સુપર ઇન્ટેલિજન્સ શું છે? આ માટે ઝકરબર્ગનું પણ કરોડોનું રોકાણ, જાણો સંપૂર્ણ વિગત
Meta Working on Superintelligence: આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ બાદ હવે સુપર ઇન્ટેલિજન્સની રેસ શરુ થઈ ગઈ છે. ઘણાં લોકો એને આર્ટિફિશિયલ જનરલ ઇન્ટેલિજન્સ કહી રહ્યા છે તો ઘણા લોકોસુપર ઇન્ટેલિજન્સ પણ કહે છે. આ માટે જ મેટાએ તેનીસુપર ઇન્ટેલિજન્સ લેબ્સની પણ જાહેરાત કરી દીધી છે. માર્ક ઝકરબર્ગે ઘણા જાણીતા લોકોનો ટીમમાં સમાવેશ કર્યો છે.
માર્ક ઝકરબર્ગ તેની આ ટીમને વધુ શક્તિશાળી બનાવવા માટે અન્ય કંપનીઓના કર્મચારીઓને મોટા પગારની જોબ ઓફર કરી રહ્યા છે. મેટાસુપર ઇન્ટેલિજન્સ લેબ્સ માટે સ્કેલ AIના ભૂતપૂર્વ ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર એલેક્ઝાન્ડર વેન્ગ અને ગિટહબના ભૂતપૂર્વ સીઈઓ નેટ ફ્રાઇડમેનને નોકરીએ રાખવામાં આવ્યા છે.
કરોડોનું આપી રહ્યો છે બોનસ
માર્ક ઝકરબર્ગની નવી ટીમમાં દરેક મોટી મોટી કંપનીઓમાંથી કોઈને કોઈ જોડાયું છે. OpenAIના સીઈઓ સેમ ઓલ્ટમેને હાલમાં જ એક પોડકાસ્ટમાં કહ્યું કે મેટા કંપની તેમના રિસર્ચર્સને 10 કરોડ ડૉલર સુધીનું બોનસ આપીને તેમને સાઇન કરવાની કોશિશ કરી રહી છે. આ બોનસની ઑફરથી સમજી શકાય છે કે માર્ક ઝકરબર્ગ આ પ્રોજેક્ટને લઈને કેટલો સીરિયસ હશે. મેટાસુપર ઇન્ટેલિજન્સ લેબ્સને લઈને માર્ક ઝકરબર્ગ દ્વારા પોતે એક મેમો તૈયાર કરવામાં આવ્યો છે. આ મેમોમાં કહેવામાં આવ્યું છે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ જેમ જેમ વધી રહ્યો છે તેમસુપર ઇન્ટેલિજન્સ માટેની સંભાવના વધી રહી છે. માર્ક ઝકરબર્ગે કહ્યું, ‘મારું માનવું છે કે મનુષ્ય માટે એક નવા યુગની શરુઆત થઈ ગઈ છે.’
માર્ક ઝકરબર્ગનો પ્લાન શું છે?
માર્ક ઝકરબર્ગ દ્વારા મેટા કંપનીમાં એક મેટાસુપર ઇન્ટેલિજન્સ લેબ્સ તૈયાર કરવામાં આવી છે. આ લેબનું કામ અત્યારે જેટલા પણ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ મોડલ છે એના નવા વર્ઝન તૈયાર કરવાનું છે. આ ટીમને એલેક્ઝાન્ડર વેન્ગ નેતૃત્વ કરશે. તેઓ ચીફ AI ઑફિસર તરીકે આ ટીમમાં જોડાયા છે. હવે તેમનો સાથ નેટ ફ્રાઇડમેન પણ આપશે. તેઓ પણ હાલમાં જ આ કંપની સાથે જોડાયા છે. નેટ ફ્રાઇડમેન AI પ્રોડક્ટ અને એપ્લાઇડ રિસર્ચ પર કામ કરશે. આ સાથે જ દુનિયાભરની મોટી મોટી કંપનીઓના કર્મચારીઓ પણ એમાં જોડાશે. આ તમામને ભેગા કરીને મેટા AIને સુપરઇન્ટેલિજન્ટ બનાવવાનો પ્લાન છે. એથી જ એનેસુપર ઇન્ટેલિજન્સ લેબ્સ નામ આપવામાં આવ્યું છે.
AI ખૂબ જ ઝડપથી આગળ વધી રહ્યું છે અને એથી દરેક ક્ષેત્રમાં મેટા આગળ હોય એવો માર્ક ઝકરબર્ગનો પ્લાન છે. આથી આ ટીમ હવે AIના નવા જનરેશનના મોડલ પર કામ કરશે. માર્ક ઝકરબર્ગ તેમના સ્માર્ટ ગ્લાસ અને અન્ય વિયરેબલ પ્રોડક્ટને પણ સુપરઇન્ટેલિજન્ટ બનાવવા માગે છે. સ્માર્ટ ગ્લાસમાં હાલમાં મેટા સૌથી આગળ છે. આ સ્થાન તે ટકાવી શકે અને દરેક પ્રોડક્ટને સુપરઇન્ટેલિજન્ટ બનાવી શકે એ માર્ક ઝકરબર્ગનો પ્લાન છે.
આ પણ વાંચો: સેમસંગ ટ્રી-ફોલ્ડને કેમ લોન્ચ નથી કરી રહી?, જાણો કંપની શું વિચારી રહી છે...
શું છેસુપર ઇન્ટેલિજન્સ?
સરળ ભાષામાં કહેવામાં આવે તોસુપર ઇન્ટેલિજન્સ એટલે આર્ટિફિશિયલ જનરલ ઇન્ટેલિજન્સ. આર્ટિફિશિયલ જનરલ ઇન્ટેલિજન્સમાં AI મનુષ્યની જેમ વિચાર કરે છે અને વર્તન કરે છે. તે એક ચેટબોટ નહીં, પરંતુ એકદમ મનુષ્યની જેમ જ જવાબ આપશે અને ઇમોશનલ પણ હશે. આ AI તેના એક્સપિરિયન્સથી શીખે છે અને એ મુજબ જ જવાબ આપે છે. ફિલ્મોમાં અત્યાર સુધી જે પ્રકારના AI દેખાડવામાં આવ્યા છે એ જ પ્રકારના AI તૈયાર કરવાની કોશિશ કરવામાં આવી રહી છે. AIનો ઉપયોગ ઘણી ફિલ્મો અને વેબ સીરિઝમાં થાય છે. Marvelની અત્યારે આવી રહેલી વેબ સીરિઝ ‘આર્યન હાર્ટ’માં પણ આવું જ AI દેખાડવામાં આવ્યું છે.
આર્યન મેનનું જાર્વિસ પણ એક AI છે. એને ડિસ્પ્લે અથવા તો કોઈ ડિવાઇસની જરૂર નથી. તે વ્યક્તિની સાથે એક સાથી તરીકે દરેક વસ્તુમાં હોય છે. આથી માર્ક ઝકરબર્ગ એવા AIને બનાવવાની કોશિશ કરી રહ્યો છે જે સુપર ઇન્ટેલિજન્સ હોય.