Get The App

મેટા AIનું ‘ઇમેજિન મી’ ફીચર ભારતમાં લોન્ચ, યુઝર્સ પોતાના ફોટોને અલગ સ્ટાઈલમાં જનરેટ કરી શકશે

Updated: Jul 17th, 2025

GS TEAM

Google News
Google News
મેટા AIનું ‘ઇમેજિન મી’ ફીચર ભારતમાં લોન્ચ, યુઝર્સ પોતાના ફોટોને અલગ સ્ટાઈલમાં જનરેટ કરી શકશે 1 - image


Meta Launch Imagine Me Feature in India: મેટા દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે તેમણે ભારતમાં ઇમેજિન મી ફીચર લોન્ચ કર્યું છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનું આ ફીચર અમેરિકા અને અન્ય કેટલાક દેશોમાં ઉપલબ્ધ છે અને હવે ભારતમાં પણ એનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ફીચરની મદદથી ભારતીય યુઝર્સ હવે તેમના પોતાના ફોટોને અલગ-અલગ રીતે જનરેટ કરી શકશે. આ ફીચર મેટા AIની અંદર જોવા મળશે. એટલે કે મેટા કંપનીના દરેક પ્લેટફોર્મ પર આ ફીચરનો ઉપયોગ કરી શકાશે. આ ફીચરનો ઉપયોગ દરેક યુઝર્સ ફ્રીમાં કરી શકશે.

યુઝર્સ પોતાને ઇચ્છે એ સ્ટાઇલમાં જોઈ શકશે

મેટા દ્વારા પ્રેસ રિલીઝ જાહેર કરીને કહેવામાં આવ્યું છે કે ઇમેજિન મી ફીચરને હવે ભારતમાં પણ રજૂ કરવામાં આવી રહ્યું છે. આ ફીચર સૌથી પહેલાં 2024ની જુલાઈમાં અમેરિકામાં શરૂ કરવામાં આવ્યું હતું. જોકે તેને લોન્ચ થયાના એક વર્ષ બાદ હવે તેને ભારતમાં રિલીઝ કરવામાં આવી રહ્યું છે.

કેવી રીતે કામ કરે છે આ ફીચર?

ઇમેજિન મી યુઝરના ચહેરાને એનાલાઈઝ કરે છે. ત્યાર બાદ એ ડેટાને યુઝરના કમાન્ડ અનુસાર ઉપયોગ કરે છે. યુઝરે જે ફોટો અથવા તો દૃશ્યને ઇમેજિન કર્યું હોય એ જ રીતે મેટા યુઝરને તેનો ફોટો તૈયાર કરીને આપી દેશે. ઉદાહરણ તરીકે યુઝર પોતાને F1 રેસર જેવો જોવા માગે તો મેટા એ રીતે તેને તૈયાર કરીને દેખાડશે. આથી યુઝર પોતાના ચહેરાને જે-તે કમાન્ડ રૂપના ફોટોમાં જોઈ શકશે.

મેટા AIનું ‘ઇમેજિન મી’ ફીચર ભારતમાં લોન્ચ, યુઝર્સ પોતાના ફોટોને અલગ સ્ટાઈલમાં જનરેટ કરી શકશે 2 - image

ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ અને ફેસબુકમાં પણ કરી શકશે ઉપયોગ

આ ફીચરને મેટાની દરેક એપ્લિકેશન એટલે કે ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને વોટ્સએપ પર રજૂ કરવામાં આવ્યું છે. આ ફીચર એન્ડ્રોઇડમાં શરૂ થઈ ગયું છે અને બહુ જલદી તેને એપલની ડિવાઇસમાં પણ શરૂ કરવામાં આવશે. એપલમાં ક્યારે થશે એ વિશે કોઈ જાણકારી આપવામાં નથી આવી, પરંતુ ઇમેજિન મી કમાન્ડ માટે આ ફીચર જલદી રજૂ કરવામાં આવશે એવો મેસેજ આવે છે.

ફીચર માટે આપવી પડશે પરવાનગી

મેટા દ્વારા આ માટે પરવાનગી માગવામાં આવી રહી છે. યુઝરના ફોટોને એનાલાઇઝ કરવા માટે મેટા પાસે યુઝરની પરવાનગી માગવામાં આવી રહી છે. એક વાર આ પરવાનગી આપી દેવામાં આવી ત્યાર બાદ ચેટ ઇન્ટરફેસમાં યુઝરને લઈ જવામાં આવશે. ત્યાર બાદ એમાં ‘Imagine me’ લખી કમાન્ડ આપવાનો રહેશે. આ કમાન્ડ આપ્યા બાદ યુઝર પોતાને કેવી રીતે જોવા માગે છે એ લખવાનું રહેશે. મેટાએ જણાવ્યા અનુસાર ચંદ્રની ઉપર હોય કે પછી ફ્યુચરિસ્ટિક ફેશન કેમ ન હોય દરેક સ્ટાઇલમાં યુઝર પોતાને જોઈ શકશે.

આ પણ વાંચો: આઇફોન ખરીદવા માટે શ્રેષ્ઠ સમય કયો?: આ ભૂલ કરવાથી દૂર રહેવું...

એક જ ચહેરાને કરી શકશે એનાલાઇઝ

મેટા દ્વારા આ ફીચર ફક્ત પોતાના માટે બનાવવામાં આવ્યું હોવાથી મેટા AI ફક્ત એક જ વ્યક્તિનો ફોટો એનાલાઈઝ કરી શકશે. જો યુઝરે સૌથી પહેલાં અન્ય વ્યક્તિનો ફોટો એનાલાઈઝ કરવા માટે આપ્યો તો ત્યાર બાદ એ પોતાનો ફોટો એનાલાઈઝ નહીં કરાવી શકે. આથી જે-તે વ્યક્તિએ પોતાનો જ ફોટો અપલોડ કરવાનો રહેશે જેથી અન્ય કોઈ વ્યક્તિ બીજાનો ફોટો જનરેટ નહીં કરી શકે. આ સાથે જ મેટાએ આ ફોટોને રિયાલિસ્ટિક બનાવવાનું ટાળ્યું છે જેથી AIથી બનાવવામાં આવ્યો હોવાનું ખબર પડી શકે.

Tags :