદમ ઓરિજનલ હોય એવું બનાવવાની કોશિશ કરવામાં આવશે. આ સાથે જ ક્રિએટર્સ પાસે લિપ સિંક ફીચર્સ પણ છે. આ ફીચરની મદદથી ક્રિએટર્સના હોંઠ જ્યારે હલશે ત્યારે જ અવાજ પણ આવશે. આથી અવાજ પહેલાં અને દૃશ્ય પછી આવે એવું નહીં બને.
કોણ ઉપયોગ કરી શકશે અને કેવી રીતે?
આ ફીચરનો ઉપયોગ ફેસબુક પર એક હજારથી વધુ ફોલોઅર્સ ધરાવતાં ક્રિએટર્સ કરી શકશે. તેમ જ ઇન્સ્ટાગ્રામ પર પબ્લિક એકાઉન્ટ હોય એ દરેક યુઝર કરી શકશે. આ માટે ક્રિએટર્સ દ્વારા “ટ્રાન્સલેટ યોર વોઇસ વિથ મેટા AI” પર ક્લિક કરવાનું રહેશે. આ ઓપ્શન રીલ પોસ્ટ કરવા પહેલાં જોવા મળશે. આ ઓપ્શન પસંદ કરતાં જે-તે ભાષામાં ઓટોમેટિક અવાજ સંભળાશે. તેમ જ એ ચાલુ કરતાંની સાથે જ લિપ સિંક ફીચરનો પણ વિકલ્પ આપવામાં આવશે.
પોસ્ટ કરવા પહેલાં પ્રીવ્યુ
ક્રિએટર્સને આ માટે ટ્રાન્સલેશન કરેલા વીડિયોનું પ્રીવ્યુ પણ દેખાડવામાં આવશે. આથી તેઓ ભાષાંતર અને તેમનું લિપ સિંક યોગ્ય થયું છે કે નહીં એ પણ ચેક કરી શકશે. આ પ્રીવ્યુ બાદ યુઝર નક્કી કરે કે તેણે ભાષાંતર નથી કરવું તો પણ એની અસર તેના ઓરિજિનલ રીલ પર નહીં પડે. આ ભાષાંતર કરેલું રીલ જે પણ યુઝર્સ જોશે એને રીલની નીચે મેસેજ આવશે કે આ અવાજને ટ્રાન્સલેટ કરવામાં આવ્યું છે અને એ માટે મેટા AIનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો: ઇસરો કેમ 40 માળ જેટલું ઊંચું રોકેટ બનાવી રહ્યું છે?, જાણો વિગત...
ઇન્સાઇટમાં આવશે નવી એનાલિસિસ પેનલ
ઇન્સ્ટાગ્રામ દ્વારા ઇન્સાઇટમાં તમામ એનાલિસિસ કરવા માટેના ફીચરનો સમાવેશ કરવામાં આવ્યો છે. એમાં હવે નવી એક પેનલનો સમાવેશ કરવામાં આવશે. આ પેનલ ભાષાંતર માટેની છે. કઈ ભાષામાં કેટલી રીલ જોવામાં આવે એ પણ એમાં જોઈ શકાશે. આ ફીચરનો ઉપયોગ કરવા માટે મેટા દ્વારા કહેવામાં આવ્યું છે કે યુઝર દ્વારા તેના ચહેરાને કેમેરા સામે જ રાખવું. જો ચહેરો આમતેમ કરવામાં આવ્યો અને હોંઠ દેખાતા બંધ થયા તો લિપ સિંકમાં સમસ્યા આવી શકે છે. આથી શ્રેષ્ઠ રિઝલ્ટ માટે સામે જોવું વધુ સારું છે.