વાઇ-ફાઇ સર્વિસ માટે 5G સ્પેક્ટ્રમનો ઉપયોગ કરવાની જિયોની તૈયારી, પરવાનગી મળી તો ઇન્ટરનેટની સ્પીડ વધી જશે
Jio Will Use 5G For WiFi Servises: રિસાયન્સ જિયો દ્વારા ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન પાસે 5G સ્પેક્ટ્રમનો ઉપયોગ વાઇ-ફાઇ સર્વિસ માટે ઉપયોગ કરવા માટેની પરવાનગી માગવામાં આવી છે. જુલાઈ 2020 સ્પેક્ટ્રમ ઓક્શન માટેની નોટિસ ઇનવાઈટ એપ્લિકેશનના 2.3 કલમ હેઠળ આ વિનંતી કરવામાં આવી છે. મોબાઇલ ટેક્નોલોજી માટે આપવામાં આવેલા 5G સ્પેક્ટ્રમનો ઉપયોગ અન્ય સર્વિસ માટે કરવામાં આવે તો એ માટે પહેલેથી પરવાનગી લેવી જરૂરી છે આ નિયમ છે. આથી જિયો દ્વારા પરવાનગી માંગવામાં આવી છે. જો આ સર્વિસ માટે પરવાનગી મળી ગઈ તો લોકોની ઇન્ટરનેટ સ્પીડ વધુ ઝડપી થઈ જશે.
વિનંતી પર ચાલી રહી છે ચર્ચા વિચારણા
અડાણી ગ્રુપ દ્વારા હાલમાં જ 400MHz ફ્રીકવન્સીને ભારતી એરટેલને વેચી દેવામાં આવી છે. અડાણી ગ્રુપ કહેવામાં આવ્યું છે કે તેમને આ ફ્રીકન્સી કમર્શિયલ ઉપયોગમાં આવી શકે એમ નથી. આ તમામની વચ્ચે હવે ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન દ્વારા કહેવામાં આવ્યું છે કે જિયો દ્વારા વિનંતી કરવામાં આવી છે. 5G સ્પેક્ટ્રમનો ઉપયોગ વાઇ-ફાઇ સર્વિસ માટે કરવામાં આવેલી વિનંતી વિશે હજી ચર્ચા-વિચારણા ચાલી રહી છે.
જિયોનું હાઇબ્રિડ મોડલ
ટેલિકોમ ઓપરેટર્સ મોટાભાગે 5G બેન્ડનો ઉપયોગ વાઇ-ફાઇ આધારિત બ્રોડબેન્ડ સર્વિસ માટે કરે છે. 3300Mhz અને 26GHz બેન્ડનો ઉપયોગ અરબન એરિયામાં 5G મોબાઇલની અલ્ટ્રા-હાઇ-સ્પીડ કેપેસિટી માટે કરવામાં આવે છે. જોકે જિયો હવે હાઇબ્રિડ મોડલનો ઉપયોગ કરી શકે છે. તેઓ 5Gના વાઇડ કવરેજ અને 26GHz બન્ને ફ્રીક્વન્સીને એક કરીને સર્વિસ પૂરી પાડવા પર ફોકસ કરી રહ્યાં છે. આ દ્વારા જિયો મોબાઇલ નેટવર્કનો ઉપયોગ કર્યા વગર લોકોને હાઇ-સ્પીડ બ્રોડબેન્ડ સર્વિસ પૂરી પાડી શકે છે.
5G સ્પેક્ટ્રમનું ઇનવેસ્ટમેન્ટ
2022માં સ્પેક્ટ્રમની જે હરાજી કરવામાં આવી હતી ત્યારે જિયો અને એરટેલ દ્વારા ખૂબ જ મોટા પાયા પર સર્વિસ ખરીદવામાં આવી હતી. જિયો દ્વારા 88078 કરોડ રૂપિયા 24740 MHz સ્પેક્ટ્રમ માટે ચૂકવવામાં આવ્યા હતા. એમાંથી 33740 કરોડ રૂપિયા 3300MHz બેન્ડમાં 2200MHz માટે અને 6990 કરોડ રૂપિયા 26GHz બેન્ડમાં 22000MHz માટે ચૂકવવામાં આવ્યા હતા.
એરટેલ દ્વારા 5Gના 19867.8MHz સ્પેક્ટ્રમ માટે 43084 કરોડ રૂપિયા ચૂકવવામાં આવ્યાં છે. 3300MHz બેન્ડમાં 2200MHz સ્પેક્ટ્રમ માટે 31700 કરોડ રૂપિયા અને 26 GHz બેન્ડમાં 17600MHz સ્પેક્ટ્રમ માટે 5592 કરોડ રૂપિયા ચૂકવવામાં આવ્યાં છે.
સેલ્યુલર અસોસિએશન માટે ચિંતાનો વિષય
ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન દ્વારા 26 GHz બેન્ડનો ઉપયોગ વાઇ-ફાઇ સર્વિસ માટે ઉપયોગ કરવા માટે પરવાનગી આપી દેવામાં આવે તો આ માટે સેલ્યુલર ઓપરેટર્સ અસોસિએશન ઓફ ઇન્ડિયા માટે એ ચિંતાનો વિષય છે. જિયો બાદ એરટેલ પણ આ વિશે પરવાનગી માગી શકે છે કારણ કે તેની પણ પોતાની વાઇ-ફાઇ સર્વિસ છે. દુનિયાભરમાં 5G બેન્ડને વિપુલ પ્રમાણમાં રિઝર્વ રાખવામાં આવ્યો છે. હજી સુધી દરેક મોબાઇલ 5G નથી અને આ માટે સાધનો પણ ઓછા છે.