Get The App

ભારતમાં થઈ રહેલું લાલ ચંદ્રગ્રહણ શું છે?, જાણો એ પાછળનું વિજ્ઞાન અને એ વિશે સંપૂર્ણ માહિતી...

Updated: Aug 28th, 2025

GS TEAM

Google News
Google News
ભારતમાં થઈ રહેલું લાલ ચંદ્રગ્રહણ શું છે?, જાણો એ પાછળનું વિજ્ઞાન અને એ વિશે સંપૂર્ણ માહિતી... 1 - image
AI Image

Science Behind Red Moon Eclipse: ભારતમાં સાત સપ્ટેમ્બરની રાતે ચંદ્રગ્રહણ શરુ થશે અને તે આઠ સપ્ટેમ્બર સુધી ચાલશે. આ ગ્રહણમાં ચંદ્ર લાલ કલરનો જોવા મળશે એથી એને લાલ ચંદ્રગ્રહણ તરીકે પણ ઓળખવામાં આવી રહ્યું છે. આ એક આકાશમાં થતી ઘટના છે અને એને જોવાનો નજારો ખૂબ જ અદ્ભુત હશે. આ ભારતનું બીજું અને આ વર્ષનું છેલ્લું ચંદ્રગ્રહણ છે. આ ગ્રહણની ખાસિયત એ છે કે એમાં ચંદ્ર એકદમ અલગ રંગનો જોવા મળશે અને એ પણ કોઈ પણ સાધન વગર એટલે કે નરી આંખે જોઈ શકાશે.

સંપૂર્ણ ચંદ્રગ્રહણ શું છે?

સંપૂર્ણ ચંદ્રગ્રહણ ત્યારે થાય છે જ્યારે પૃથ્વી સંપૂર્ણ રીતે ચંદ્ર અને સૂર્યની વચ્ચે આવે છે. એના કારણે ચંદ્ર પર અંધારો પડછાયો પડે છે એને ઉંબ્રા પણ કહેવામાં આવે છે. સૂર્યગ્રહણને જોવા માટે આંખને નુકસાન ન થાય એ માટે પ્રોટેક્શનની જરૂર પડે છે, પરંતુ ચંદ્રગ્રહણમાં એવી કોઈ જરૂર નથી પડતી. સૂર્ય, પૃથ્વી અને ચંદ્ર જ્યારે એક રેખામાં આવતાં હોય ત્યારે ચંદ્ર અંધકારમાં નથી જતી રહેતો, પરંતુ રેલે સ્કેટરિંગ તરીકે ઓળખાતી ઘટનાને કારણે તે લાલ, કોપર અથવા તો ઓરેંજ કલરમાં ચમકતો જોવા મળે છે.

રેલે સ્કેટરિંગ શું છે અને ચંદ્ર કેમ લાલ રંગનો દેખાય છે?

સૂર્ય અને ચંદ્રની વચ્ચે જ્યારે પૃથ્વી આવે છે ત્યારે ચંદ્રગ્રહણ થાય છે. આથી સ્વાભાવિક છે કે સૂર્યનો પ્રકાશ સંપૂર્ણપણે પૃથ્વી પર પડે. સૂર્યનો પ્રકાશ જ્યારે પૃથ્વી પર પડે છે ત્યારે તે પૃથ્વીના વાયુમંડળમાંથી પસાર થાય છે. આ પ્રકાશ હવામાં રહેલા નાના કણો સાથે અથડાય છે. આ અથડામણમાં પ્રકાશ બે ભાગમાં વહેંચાય છે. નાની તરંગવાળો પ્રકાશ જે વાદળી અથવા તો જાંબલી રંગનો હોય એ પૃથ્વી પર રહે છે અને એને કારણે વાદળનો કલર એ દેખાય છે. મોટી તરંગવાળો પ્રકાશ લાલ અને ઓરેંજ હોય છે. આ પ્રકાશ ઓછો હોય છે, પરંતુ એ દૂર સુધી જાય છે. આ લાલ અથવા તો ઓરેંજ કલર ચંદ્ર પર પડવાથી ચંદ્રનો કલર એ રંગનો દેખાય છે. આ પ્રોસેસને રેલે સ્કેટરિંગ કહેવાય છે અને આ કારણસર ચંદ્રનો કલર બદલાતો જોવા મળે છે. સૂર્યાસ્ત અને સૂર્યોદય સમયે આકાશનો કલર જે બદલાતો હોય છે એ આજ પ્રોસેસને કારણે બદલાય છે.

ભારતમાં થઈ રહેલું લાલ ચંદ્રગ્રહણ શું છે?, જાણો એ પાછળનું વિજ્ઞાન અને એ વિશે સંપૂર્ણ માહિતી... 2 - image
AI Image

ગ્રહણ ભારતમાં ક્યારે જોવા મળશે?

પડછાયાની શરુઆતનો સમય: સાત સપ્ટેમ્બરે રાતે 8:58

અર્ધ ગ્રહણ શરુ થવાનો સમય: સાત સપ્ટેમ્બરે રાતે 9:58

સંપૂર્ણ ગ્રહણ શરુ થવાનો સમય: સાત સપ્ટેમ્બરે રાતે 11:00

મહત્તમ અંશે ગ્રહણ હોવાનો સમય: સાત સપ્ટેમ્બરે રાતે 11:41

સંપૂર્ણ ગ્રહણનો અંત: આઠ સપ્ટેમ્બર મધરાતે 12:22

પડછાયાનો અંત: આઠ સપ્ટેમ્બર મધરાતે 2:25

ચંદ્રગ્રહણની શરુઆતથી લઈને અંત સુધીનો સમય અંદાજે 82 મિનિટનો છે. છેલ્લા થોડા વર્ષમાં આ સૌથી લાંબું ગ્રહણમાંનું એક છે.

આ ગ્રહણ ક્યાં ક્યાં જોવા મળશે?

આ ગ્રહણ ભારતભરમાં જોવા મળશે જેમાં દિલ્હી, મુંબઈ, કલકત્તા, ચેન્નઈ અને અમદાવાદ જેવા મેટ્રોનો પણ સમાવેશ થાય છે. જોકે આ ગ્રહણ જોવા મળશે કે નહીં એનો આધાર હવામાન પર છે. પોલ્યુશનને કારણે પણ આ ગ્રહણ જોવા ન મળે એવું બની શકે. તેમ જ વાદળ પણ મહત્ત્વની ભૂમિકા ભજવી શકે છે. ગામડાંઓ અને હિલ સ્ટેશન પરથી આ ગ્રહણ ખૂબ જ સાફ જોવા મળે એવા ચાન્સ છે.

આ પણ વાંચો: ટ્રોલ થયા બાદ ગૂગલનો જવાબ: તમારો ફોન, તમારી સ્ટાઇલ; લોન્ચ કર્યું નવું ‘કોલિંગ કાર્ડ’ ફીચર

ગ્રહણ જોવા માટે ધ્યાનમાં રાખવાની બાબત

આ ગ્રહણ જોવા માટે કોઈ પ્રોટેક્શન ગિયરનો ઉપયોગ કરવાની જરૂર નથી. એને નરી આંખે જોઈ શકાય છે. જોકે વધુ સારું અને અદ્ભુત નજારો માટે દૂરબીન અથવા તો ટેલિસ્કોપનો ઉપયોગ કરી શકાય છે. ફોટોગ્રાફીના શોખીન માટે ખાસ વાત કે તેમણે ટ્રાયપોડનો ઉપયોગ કરવો અને લોંગ એક્સપોઝર સેટિંગ્સ રાખવી જેનાથી લાલ કલર વધુ સારી રીતે કેપ્ચર કરી શકાય. આ ગ્રહણ જોવા માટેનો શ્રેષ્ઠ સમય 11 વાગ્યાથી લઈને 12:22 સુધીનો છે. આ બ્લડ મૂન ઇફેક્ટનો સમય છે એમાં ચંદ્ર લાલ જોવા મળશે.

Tags :