Get The App

આઇફોન અને ગૂગલ પિક્સલ યુઝર્સ ચેતી જજો, ઈ-સિમથી થઈ રહ્યાં છે બેન્ક એકાઉન્ટ ખાલી...

Updated: Sep 3rd, 2025

GS TEAM

Google News
Google News
આઇફોન અને ગૂગલ પિક્સલ યુઝર્સ ચેતી જજો, ઈ-સિમથી થઈ રહ્યાં છે બેન્ક એકાઉન્ટ ખાલી... 1 - image


eSIM Scam: ભારતના મોબાઇલ યુઝર્સ હવે એક નવા પ્રકારનો સામનો કરી રહ્યાં છે. તેમની ઈ-સિમ ટેક્નોલોજીને ટાર્ગેટ કરવામાં આવી રહી છે. ધ ઇન્ડિયન સાઇબરક્રાઇમ કોર્ડિનેશન સેન્ટર (I4C) દ્વારા આ વિશે લોકોને ચેતવવામાં આવી રહ્યાં છે. આ ડિપાર્ટમેન્ટ હોમ અફેર્સની અંડર કામ કરે છે. I4C દ્વારા દેશના તમામ નાગરિકોને આ સ્કેમથી ચેતવીને રહેવા કહ્યું છે કારણ કે એવા ઘણાં કેસ આવ્યા છે જેમાં એટીએમ કાર્ડ અને યુપીઆઇના એક્સેસ વગર પણ યુઝર્સના બેન્ક એકાઉન્ટ ખાલી કરી નાખવામાં આવ્યાં છે. એક તરફ એપલ આઇફોન 17 સિરીઝ દ્વારા દરેક મોડલ ઈ-સિમ બનાવવા તરફ પ્રયાણ કરી રહી છે ત્યારે બીજી તરફ એ જ ટેક્નોલોજીને લઈને સ્કેમ પણ થઈ રહ્યાં છે.

કેવી રીતે કામ કરે છે આ સ્કેમ?

છેતરપિંડી કરનાર ટેલિકોમ કંપનીમાંથી કોલ કરી રહ્યો હોવાનું કહીને જે તે યુઝરને ફોન કરે છે. તે યુઝરને ઈ-સિમ એક્ટિવેશન માટે ખોટી લિંક મોકલે છે. આ લિંક તે મેસેજ અથવા તો ઇમેલ દ્વારા મોકલે છે. એક વાર એના પર ક્લિક કર્યા બાદ યુઝરનો ઈ-સિમ હેક થઈ જાય છે. આથી યુઝરનો ફિઝિકલ સિમ ડિએક્ટિવેટ થઈ જાય છે. એ નંબર ડિએક્ટિવેટ થતાં છેતરપિંડી કરનારના મોબાઇલમાં ઈ-સિમ શરૂ થઈ જાય છે. ઓટીપી મેસેજ અને દરેક ફોન હવે એ છેતરપિંડી કરનાર વ્યક્તિ પર આવે છે. એમાં બેન્ક ઓટીપીનો પણ સમાવેશ થાય છે. એના દ્વારા તે કોઈ પણ ટ્રાન્ઝેક્શન ઓટીપીની મદદથી કરી શકે છે. એક કેસ એવો હતો જેમાં એક મિનિટની અંદર ચાર લાખ રૂપિયા બેન્કમાંથી ખાલી કરી નાખવામાં આવ્યા હતા.

કેમ ઈ-સિમને હેક કરવું સરળ છે?

ફિઝિકલ સિમને બદલવા માટે વ્યક્તિએ યુઝરના પાસે આવવું પડે છે. જોકે ઈ-સિમમાં ફક્ત વાતચીતથી એ બદલી શકાય છે. એના માટે કોઈ પણ વ્યક્તિની હાજરી જરૂરી નથી. યુઝર માટે આ સરળ છે, પરંતુ એ છેતરપિંડી કરનાર માટે એટલું જ ફાયદાકારક પણ છે.

I4Cની સેફ્ટી માટેની ચેતવણી

આ માટે યુઝરે હંમેશાં સતત જાગરૂક રહેવું પડશે. કોઈ પણ અજાણ્યા ફોન અને લિંક પર ક્લિક કરવું નહીં. ઈ-સિમ એક્ટિવેશન માટેની કોઈ પણ મેસેજ અથવા ઇમેલથી દૂર રહેવું. ઈ-સિમ એક્ટિવેટ કરવું હોય તો પોતે કરવું અને એ પણ ઓફિશિયલ એપ્લિકેશન અથવા તો રજિસ્ટર્ડ સર્વિસ સેન્ટર પર જઈને કરવું. કોઈ અન્ય વ્યક્તિની મદદ લેવી નહીં. યુઝરના મોબાઇલમાં નેટવર્ક એકદમ જતી રહે કે તરત જ નેટવર્ક ઓપરેટરનો સંપર્ક કરવો અને નંબર બંધ કરવો. જોકે હવે ઘણાં ઓપરેટર એક દિવસ સુધી નંબર એક્ટિવેટ કર્યા હોય તો કોઈ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરીને મેસેજ સેન્ડ નથી કરવા દેતા. એટલે કે છેતરપિંડી કરનાર 24 કલાક સુધી મોબાઇલ પરથી ટેક્સ્ટ મેસેજ નથી કરી શકતો. એટલે બેન્ક અને ગૂગલ પે જેવી એપ્લિકેશન એક્ટિવેટ નથી કરી શકાતી. જોકે ઓટીપી જરૂર આવે છે એથી બેન્ક એકાઉન્ટ ખાલી થવાના ચાન્સ ખૂબ જ વધી જાય છે.

આ પણ વાંચો: આઇફોન 17 સિરીઝમાંથી ફિઝિકલ સીમ કાઢી રહી છે એપલ: મોટાભાગના દેશોમાં ઈ-સિમ જોવા મળશે…

કોના પર સૌથી વધુ રિસ્ક છે?

આઇફોન અને ગૂગલ પિક્સલ યુઝર સૌથી વધુ ખતરામાં છે. ટૂંકમાં જે મોબાઇલમાં ઈ-સિમ સપોર્ટ હોય એ સૌથી વધુ ખતરામાં છે. જોકે બેન્ક સાથે મોબાઇલ નંબર એક્ટિવેટ હોય એ તમામ મોબાઇલ નંબર આ સ્કેમનો શિકાર થઈ શકે છે. જોકે તેઓ ઈ-સિમ સપોર્ટ મોબાઇલ જેટલાં રિસ્કમાં નથી.

Tags :