Get The App

કોમ્યુટર સાયન્સ રિસર્ચમાં ભારતના ભૂતપૂર્વ IIT સ્ટુડન્ટને મળી અદ્ભુત સિદ્ધિ: ગોડેલ પ્રાઇઝ સન્માનિત ઇશાન ચટ્ટોપાધ્યાય વિશે જાણો...

Updated: Jun 18th, 2025

GS TEAM

Google News
Google News
કોમ્યુટર સાયન્સ રિસર્ચમાં ભારતના ભૂતપૂર્વ IIT સ્ટુડન્ટને મળી અદ્ભુત સિદ્ધિ: ગોડેલ પ્રાઇઝ સન્માનિત ઇશાન ચટ્ટોપાધ્યાય વિશે જાણો... 1 - image


Computer Science Award Winner: થિયોરેટિકલ કોમ્પ્યુટર સાઇન્સમાં મૂળ ભારતના ઇશાન ચટ્ટોપાધ્યાય 2025નો ગોડેલ પ્રાઇઝ વિજેતા બન્યો છે. તે ન્યૂ યોર્કમાં આવેલી કોર્નેલ યુનિવર્સિટીનો એસોસિએટ પ્રોફેસર છે અને તેને તેના ફિલ્ડનો સૌથી પ્રતિષ્ઠિત અવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યો છે. આ સિદ્ધિ તેને તેના સાથી અને તેના ભૂતપૂર્વ પી.એચડી એડ્વાઇઝર ડેવિડ ઝકરમેન સાથે મળી છે. ઓસ્ટિનમાં આવેલી યુનિવર્સિટી ઓફ ટેક્સાસમાં ડેવિડ પણ પ્રોફેસર છે. તેમણે ‘એક્સપ્લિસિટ ટૂ-સોર્સ એક્ટ્રેક્ટર્સ એન્ડ રેસિલિયન્ટ ફંક્શન્સ’ પ્રોજેક્ટ પર કામ કર્યું છે.

રેન્ડમનેસ એક્ટ્રેક્શનમાં તેમણે મહારત હાંસલ કરી

તેમનું આ પેપર 2016માં પબ્લિશ થયું હતું અને ત્યાર બાદ 2019માં એનલ્સ ઓફ મેથેમેટિક્સમાં એ જોવા મળ્યું હતું. કોર્નરસ્ટોન ઓફ ક્રિપ્ટોગ્રાફી અને કોમ્પેલેક્સિટી થીયરીમાં એટલે કે રેન્ડમનેસ એક્સટ્રેક્શનમાં ખૂબ જ લાંબા સમયથી જે પ્રોબ્લેમ જોવા મળી રહ્યો છે એના પર તેમણે રિસર્ચ કર્યું હતું. ઇશાન અને ડેવિડે એક નવી રીત તૈયાર કરી છે જેનાથી બે-સોર્સ એક્ટ્રેક્ટર્સને સાથે જોડી શકાય છે. આ પદ્ધતિથી બે ખૂબ જ નબળા સોર્સમાંથી ઉચ્ચ ક્વોલિટીની રેન્ડમનેસ જનરેટ કરી શકાય છે. આ પદ્ધતિ પહેલાં આ બે સોર્સને જોડવા માટે બન્ને સોર્સમાં થર્મલ એનર્જીની ખૂબ જ જરૂર પડતી હતી જે શક્ય નહોતું. આથી ઇશાને તેના સાથી સાથે મળીને જે પદ્ધતિ શોધી છે એનાથી આ કામ શક્ય થઈ ગયું છે.

મહત્ત્વકાંશાએ અપાવી સિદ્ધી

ઇશાન ચટ્ટોપાધ્યાયમની મુસાફરી 2011માં IIT કાનપુરથી શરૂ થઈ હતી. તેણે ત્યાં બી.ટેક કર્યું હતું. ત્યાર બાદ 2016માં ઓસ્ટિન યુનિવર્સિટીમાંથી પી.એચડી કર્યું હતું. તેણે ETH ઝુરિકમાં સમર ઇન્ટર્નશિપ કરી હતી અને ત્યાં તેણે એક્સ્ટ્રેકટર્સ સાથે કામ કર્યું હતું. તેમ જ પી.એચડી દરમ્યાન તેણે એમાં વધુ રસ પડ્યો હતો. ઇશાનનું માનવું છે કે રેન્ડમનેસની આસપાસના સવાલ તેને ખૂબ જ ફિલોસોફિકલ અને રસપ્રદ લાગે છે. ડેવિડ સાથેનું તેણે જે કામ કર્યું છે એ ખૂબ જ ક્રિએટીવ હતું. એક સમય એવો આવ્યો હતો કે ખોટી માન્યતાને કારણે તેમણે કામ પડતું મૂકી દેવું પડે એમ હતું. જોકે ડેવિડે હાર નહોતી માની અને ઇશાન સાથે મળીને તેમણે બન્નેએ એના પર કામ કરીએ રાખ્યું હતું અને તેમને જોઈતી હતી એ સિદ્ધિ તેમણે મેળવી હતી.

કોમ્યુટર સાયન્સ રિસર્ચમાં ભારતના ભૂતપૂર્વ IIT સ્ટુડન્ટને મળી અદ્ભુત સિદ્ધિ: ગોડેલ પ્રાઇઝ સન્માનિત ઇશાન ચટ્ટોપાધ્યાય વિશે જાણો... 2 - image

પ્રાગમાં સન્માનિત કરવામાં આવશે

યુરોપિયન અસોસિએશન ફોર થિઓરેટિકલ કોમ્પુયટર સાયન્સ તેમ જ અસોસિએશન ફોર કમ્યુટિંગ મશિનરી સ્પેશ્યલ ઇન્ટરેસ્ટ ગ્રુપ ઓન એલ્ગોરિધમ્ય એન્ડ કોમ્યુપટેશનલ થીયરી દ્વારા ગોડેન પ્રાઇઝ અવોર્ડ આપવામાં આવે છે. ગણિતશાસ્ત્રી અને ફિલોશોફર કર્ટ ગોડેલના નામ પરથી આ અવોર્ડ આપવામાં આવે છે. થિયોરેટિકલ કોમ્પ્યુટર સાયન્સમાં જેમને પણ એકદમ ઉત્તમ રિસર્ચ કર્યું હોય તેમને આ અવોર્ડથી સન્માનિત કરવામાં આવે છે. આ અવોર્ડના વિજેતાની જાહેરાત તો કરી દેવામાં આવી છે, પરંતુ તેને આ મહિનામાં પ્રાગમાં યોજાયેલી એક ઇવેન્ટમાં અવોર્ડ આપવામાં આવશે. એક્ટ્રેકટર્સની સાથે આ પેપરમાં રામસે ગ્રાફ, રિસિલિયન્ટ બૂલીયન ફંક્શન વિશેની ટેક્નિક પણ જણાવવામાં આવી છે.

આ પણ વાંચો: ફ્લાઇંગ કાર બાદ આવી ગઈ ફ્લાઇંગ બાઇક: ચીન દ્વારા કરવામાં આવી છે લોન્ચ, જાણો કિંમત…

અન્ય અવોર્ડ પણ મળ્યા છે ઇશાનને

ઇશાનને અગાઉ 2021માં NSF કરીઅર અવોર્ડ, 2023માં સ્લોઅન રીસર્ચ ફેલોશિપ અવોર્ડ અને 2024માં નેશનલ એકેડેમી ઓફ સાયન્સીસ હેલ્ડ પ્રાઇઝ અવોર્ડથી પણ સન્માનિત કરવામાં આવ્યો છે. 2018માં કોર્નેલ યુનિવર્સિટીમાં કામ કરવા પહેલાં તેણે તેનું પી.એચડીનું તમામ કામ પૂરું કરી લીધું હતું. ગોડેન પ્રાઇઝ વિશે ઇશાન કહે છે, ‘એક સમયે જે જગ્યાએ અવરોધ આવી ગયો હતો એ જગ્યાએ હવે વિકાસ અને પ્રોગ્રેસ જોઈને ખુશી થાય છે. મને ખૂબ જ ખુશી છે કે અમારું કામ આ વિકાસમાં મહત્ત્વની ભૂમિકા ભજવી રહ્યું છે.’

Tags :