ભારત પર 50 ટકા ટેરિફ બાદ મોંઘા થઈ જશે iPhone? જાણો શું છે એપલની તૈયારી
(IMAGE - IANS) |
iPhone Price may be hike after Trump doubles Tariff: અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ટેરિફ 25%થી વધારીને 50% કરવાની જાહેરાત કરવામાં આવી છે, જે 21 દિવસ પછી લાગુ થશે. જોકે, આજથી 25%નો નિયમ જ લાગુ રહેશે. આ ટેરિફ વધારાથી એક વાત તો સ્પષ્ટ છે કે ટેરિફની અસર ભારતથી અમેરિકામાં નિકાસ થતા સામાન પર પડશે. હવે સવાલ એ થાય છે કે ટ્રમ્પના આ નિર્ણયને કારણે iPhoneની કિંમતમાં કેટલો વધારો થઈ શકે છે? આ વિશે વિગતવાર જાણીએ.
અમેરિકા આયાત કરશે તો લાગશે ટેક્સ
ભારતમાં બની રહેલા iPhoneને જ્યારે અમેરિકા આયાત કરશે, ત્યારે તેની કિંમત ત્યાં વધી શકે છે. જોકે, Appleની પ્રોડક્ટ્સ પર તેની કોઈ મોટી અસર પડશે નહીં, કારણ કે કંપનીએ તેના માટે પહેલેથી જ તૈયારી કરી લીધી છે.
વ્હાઇટ હાઉસના અધિકારીના જણાવ્યા અનુસાર, Appleની મેઇન પ્રોડક્ટ્સ જેવા કે iPhone, iPad, અને MacBook વગેરે જેવા મેઇન પ્રોડક્ટ્સને આ વધેલા ટેરિફમાંથી છૂટ આપવામાં આવશે.
ટ્રમ્પ સાથે Appleના CEO ટિમ કૂકની મુલાકાત
જ્યારે ટેરિફ સંબંધિત સમાચાર સામે આવ્યા, ત્યારે Appleના CEO ટિમ કૂક બુધવારે વ્હાઇટ હાઉસમાં જોવા મળ્યા હતા. કૂકે બપોરે ડોનાલ્ડ ટ્રમ્પ સાથે મુલાકાત કરી અને અમેરિકામાં Appleના મેન્યુફેક્ચરિંગમાં રોકાણ $100 બિલિયન સુધી વધારવાની જાહેરાત કરી.
Appleના ડિવાઇસ માટે વિશેષ ટેરિફ
રિપોર્ટ્સ અનુસાર, Appleના ડિવાઇસને એક ખાસ ટેરિફ ફ્રેમવર્ક હેઠળ લાવવામાં આવી શકે છે, જેની જાહેરાત પણ જલ્દી કરવામાં આવી શકે છે. તેનો સીધો અર્થ એ છે કે હાલમાં iPhone ટ્રમ્પના વધેલા ટેક્સના દાયરામાં આવતા નથી.