Get The App

ઇસરો કેમ 40 માળ જેટલું ઊંચું રોકેટ બનાવી રહ્યું છે?, જાણો વિગત...

Updated: Aug 20th, 2025

GS TEAM

Google News
Google News
ઇસરો કેમ 40 માળ જેટલું ઊંચું રોકેટ બનાવી રહ્યું છે?, જાણો વિગત... 1 - image


ISRO Making 40 Story Rocket: ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (ઇસરો) દ્વારા હાલમાં ખૂબ જ મોટા રોકેટ પર કામ કરવામાં આવી રહ્યું છે. આ રોકેટ 40 માળ જેટલું ઊંચું હોવાનું કહેવામાં આવી રહ્યું છે. ઇસરો દ્વારા હાલમાં ખૂબ જ મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ પર કામ કરવામાં આવી રહ્યું છે. આ પ્રોજેક્ટમાં 75000 કિલોગ્રામ ધરાવતી સેટેલાઇટને પૃથ્વીના લો-ઓરબિટમાં લોન્ચ કરી શકાય એ માટેનું રોકેટ બનાવવામાં આવી રહ્યું છે. ઇસરોના ચેરમેન વી. નારાયણન દ્વારા હૈદરાબાદની ઓસ્માનિયા યુનિવર્સિટીમાં આ વિશે જાહેરાત કરવામાં આવી હતી.

ઇસરોના આગામી પ્રોજેક્ટ્સ

વી. નારાયણન દ્વારા ઇસરોના કેટલાક આગામી પ્રોજેક્ટ્સ વિશે વાત કરવામાં આવી હતી. આ પ્રોજેક્ટમાં નેવિગેશન વિથ ઇન્ડિયન કોન્સ્ટેલેશન સેટેલાઇટ અને N1 રોકેટનો સમાવેશ થાય છે. આ વર્ષે ઇસરો દ્વારા 6500 કિલોગ્રામની કમ્યુનિકેશન સેટેલાઇટને લોન્ચ કરવામાં આવશે. આ સેટેલાઇટ અમેરિકા માટે લોન્ચ કરવામાં આવી રહી છે જેમાં ભારકીય રોકેટનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આ વિશે તેમણે કહ્યું, ‘તમને લોકોને ખબર છે કે રોકેટની ક્ષમતા કેટલી હોય છે? ડૉ. અબ્દુલ કલામજીએ પહેલું રોકેટ લોન્ચર બનાવ્યું હતું એની ક્ષમતા 17 ટન વજનને ઊંચકી શકવાની હતી.’

ઇસરો કેમ 40 માળ જેટલું ઊંચું રોકેટ બનાવી રહ્યું છે?, જાણો વિગત... 2 - image

સેટેલાઇટ લોન્ચની સંખ્યામાં વધારો

ઇસરો દ્વારા લોન્ચ કરવામાં આવતી સેટેલાઇટની સંખ્યામાં ખૂબ જ વધારો થયો છે. પહેલું લોન્ચર લો-અર્થ ઓરબિટમાં 35 કિલોગ્રામ વજન રાખી શકતું હતું. જોકે હવે ઇસરો દ્વારા આ ઓરબિટમાં 75000 કિલોગ્રામની સેટેલાઇટ રાખી શકાય એ માટેનું રોકેટ બનાવવામાં આવી રહ્યું છે. આ વર્ષે ઇસરો દ્વારા ટેક્નોલોજી ડેમોન્સ્ટ્રેશન સેટેલાઇટ અને GSAT-7Rને લોન્ચ કરવામાં આવશે. આ સેટેલાઇટ ભારતીય નૌસૈના માટે લોન્ચ કરવામાં આવશે.

આ પણ વાંચો: આઇફોન 17નું ભારતમાં ઉત્પાદન શરૂ, ટ્રમ્પની ધમકીની કોઈ અસર નહીં...

સ્પેસમાં ભારતનું વર્ચસ્વ

ઇસરો દ્વારા જેટલા મિશન લોન્ચ કરવામાં આવી રહ્યા છે એના દ્વારા સ્પેસમાં ભારતનું વર્ચસ્વ ખૂબ જ વધી રહ્યું છે. ઓરબિટમાં હાલમાં ભારતની 55 સેટેલાઇટ છે. આગામી ત્રણથી ચાર વર્ષમાં આ આંકડો ત્રણથી ચાર ગણો થઈ શકે છે. આથી ભારત ધીમે-ધીમે સ્પેસમાં ખૂબ જ આગળ વધી રહ્યું છે. પોતાની સાથે અન્ય દેશના મિશનને લોન્ચ કરવામાં પણ ઇસરો મહત્ત્વની ભૂમિકા ભજવી રહ્યું છે.

Tags :