Get The App

ચીન પર નિર્ભર રહેવા નથી માગતું ગૂગલ: એશિયાનું સૌથી મોટું ડેટા સેન્ટર બનાવવા માટે ભારતમાં કરશે ₹52,000 કરોડનું ઇનવેસ્ટમેન્ટ

Updated: Jul 31st, 2025

GS TEAM

Google News
Google News
ચીન પર નિર્ભર રહેવા નથી માગતું ગૂગલ: એશિયાનું સૌથી મોટું ડેટા સેન્ટર બનાવવા માટે ભારતમાં કરશે ₹52,000 કરોડનું ઇનવેસ્ટમેન્ટ 1 - image


Google Invest 52000 crore in India: ગૂગલ દ્વારા હવે ભારતમાં એશિયાનું સૌથી મોટું ડેટા સેન્ટર બનાવવામાં આવશે. આ માટે કંપની હવે ₹52,000 કરોડ રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ કરવા જઈ રહી છે. ગૂગલ હવે AIમાં ખૂબ જ આગળ વધી રહ્યું છે. તેમ જ એના યુઝર્સ પણ વધુ હોવાથી એને હવે વધુ ડેટા સેન્ટરની જરૂર છે. ગૂગલ હવે તેના ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વધારી રહ્યું છે. તેમ જ ભારતના ડિજિટલ ટ્રાન્સફોર્મેશન માટે પણ ગૂગલએ પોતાનો સપોર્ટ જાહેર કર્યો હતો. આથી હવે ગૂગલ દ્વારા ભારતમાં ખૂબ જ મોટું ડેટા સેન્ટર બનાવવામાં આવશે.

ડેટા સેન્ટર વિશેની તમામ માહિતી

આ ડેટા સેન્ટરને ગૂગલ દ્વારા આંધ્ર પ્રદેશના વિશાખાપટનમમાં બનાવવામાં આવશે. આ ડેટા સેન્ટરની કેપેસિટી એક ગીગાવોટની હશે જે માટે ₹52,000 કરોડનું ઇન્વેસ્ટમેન્ટ કરશે. આ ડેટા સેન્ટર આગામી 24 મહિનાની અંદર સંપૂર્ણપણે કાર્યરત થઈ જશે એવી ચર્ચા છે. આ ડેટા સેન્ટર એશિયાનું સૌથી મોટું ડેટા સેન્ટર બનવા જઈ રહ્યું છે. ઇન્વેસ્ટમેન્ટની સાથે ડેટા સેન્ટરની કેપેસિટી અનુસાર પણ આ સૌથી મોટું ડેટા સેન્ટર રહેશે.

રીન્યુએબલ એનર્જી પર ફોકસ

આ ડેટા સેન્ટર બનાવવા માટે ₹52,000 કરોડ રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ કરવામાં આવશે. જોકે આ સાથે જ ગૂગલની પેરન્ટ કંપની આલ્ફાબેટ ₹1.75 લાખ કરોડ રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ રીન્યુએબલ એનર્જી પાછળ કરી રહી છે. આ એનર્જીનો ઉપયોગ ડેટા સેન્ટરને વીજળી પહોંચાડવા માટે કરવામાં આવશે. ભારતના ઇકો-ફ્રેન્ડલી ટેક ડેવલપમેન્ટ ઓપરેશન પ્રોજેક્ટ હેઠળ આ ઇન્વેસ્ટમેન્ટ કરવામાં આવશે.

ચીન પર નિર્ભર રહેવા નથી માગતું ગૂગલ: એશિયાનું સૌથી મોટું ડેટા સેન્ટર બનાવવા માટે ભારતમાં કરશે ₹52,000 કરોડનું ઇનવેસ્ટમેન્ટ 2 - image

ચીન પર નિર્ભર રહેવા નથી માગતું ગૂગલ

ગૂગલ હવે ભારતના ક્લાઉડ અને ડેટા સેન્ટરની ક્ષમતા પર ફોકસ કરી રહ્યું છે. તે હવે ભારતમાં આ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વધારી રહ્યું છે. આ પાછળનું કારણ એ છે કે તે હવે ચીન પર નિર્ભર રહેવા નથી માગતું. એપલ મુખ્યત્વે ચીનના મેન્યુફેક્ચર પર નિર્ભર હતું. જોકે ડોનાલ્ડ ટ્રમ્પના ટ્રેડ વોરને કારણે એના પર અસર થઈ હતી. ત્યારથી દરેક કંપની હવે તેમનું પ્રોડક્શન અને અન્ય ડિપાર્ટમેન્ટ એક જ જગ્યાએ રાખવું પસંદ નથી કરતી. ગૂગલ પણ હવે ભારતમાં મોટું ડેટા સેન્ટર બનાવવા પર ધ્યાન આપી રહ્યું છે જેથી તેની કાર્યક્ષમતા વધે અને કંપનીનો ભાર અલગ-અલગ જગ્યા પર વહેંચી શકાય. ગૂગલ હવે દરિયાની અંદર આવેલા તેના કેબલ સ્ટેશનમાં વધારો કરી રહ્યું છે. વિશાખાપટનમમાં આવા ત્રણ વધુ સ્ટેશન બનાવવામાં આવશે જેના કારણે ઇન્ટરનેટની વધુ સારી સુવિધા મળી શકશે.

આંધ્રપ્રદેશની તૈયારી શું છે?

આંધ્રપ્રદેશનું લક્ષ્ય છે કે આગામી પાંચ વર્ષમાં તેમના રાજ્યમાં અંદાજે 6 ગીગાવોટના ડેટા સેન્ટર હોવા જોઈએ. આ માટે અત્યાર સુધીમાં 1.6 ગીગાવોટના સ્ટેશનને પરવાનગી મળી ગઈ છે. આ ડેટા સેન્ટર માટે અંદાજે 10 ગીગાવોટની એનર્જી જરૂરી છે. આથી સરકાર દ્વારા તેમના એનર્જી ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં વધારો કરવામાં આવી રહ્યો છે.

આ પણ વાંચો: બાળકોની સેફ્ટી માટે શૂઝમાં નવું ફીચર લઈને આવ્યું સ્કેચર્સ, જાણો શું છે આ…

દુનિયાભરમાં $75 બિલિયન ડૉલરનું રોકાણ

ગૂગલની પેરન્ટ કંપની આલ્ફાબેટ હવે 2025માં દુનિયાભરમાં ટોટલ $75 બિલિયન અમેરિકન ડૉલરનું રોકાણ કરી રહી છે. આ રોકાણ ફક્ત ડેટા સેન્ટર માટે છે. આથી ભારતમાં ₹52,000 કરોડનું ઇન્વેસ્ટમેન્ટ દર્શાવે છે કે ગૂગલને ભારતના માર્કેટ પાસેથી કેટલી અપેક્ષા છે.

Tags :