સુપરઇન્ટેલિજન્સને દરેક વ્યક્તિ સુધી પહોંચાડવા માગે છે માર્ક ઝકરબર્ગ, જાણો તમામ માહિતી…
Mark Zuckerberg on SuperIntelligence: માર્ક ઝકરબર્ગ દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે તેઓ પર્સનલ સુપરઇન્ટેલિજન્સ પર કામ કરી રહ્યાં છે. તેમ જ સુપરઇન્ટેલિજન્સ મેળવવા માટે તેઓ એકદમ નજીક છે. મેટા દર ત્રણ મહિને તેઓ કેટલી કમાણી કરે છે એનો રિપોર્ટ જાહેર કરે છે. આ રિપોર્ટ પહેલાં માર્ક ઝકરબર્ગ દ્વારા એક મેમો રિલીઝ કરવામાં આવ્યો છે જેમાં આ વિષય પર વાત કરવામાં આવી છે. મેટા દ્વારા કહેવામાં આવ્યું છે કે તેમનું આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ છેલ્લા થોડા મહિનાથી ખૂબ જ વિકાસ કરી રહ્યું છે. થોડા સમયમાં તેઓ આ સુપરઇન્ટેલિજન્સને મેળવી લેશે.
શું છે પર્સનલ સુપરઇન્ટેલિજન્સ?
સુપરઇન્ટેલિજન્સ એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એમાં મનુષ્ય કરતાં પણ દરેક વસ્તુને ખૂબ જ સારી રીતે સમજી શકે છે. ઇમોશનથી લઈને રોજિંદા કામથી લઈને દરેક બાબતને મનુષ્ય કરતાં સારી રીતે સમજે અને મનુષ્યની જેમ જ વાત કરે અને સમસ્યાનું નિરાકરણ લાવે એને સુપરઇન્ટેલિજન્સ કહેવામાં આવે છે. આ સુપરઇન્ટેલિજન્સ હવે મેટા દ્વારા દરેક વ્યક્તિ સુધી પહોંચાડવામાં આવશે. આથી આ પ્રોજેક્ટને પર્સનલ સુપરઇન્ટેલિજન્સ કહેવામાં આવ્યું છે. આ વિશે માર્ક ઝકરબર્ગ કહે છે, ‘સુપરઇન્ટેલિજન્સનો ઉપયોગ દરેક વ્યક્તિ કરી શકવો જોઈએ. ઘણી કંપનીઓ સુપરઇન્ટેલિજન્સનો ઉપયોગ ફક્ત પ્રોડક્ટિવિટી માટે કરે છે. જોકે મેટા હવે આ ટેક્નોલોજીને દરેક વ્યક્તિ સુધી પહોંચાડશે. તેમ જ એમાં કેટલાક રિસ્ક રહેલાં છે અને સેફ્ટી પણ જોવી જરૂરી છે. આથી મેટા દ્વારા એ દરેક બાબતે ધ્યાન આપ્યા બાદ કામ કરવામાં આવશે. ઓપન સોર્સ શું રાખવું અને કેમ રાખવું એ દરેક બાબત નક્કી કરવામાં આવશે.’
ઇનવેસ્ટમેન્ટ સામે આવકમાં પણ વધારો
મેટા દ્વારા AIમાં ખૂબ જ મોટું ઇનવેસ્ટમેન્ટ કરવામાં આવી રહ્યું છે. તેમ છતાં મેટાની આવક ધારણા કરતાં ખૂબ જ સારી રહી છે. એક શેર પર કંપની 7.14 અમેરિકન ડોલરની કમાણી કરી રહી છે અને એના કારણે 47.52 બિલિયનનું રેવેન્યુ જનરેટ થયું છે. વોલ સ્ટ્રીટ ધારણા એવી હતી કે મેટા એક શેર પર 5.92 અમેરિકન ડોલરની કમાણી કરશે અને 44.8 બિલિયનનું રેવેન્યુ હશે. મેટાએ સતત બીજી વાર વોલ સ્ટ્રીટની ધારણા કરતાં વધુ સારો બિઝનેસ કર્યો છે.
ઇનવેસ્ટમેન્ટને કારણે રેવેન્યુમાં વધારો
મેટાનો એડ્સ બિઝનેસ ખૂબ જ ઝડપથી આગળ વધી રહ્યો છે. AIમાં મેટાએ જે ઇનવેસ્ટમેન્ટ કર્યું છે એ માટે તેના બિઝનેસમાં ઘણો વધારો જોવા મળ્યો છે. ઇમાર્કેટરમાં કામ કરતી સિનિયર એનાલિસ્ટ મિન્ડા સ્માઈલી કહે છે, ‘AIમાં મેટાએ જે ઇનવેસ્ટમેન્ટ કર્યુ છે એનું પરિણામ તેમને મળી રહ્યું છે. જોકે AIના ઇનવેસ્ટર્સ દ્વારા બહુ જલદી તેમને રિટર્નને લઈને સવાલ કરવામાં આવશે.’
AIના ટેલેન્ટ પાછળ થઈ રહ્યાં છે વધુ ખર્ચા
મેટા દ્વારા ટેલેન્ટ પાછળ ખૂબ જ પૈસા ખર્ચવામાં આવી રહ્યાં છે. તેથી તેઓ દ્વારા 2025માં કુલ કેટલા રૂપિયાનો ખર્ચ કરવો એ માટે ગાઇડલાઇન તૈયાર કરવામાં આવી છે. આ ગાઇડલાઇન મુજબ 114 બિલિયનથી લઈને 118 બિલિયન અમેરિકન ડોલર સુધીનું બજેટ ફાળવવામાં આવ્યું છે. કંપની 66 બિલિયનથી 72 બિલિયન અમેરિકન ડોલર મૂડી ખર્ચ પાછળ પણ ફાળવી રહી છે. સુપરઇન્ટેલિજન્સ લેબ્સ માટે મેટા દ્વારા અન્ય કંપનીઓને ટેલેન્ટને ખૂબ જ ઊંચા પગારે રાખવામાં આવી રહ્યાં છે. આ પાછળ પણ તેમનો ઘણો ખર્ચ થઈ રહ્યો છે.