Get The App

ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર રીલ્સને કોપી કરવું થયું મુશ્કેલ: ક્રિએટર્સ માટે તેમના ચોરાયેલા રીલ્સને ટ્રેક કરવા માટેનું ફીચર લોન્ચ કર્યું મેટાએ

Updated: Nov 18th, 2025

GS TEAM

Google News
Google News
ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર રીલ્સને કોપી કરવું થયું મુશ્કેલ: ક્રિએટર્સ માટે તેમના ચોરાયેલા રીલ્સને ટ્રેક કરવા માટેનું ફીચર લોન્ચ કર્યું મેટાએ 1 - image


Meta New Feature: મેટા દ્વારા હવે ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ માટે એક નવું ફીચર લોન્ચ કરવામાં આવ્યું છે. આ ફીચરનું નામ કન્ટેન્ટ પ્રોટેક્શન ટૂલ છે. આ ટૂલની મદદથી હવે કોઈ અન્ય યુઝર બીજાનો વીડિયો ફુલ અથવા તો અડધો પણ ફેસબુક અથવા તો ઇન્સ્ટાગ્રામ પર શેર કરશે તો એ વિશે ઓરિજિનલ માલિકને જણાવવામાં આવશે. એકવાર કોઈ પણ એકાઉન્ટ મોનેટાઇઝેશન પ્રોગ્રામમાં જોડાશે અને મેટાની કેટલીક શરતોનું પાલન કરશે ત્યારે આ ટૂલનો ઉપયોગ તેઓ કરી શકશે. આ ક્રિએટર્સને દેખાડવામાં આવશે કે કોણે તેમની રીલ્સને ફરી શેર કરી છે અને ત્યારબાદ તેઓ શું એક્શન લેવા માગે છે એ નક્કી કરી શકશે.

ક્રિએટર્સ માટે નવા ટૂલમાં હશે ઘણાં એક્શન માટેના વિકલ્પો

કન્ટેન્ટ પ્રોટેક્શન ટૂલ દ્વારા ક્રિએટર્સને ઘણાં વિકલ્પ આપવામાં આવી રહ્યા છે. તેઓ તેમના દ્વારા શેર કરવામાં આવેલા વીડિયોને ટ્રેક કરી શકે છે. ક્રિએટર્સ દ્વારા શેર કરવામાં આવેલા વીડિયો પર એક લેબલ હશે જે જોઈ નહીં શકાય, પરંતુ આ ટૂલ તેને ઓળખી લેશે. આ સાથે તેઓ એ પણ જોઈ શકશે કે આ વીડિયોને કેટલા વ્યૂઝ મળી રહ્યા છે. જો ક્રિએટર્સ આ ક્લિપને બ્લોક કરવા માગશે તો એ પણ કરી શકશે. જોકે મેટા દ્વારા એ વાતને પહેલેથી કહી દેવામાં આવી છે કે આ વીડિયો જેણે પણ પોસ્ટ કર્યો હશે તેના એકાઉન્ટ પરથી એ બ્લોક થઈ જશે, પરંતુ કોઈ પેનલ્ટી લગાવવામાં નહીં આવે.

રિલીઝ કરી શકશે વીડિયોને

ક્રિએટર્સને ઘણાં વિકલ્પ આપવામાં આવ્યા છે અને એમાંથી એક છે રિલીઝ. આ રિલીઝ પર ક્લિક કરતાં જ આ વીડિયો અન્ય યુઝરના ડેશબોર્ડમાંથી નીકળી જશે. આ સાથે જ એ વીડિયો કેવું પરફોર્મ કરી રહ્યો છે એ પણ તેઓ જોઈ નહીં શકે. ડેશબોર્ડમાં યુઝર્સને અન્ય માહિતી પણ જોવા મળશે જેનાથી તેમને શું નિર્ણય લેવો એ સમજશે. ઉદાહરણ તરીકે કોઈ વીડિયો દ્વારા જો અન્ય વ્યક્તિ પૈસા કમાઈ રહ્યો હોય તો તેને બ્લોક અથવા તો સંપૂર્ણપણે ત્યાંથી કાઢી શકાશે.

ફક્ત ક્રિએટર્સને જ મળશે આ ફીચર

મેટા દ્વારા પહેલાં તેમના રાઇટ્સ મેનેજર પ્લેટફોર્મ દ્વારા ક્રિએટર્સને કેટલીક અન્ય સુવિધા આપવામાં આવી હતી. જોકે કંપની હવે એવું વિચારી રહી છે કે ક્રિએટર્સને ફેસબુક એપમાં જ આ ફીચર આપી દેવાથી તેમને તેનો ઉપયોગ કરવામાં સરળતા રહેશે. જોકે આ ફીચર ફક્ત કન્ટેન્ટ ક્રિએટર્સ માટે જ છે જેઓ ફેસબુક પર તેમના રીલ્સ શેર કરે છે. આ દ્વારા કમાણી કરનાર લોકો જ તેનો ઉપયોગ કરી શકશે.

આ પણ વાંચો: નાસાના રોવરને મંગળ ગ્રહ પર મળ્યો એલિયન પથ્થર, જાણો વિગત…

કન્ટેન્ટ પ્રોટેક્શન ટૂલનો ઉપયોગ કોણ અને ક્યારે કરી શકશે?

મેટા દ્વારા આ ટૂલને તેમના મોનેટાઇઝેશન પ્રોગ્રામ હેઠળ ધીમે ધીમે રજૂ કરવામાં આવી રહ્યું છે. મેટાની ઇન્ટેગ્રિટી અને ઓરિજિનાલિટી સ્ટાન્ડર્ડને મળતાં એકાઉન્ટને આ ટૂલનો ઉપયોગ કરવા મળશે. રાઇટ્સ મેનેજરનો ઉપયોગ કરનાર દરેક ક્રિએટર્સ હાલમાં તેનો ઉપયોગ કરી શકે છે. ક્રિએટર્સ તેમના એકાઉન્ટમાં આ ફીચરનો ઉપયોગ કરવા માટે સીધા એક્સેસ માટે હાલમાં રજૂઆત કરી શકે છે.

Tags :