Science & Technology

ફેસબુક પર યુઝર્સના તમામ વીડિયો હવે બની જશે રીલ્સ: વીડિયો માટેની સમય મર્યાદા કાઢી નાખી મેટાએ…

By GS TEAM
18 Jun 20252 mins read
TukuTouch Logo
ફેસબુક હવે તેના વીડિયો ટેબને રીલ્સમાં પરિવર્તિત કરી રહ્યું છે. આથી, ફેસબુક પર અપલોડ થનારા તમામ નવા વીડિયો હવે રીલ્સ તરીકે ઓળખાશે. લાંબા વીડિયો પણ ફેસબુક પર પોસ્ટ કરી શકાય છે, તેથી અગાઉ કેટલાક વીડિયો રીલ્સમાં સમાવિષ્ટ ન થતાં. જોકે, હવે ફેસબુક દરેક સાઇઝના વીડિયોને રીલ્સની કેટેગરીમાં મૂકી રહ્યું છે. યુઝર માટે વીડિયો શેર કરવાની પ્રોસેસ સરળ બનાવવા આ નિર્ણય લેવાયો છે. પહેલાં, યુઝરને વીડિયો અને રીલ્સમાંથી એક વિકલ્પ પસંદ કરવો પડતો હતો.

Summarized by AI; it may make mistakes. Check important info

ફેસબુક પર યુઝર્સના તમામ વીડિયો હવે બની જશે રીલ્સ: વીડિયો માટેની સમય મર્યાદા કાઢી નાખી મેટાએ…

Meta Changes Video Format To Reels: ફેસબુક હવે તેના વીડિયો ટેબને રીલ્સમાં પરિવર્તિત કરી રહ્યું છે. આથી, ફેસબુક પર અપલોડ થનારા તમામ નવા વીડિયો હવે રીલ્સ તરીકે ઓળખાશે. લાંબા વીડિયો પણ ફેસબુક પર પોસ્ટ કરી શકાય છે, તેથી અગાઉ કેટલાક વીડિયો રીલ્સમાં સમાવિષ્ટ ન થતાં. જોકે, હવે ફેસબુક દરેક સાઇઝના વીડિયોને રીલ્સની કેટેગરીમાં મૂકી રહ્યું છે. યુઝર માટે વીડિયો શેર કરવાની પ્રોસેસ સરળ બનાવવા આ નિર્ણય લેવાયો છે. પહેલાં, યુઝરને વીડિયો અને રીલ્સમાંથી એક વિકલ્પ પસંદ કરવો પડતો હતો.

મેટાની નવી સ્ટ્રેટેજી હેઠળ ફેરફાર

મેટાની નવી સ્ટ્રેટેજી હેઠળ આ બદલાવ અમલમાં મુકવામાં આવ્યો છે. મેટા તેના વીડિયો કન્ટેન્ટને વધુ સુગમ બનાવવા માગે છે. તેથી, નાના કે મોટા, પોર્ટ્રેઇટ કે લેન્ડસ્કેપ દરેક પ્રકારના વીડિયો હવે રીલ્સ તરીકે ઓળખાશે. આ બદલાવ બાદ, 20 મિનિટના એપિસોડ પણ રીલ્સમાં દેખાશે જેથી યુઝર અલગ-અલગ ટેબમાં જવા વિના જોઈ શકે.

ટેબમાં પણ કરવામાં આવ્યાં ફેરફાર

ફેસબુકે દરેક વીડિયો રીલ્સ તરીકે જાહેર કર્યા છે, ઉપરાંત એપ્લિકેશન અને વેબસાઈટ પર વીડિયો ટેબ પણ દૂર કરી દેવાયો છે. હવે આ વીડિયો "રીલ્સ" ટેબ હેઠળ ઉપલબ્ધ રહેશે. જો કે, ટેબ બદલાતા સેજેસ્ટેડ વીડિયોમાં કોઈ અસર નહીં થાય. મેટા વધુ ક્રિએટીવ ટૂલ લોન્ચ કરી રહ્યું છે, જે વીડિયો અને રીલ્સ બંને અપલોડ કરનાર માટે ઉપયોગી બનશે, માટે એક જ ટેબ તૈયાર કરવામાં આવ્યો છે.


રીલ્સમાં કોઈ મર્યાદા નહીં

પહેલા, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામના રીલ્સ માટે સમયની મર્યાદા હતી, જે અમુક મિનિટ સુધી સીમિત હતા. હવે, આ નવા બદલાવ પછી, તે તમામ મર્યાદાઓ દૂર કરવામાં આવી છે. ફેસબુક પર રીલ્સ માટે હવે કોઈ સમય મર્યાદા નથી. નાના અને લાંબા વીડિયોને ઉપરાંત, લાઇવ વીડિયો પણ રીલ્સ ટેબમાં જ જોવા મળશે. મેટા ફેસબુકને ઇન્સ્ટાગ્રામ જેવું બનાવવાની ઈચ્છા રાખતું નથી, તેથી રીલ્સની સમય મર્યાદા દૂર કરવામાં આવી છે.

આ પણ વાંચો: કોમ્યુટર સાયન્સ રિસર્ચમાં ભારતના ભૂતપૂર્વ IIT સ્ટુડન્ટને મળી અદ્ભુત સિદ્ધિ: ગોડેલ પ્રાઇઝ સન્માનિત ઇશાન ચટ્ટોપાધ્યાય વિશે જાણો...

આ અપડેટ ક્યારે આવશે?

ફેસબુકે આ બદલાવ માટે નવી અપડેટ રજૂ કરી છે, જે ધીમે-ધીમે દરેક દેશમાં ઉપલબ્ધ થશે. ફેસબુક પર જૂના વીડિયો જેમના તેમ રાખવામાં આવશે, જ્યારે નવા અપલોડ કરવામાં આવતા વીડિયો રીલ્સ તરીકે ગણાશે. યુઝર હવે નવા ટૂલ સાથે રીલ્સના દર્શકો નિયંત્રિત કરવા માટેના સેટિંગ્સ ચેક કરી શકે.