Get The App

શા માટે શનિ ગ્રહ પર શક્ય નથી જીવન? જાણો તેના રહસ્ય વિશે

Updated: Feb 4th, 2020

GS TEAM

Google News
Google News
શા માટે શનિ ગ્રહ પર શક્ય નથી જીવન? જાણો તેના રહસ્ય વિશે 1 - image

નવી દિલ્હી, 4 ફેબ્રુઆરી 2020, મંગળવાર

શનિ ગ્રહ વિશે તો આપણે સૌ નાનપણથી સાંભળીએ છીએ અને તેની પનોતીથી બચવાના ઉપાયો પણ કરતા આવ્યા છીએ. પરંતુ વાત જો શનિ ગ્રહ પર માણસના પહોંચવાની આવે તો આ રહસ્ય પરથી આજ સુધી પડદો ઊઠી શક્યો નથી.

શા માટે શનિ ગ્રહ પર શક્ય નથી જીવન? જાણો તેના રહસ્ય વિશે 2 - imageશનિ ગ્રહની આસપાસ એક રિંગ બનેલી છે જેના કારણે તે સૌર મંડળનો સૌથી આકર્ષક ગ્રહ છે. શનિ પૃથ્વી કરતાં નવગણો મોટો ગ્રહ છે. તેને ગેસનો દાનવ પણ કહેવાય છે. આજે તમને આ ગ્રહ વિશેની કેટલીક રહસ્યમયી જાણકારી જાણવા મળશે.

1. શનિ ગ્રહ પર 1800 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી હવા ચાલે છે. પૃથ્વી પર ચાલતી હવા કરતાં તે પાંચ ગણી વધારે છે. તેથી અહીં માણસનું રહેવું લગભગ અશક્ય છે.
2. શનિ ગ્રહનું સરેરાશ તાપમાન 178 ડિગ્રી સેલ્સિયસ જેટલું રહે છે.
3. શનિને નરી આંખ જોઈ શકાય તેવો ગ્રહ છે. તે સૌર મંડળની પાંચમી સૌથી વધારે ચમકતી વસ્તુ છે.
4. શનિનું વાયુમંડળ લગભગ 96 ટકા હાઈડ્રોજન અને ચાર ટકા હીલિયમથી બનેલું છે. જેમાં અમોનિયા, એસિટિલીન, ઈથેન અને મીથેનનો સમાવેશ થાય છે.
5. શનિને સૂર્યની ચારે તરફ એકવાર ફરતાં 29.4 પૃથ્વી પર્વ લાગે છે. અહીં દિવસ નાના હોય છે અને પૃથ્વીની સરખામણીમાં વર્ષ લાંબુ હોય છે.
6. શનિનું ચુંબકીય ક્ષેત્ર શક્તિશાળી છે. તેનું આ ક્ષેત્ર પૃથ્વીની સરખામણીમાં 578 ગણા વધુ શક્તિશાળી છે.
7. આ ગ્રહ પર ઋતુ શનિ ગ્રહ સ્વયં ઉત્તન્ન કરે છે. તે ગરમીમાં પરિવર્તીત થાય છે. આ વાતાવરણ સૂર્ય પર નિર્ભર નથી.
8. અત્યાર સુધીમાં 4 અંતિક્ષ યાન શનિ સુધી પહોંચ્યા છે. જેમાંથી છેલ્લે કૈસિનીએ જુલાઈ 2004માં શનિની કક્ષામાં પ્રવેશ કર્યો હતો.
9. શનિ ગ્રહનો આંતરિક ભાગ ખૂબ જ ગરમ છે. તેનું તાપમાન 11,700 ડિગ્રી સેલ્સિયસ સુધીના સ્તર સુધી પહોંચી જાય છે.

શા માટે શનિ ગ્રહ પર શક્ય નથી જીવન? જાણો તેના રહસ્ય વિશે 3 - image


Tags :