| AI Image |
ISRO First Mission in 2026: ISRO દ્વારા બારમી જાન્યુઆરીએ અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઇટને લોન્ચ કરવામાં આવી રહી છે. ભારત દ્વારા 2026નું આ પહેલું મિશન છે જેમાં PSLV-C62નો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આ મિશનનો પ્રાઇમરી પેલોડ EOS-N1 એટલે કે અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઇટ છે. આ સેટેલાઇટને થાઇલેન્ડ અને યુનાઇટેડ કિંગડમ દ્વારા બનાવવામાં આવી છે. આ મિશનમાં એની સાથે અન્ય 14 કો-પેસેન્જર સેટેલાઇટ્સને પણ લોન્ચ કરવામાં આવશે. ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ કસ્ટમરની આ સેટેલાઇટ્સને ISRO દ્વારા લોન્ચ કરવામાં આવી રહી છે.
શું છે લોન્ચ ટાઇમ?
સેટેલાઇટ લોન્ચ માટેનું કાઉન્ટડાઉન 11મી જુલાઈએ શરૂ થશે. PSLV રોકેટની આ 64મી ફ્લાઇટ છે. પ્રાઇમરી પેલોડ અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઇટને સન-સિન્ક્રોનસ ઓર્બિટમાં લોન્ચ કરવામાં આવશે. સેટેલાઇટ લોન્ચ થયાની 17 મિનિટની અંદર એને ઓર્બિટમાં મૂકી દેવામાં આવશે. આ રોકેટનું ચોથા સ્ટેજનું સેપરેશન અને સ્પેનિશ સ્ટાર્ટઅપની કેસ્ટ્રેલ ઇનિશિયલ ટેકનોલોજી ડેમોનસ્ટ્રેટર કેપ્સ્યુલનું ડેમોનસ્ટ્રેશન લોન્ચ થયાના બે કલાક બાદ કરવામાં આવશે.
આ પણ વાંચો: માઇક્રોસોફ્ટ કોપાઇલટ સાથે સેટ કરીને ખરીદી શકાશે પ્રોડક્ટ, જાણો કેવી રીતે…
કેપ્સ્યુલની રી-એન્ટ્રી અને સ્પ્લેશડાઉન
ISROના વિજ્ઞાનીઓ કેસ્ટ્રેલ ઇનિશિયલ ટેકનોલોજી ડેમોનસ્ટ્રેટર કેપ્સ્યુલનું ડેમોનસ્ટ્રેશન કરવા અને પૃથ્વી પર એની ફરી એન્ટ્રી માટે રોકેટના ચોથા સ્ટેજની શરૂઆત કરશે. આ કેપ્સ્યુલની સાઉથ પેસિફિક ઓશનમાં સ્પ્લેશડાઉન કરવામાં આવશે. PSLV રોકેટ અત્યાર સુધી 63 ફ્લાઇટ કરી ચૂક્યું છે, જેમાં ચંદ્રયાન-1, માર્સ ઓર્બિટ મિશન અને આદિત્ય-L1 જેવા ઘણાં મહત્ત્વના મિશનનો પણ સમાવેશ થાય છે.


