Get The App

ગગનયાન મિશનમાં જનાર ઇસરોના વ્યોમમિત્ર રોબોટની ખાસિયત શું છે? એ વિશે જુઓ…

Updated: Oct 9th, 2025

GS TEAM

Google News
Google News
ગગનયાન મિશનમાં જનાર ઇસરોના વ્યોમમિત્ર રોબોટની ખાસિયત શું છે? એ વિશે જુઓ… 1 - image

What Is Vyommitra?: ઇસરો હવે તેના પહેલા માનવરહિત ગગનયાન મિશન G1ની તૈયારી કરી રહ્યું છે. આ મિશન ડિસેમ્બરમાં કરવાનું પ્લાનિંગ છે. એમાં વ્યોમમિત્રને મોકલવામાં આવશે. આ એક આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સથી ચાલતો અડધો-હ્યુમન રોબોટ છે. 2027માં ઇસરો દ્વારા અંતરિક્ષયાત્રીને સ્પેસમાં મોકલવાનું પ્લાનિંગ છે. આથી એ પહેલાં રોબોટને મોકલીને ચેક કરવામં આવી રહ્યું છે. મનુષ્ય અંતરિક્ષમાં જાય એ પહેલાં ત્યા લાઇફ સપોર્ટ અને સેફ્ટી સિસ્ટમને વ્યોમમિત્ર દ્વારા ચેક કરવામાં આવશે.

અંગ્રેજી અને હિન્દીવા વાત કરશે વ્યોમમિત્ર

ઇસરોના વિક્રમ સારાભાઈ સ્પેસ સેન્ટરમાં વ્યોમમિત્રને બનાવવામાં આવ્યો છે. વ્યોમમિત્રની ઉપરની બોડી મનુષ્ય જેવી છે. તે સ્પેસક્રાફ્ટમાં ટેમ્પરેચર અને ઓક્સિજન વગેરે જેવી કન્ટ્રોલ પેન્લન ઓપરેટ કરી શકશે અને મોનિટર પણ કરશે. આ રોબોટને એલ્યુમિયમ એલોયથી બનાવવામાં આવ્યું છે જેથી લોન્ચ સમયે જે સ્ટ્રેસ આવે છે એને તે હેન્ડલ કરી શકે. આ રોબોટ મિશન કન્ટ્રોલ સાથે હિન્દી અને અંગ્રેજીમાં વાત કરી શકશે.

માઇક્રોગ્રેવિટીન મનુષ્ય પર શું અસર થાય છે એ ચેક કરશે વ્યોમમિત્ર

વ્યોમમિત્રને મનુષ્ય જેવું બનાવવામાં આવ્યું છે. એથી માઇક્રોગ્રેવિટમાં મનુષ્ય પર શું અસર થશે એને વ્યોમમિત્ર ચેક કરશે અને એ માટેના ડેટા પણ કલેક્ટ કરશે. કોઈને પણ રિસ્ક પર મુક્યા વગર સ્પેસક્રાફ્ટ કેવી રીતે કામ કરશે એના પર તે ધ્યાન આપશે. તે મનુષ્યને પણ ઓળખી શકશે. તેમ જ સવાલના જવાબ પણ આપશે. કેબિનમાં કેવી પરિસ્થિતિ છે એનું રિયલ-ટાઇમ અપડેટ પણ આ રોબોટ આપશે. પ્રાણી કરતાં વ્યોમમિત્ર એટલે કે રોબોટનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે કારણ કે એના દ્વારા ઇસરોને ત્યાંની પરિસ્થિતિ વિશે વધુ માહીત મળશે. પ્રાણી ડેટા કલેક્ટ નથી કરી શકતા, પરંતુ રોબોટ કરી શકે છે.

આ પણ વાંચો: ભારતમાં UPI, તો અમેરિકામાં કઈ ડિજિટલ પેમેન્ટ સિસ્ટમ છે? જાણો આ વિશે...

ક્રૂ વગરના ત્રણ મિશન કરવામાં આવશે ગગનયાનમાં

ગગનયાન મિશનમાં ટોટલ ત્રણ મિશન મનુષ્ય વગર કરવામાં આવશે. એમાંથી G1 પહેલું છે. આ તમામ મિશન બાદ મનુષ્યને અંતરિક્ષમાં મોકલવામાં આવશે. જો તમામ મિશન સફળ રહ્યાં તો ઇન્ડિયા દ્વારા કેટલાક દેશને તેમની સાથે અંતરિક્ષમાં જવા માટે પણ પસંદ કરવામાં આવી શકે છે. ભારત માટે આ મિશન ખૂબ જ મહત્ત્વનું છે. એના દ્વારા ઇન્ડિયન સાયન્સ અને એક્સપ્લોરેશનમાં ભારત ખૂબ મોટી સિદ્ધિ હાંસલ કરી શકે છે.