Get The App

ફેસબુક અને ઇન્સ્ટાગ્રામનું વધુ એક ફીચર વોટ્સએપમાં જોવા મળશે: યુઝર્સ હવે ક્લોઝ ફ્રેન્ડ્સ સાથે શેર કરી શકશે સ્ટેટ્સ

Updated: Sep 1st, 2025

GS TEAM

Google News
Google News
ફેસબુક અને ઇન્સ્ટાગ્રામનું વધુ એક ફીચર વોટ્સએપમાં જોવા મળશે: યુઝર્સ હવે ક્લોઝ ફ્રેન્ડ્સ સાથે શેર કરી શકશે સ્ટેટ્સ 1 - image


WhatsApp New Feature: ઇન્સ્ટાગ્રામ અને ફેસબુકનું વધુ એક ફીચર હવે વોટ્સએપમાં આવી રહ્યું છે. યુઝર્સ હવે તેમના સ્ટેટ્સને ફક્ત ક્લોઝ ફ્રેન્ડ્સ સાથે શેર કરી શકશે. આ ફીચર પર હાલમાં કામ કરવામાં આવી રહ્યું છે. તેમ જ આ ફીચરને હાલમાં બીટા યુઝર્સ માટે ટેસ્ટિંગમાં પણ આપવામાં નથી આવ્યું. વોટ્સએપ હવે તેમના યુઝર્સને પ્રાઇવસી પર વધુ કન્ટ્રોલ આપી રહી છે. આથી તેમની દરેક પોસ્ટને કોણ જોઈ શકે એ હવે યુઝર્સના હાથમાં છે.

ઇન્સ્ટાગ્રામના ક્લોઝ ફ્રેન્ડ જેવું ફીચર

આ આગામી ફીચરની મદદથી યુઝર ક્લોઝ ફ્રેન્ડ્સ લિસ્ટ બનાવી શકશે. આ ફીચરનો ઉપયોગ પ્રાઇવસી સેટિંગ્સ સ્ક્રીનમાંથી કરી શકાશે. ઇન્સ્ટાગ્રામમાં આ ફીચર જે રીતે ઉપયોગ કરવામાં આવે છે એ જ રીતે વોટ્સએપમાં પણ કામ કરશે. આ લિસ્ટ બનાવ્યા બાદ યુઝર જ્યારે સ્ટેટ્સ અપડેટ કરશે ત્યારે તેમને ક્લોઝ ફ્રેન્ડ સાથે શેર કરવા માટેનો વિકલ્પ જોવા મળશે. અત્યારે વોટ્સએપમાં ત્રણ વિકલ્પ છે. પહેલાં વિકલ્પમાં મોબાઇલમાં નંબર સેવ હશે દરેકને જોવા મળશે. બીજામાં જે-તે વ્યક્તિને ન દેખાડવું હોય એને નહીં દેખાય. તેમ જ ત્રીજા ઓપ્શનમાં યુઝરે જેટલાને પસંદ કર્યું હોય એટલાં જ જોઈ શકશે. જોકે હવે આ એક લિસ્ટનું ઓપ્શન પણ આવશે. આથી યુઝર માટે એ વધુ સરળ બની જશે.

યુઝર સ્પેશિયલ હોવાનો અહેસાસ

વોટ્સએપ દ્વારા ક્લોઝ ફ્રેન્ડ્સ લિસ્ટ માટે એક સિમ્બોલ બનાવ્યો છે. ઇન્સ્ટાગ્રામ પર જે રીતે પોસ્ટ કરવામાં આવે છે ત્યારે દેખાય છે કે જે-તે યુઝરે તેના ખાસ ફ્રેન્ડ્સ સાથે આ પોસ્ટ શેર કરી છે. વોટ્સએપમાં પણ એ રીતનો સિમ્બોલ દેખાશે. આથી જે-તે યુઝર જાણી શકશે કે આ પોસ્ટ ખાસ તેની સાથે શેર કરવામાં આવી છે. યુઝરના ખાસ વ્યક્તિઓના લિસ્ટમાં તેનો પણ સમાવેશ થાય છે. આથી જે-તે યુઝર ખાસ હોવાનો અહેસાસ પણ તેમને થશે. પોસ્ટની ઉપર આ સિમ્બોલ અલગ કલરમાં જોવા મળશે એથી યુઝરને એક્સક્લુઝિવિટીનો અહેસાસ થશે. જોકે આ ક્લોઝ ફ્રેન્ડ લિસ્ટમાં જે-તે બદલાવ કરવામાં આવે તો એ માટે કોઈને નોટિફિકેશન નહીં જાય. આથી કોઈ વધુ ખાસ ફ્રેન્ડનો સમાવેશ કરવામાં આવ્યો છે કે કોઈને કાઢવામાં આવ્યો છે એની માહિતી કોઈને નહીં મળે.

આ પણ વાંચો: એપલની સિક્યોરિટી ખામીને સુધારી વોટ્સએપે: ક્લિક ન કર્યું હોવા છતાં હેક થઈ રહ્યા હતા એકાઉન્ટ

સંપૂર્ણ પ્રાઇવસી આપવામાં આવશે

ક્લોઝ ફ્રેન્ડ લિસ્ટ દ્વારા પણ જે સ્ટેટસ શેર કરવામાં આવ્યું છે એ 24 કલાક માટે જ રહેશે. આ સ્ટેટ્સને પણ એન્ડ-ટૂ-એન્ડ ઇન્ક્રિપ્શન હેઠળ પ્રોટેક્ટ કરવામાં આવશે. મેટા અથવા તો વોટ્સએપ આ કન્ટેન્ટને એક્સેસ નહીં કરી શકે. આ ફીચરને આગામી થોડા સમયમાં રિલીઝ કરવાનો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે. જોકે ક્યારે એ માટે ચોક્કસ સમય નથી.

Tags :