માર્ક ઝકરબર્ગની દીકરીને સલાહ- આપણે પણ સમજવા જેવી છે

Updated: Oct 2nd, 2024


Google NewsGoogle News
માર્ક ઝકરબર્ગની દીકરીને સલાહ- આપણે પણ સમજવા જેવી છે 1 - image


ફેસબુકના સ્થાપક અને ઇન્સ્ટાગ્રામ-વોટ્સએપ વગેરેના માલિક માર્ક ઝકરબર્ગે હમણાં એક ઇન્ટરવ્યૂમાં સરસ વાત કરી. એમણે કહ્યું કે એક વાર એ એમની સાત વર્ષની દીકરી ઓગસ્ટ ચેનને લઈને જાણીતી સિંગર ટાયલર સ્ફિવ્ટની કોન્સર્ટમાં ગયા હતા. આ સિંગર-સોંગરાઇટરનાં ગીતો અને સ્ટેડિયમ શોએ આખી દુનિયાને ઘેલી કરી છે.

માર્કે પેલા ઇન્ટરવ્યૂમાં કહ્યું કે કોન્સર્ટ દરમિયાન દીકરીએ તેમને કહ્યું કે એ મોટી થઈને સ્વિફ્ટ જેવી બનવા માગે છે. પપ્પાએ સમજાવ્યું કે ‘બેટા, એ તો નહીં થઈ શકે. એ જગ્યા તારે માટે અવેલેબલ નથી.’

દીકરીએ થોડું વિચારીને કહ્યું કે ‘ઓકે, તો હું મોટી થઈને એવી બનીશ કે લોકો કહે કે તેમને ઓગસ્ટ ચેન ઝકરબર્ગ જેવા બનવું છે’. આ સાંભળી માર્ક ખુશીના ઉછળી પડ્યા.પપ્પા-દીકરીના આ સંવાદે ઇન્ટરનેટ પર ચર્ચા જગાવી. એક થેરપિસ્ટે કહ્યું કે દીકરીને કોઈ જેવા થવાને બદલે આગવી ઓળખ ઊભી કરવાની માર્કની શીખામણ દરેક મા-બાપે સમજવા જેવી છે - આપણે પણ.

હવે દરેક ટીનેજરને ઇન્ફ્લુઅંસર બનવું છે - કોઈ પણ ભોગે. ઇન્સ્ટા પર ફોલોઅર્સ વધારવા માટે તેઓ કોઈ પણ હદ સુધી જવા તૈયાર હોય છે. ક્યારેક સમય મળે તો આપણાં સંતાનો સોશિયલ મીડિયા પર શું કરે છે, શું શું શેર કરે છે એની એમની સાથે મોકળી ચર્ચા કરવા જેવી છે - મોડું થઈ જાય તે પહેલાં.


Google NewsGoogle News