Get The App

રીલ્સ ફીડને હવે યુઝર્સ કસ્ટમાઇઝ કરી શકશે, જાણો કેવી રીતે…

Updated: Oct 30th, 2025

GS TEAM

Google News
Google News
રીલ્સ ફીડને હવે યુઝર્સ કસ્ટમાઇઝ કરી શકશે, જાણો કેવી રીતે… 1 - image


Instagram New Feature: ઇન્સ્ટાગ્રામ દ્વારા હાલમાં એક નવા ફીચરને ટેસ્ટ કરવામાં આવી રહ્યું છે. આ ફીચરની મદદથી યુઝર્સ હવે તેમના રીલ્સ ફીડને કસ્ટમાઇઝ કરી શકશે. એની મદદથી યુઝર્સ પોતાની ઇચ્છા અનુસારના રીલ્સ વધુ જોઈ શકશે. આ ફીચરને ઇન્સ્ટાગ્રામના હેડ એડમ મોસેરી દ્વારા થ્રેડ્સ પર આ વિશે માહિતી શેર કરવામાં આવી હતી. તેમણે આ ફીચરના સ્ક્રીનશોટ પણ શેર કર્યા હતા અને જણાવ્યું હતું કે એનો ઉપયોગ કેવી રીતે કરવામાં આવશે. આ ફીચરનો મુખ્ય હેતુ યુઝર્સને તેમની પસંદગીના કન્ટેન્ટ દેખાડવાનો છે.

ઇન્સ્ટાગ્રામ રીલ્સ હાલમાં કેવી રીતે કામ કરે છે?

ઇન્સ્ટાગ્રામ પર રીલ્સ હાલમાં યુઝર્સ જે જુએ છે અને જે સર્ચ કરે છે અને જેને લાઈક આપે છે એના આધારે રીલ્સ જોવા મળે છે. કોઈ અન્ય વ્યક્તિ દ્વારા રીલ મોકલવામાં આવ્યું હોય અને એ યુઝરે જોયું હોય અને લાઈક કર્યું હોય તો એ પ્રકારના રીલ યુઝર્સની ફીડમાં આવવાના શરૂ થઈ જાય છે. એટલે કે એ પ્રકારની એલ્ગોરિધમ સેટ થઈ જાય છે. યુઝરને એ વીડિયો ન જોઈતા હોય તો પણ એને એ રીલ્સ આવે છે.

રીલ્સ ફીડને હવે યુઝર્સ કસ્ટમાઇઝ કરી શકશે, જાણો કેવી રીતે… 2 - image

શું ફરક હશે નવા ફીચરમાં?

યુઝરની એલ્ગોરિધમ સેટ થઈ ગઈ હશે તો યુઝર તેની ઇચ્છા અનુસાર એને બદલી શકશે. યુઝરને જે ટોપિક સારો લાગે એને તે એડ કરી શકશે અને જે ટોપિક ગમતો બંધ થઈ જશે એને કાઢી શકશે. આથી યુઝર તેની પસંદગી અનુસારના રીલ્સ હંમેશાં જોઈ શકશે. ઇન્સ્ટાગ્રામને આશા છે કે આ ફીચરની મદદથી યુઝરને પસંદ હોય એવા રીલ્સ તેમને મળશે. તેમ જ તેમને એકનું એક કન્ટેન્ટ વારંવાર જોવા નહીં મળે.

આ પણ વાંચો: ભારત માટે ખતરાની ઘંટી: ઇન્ડિયામાં દર વર્ષે ઓછો થઈ રહ્યો છે સૂર્યપ્રકાશ, જાણો કારણ…

યુઝરના કસ્ટમાઇઝેશન પર વધુ ધ્યાન

ઇન્સ્ટાગ્રામ દ્વારા આ ટેસ્ટ કરવામાં આવી રહ્યો છે અને એ અત્યારે લિમિટેડ યુઝર્સ માટે છે. ટેસ્ટ પૂરું થતાં એને વધુ યુઝર્સ માટે રજૂ કરવામાં આવશે. ઇન્સ્ટાગ્રામની પેરેન્ટ કંપની મેટા હવે તેના યુઝર્સના કસ્ટમાઇઝેશન પર વધુ ધ્યાન આપી રહી છે. અગાઉ મેટા દ્વારા એક ફીચર આપવામાં આવ્યું હતું. એમાં યુઝરને પસંદ છે કે નથી પસંદ એ વિકલ્પ આપવામાં આવતાં હતાં. એના પર ક્લિક કરતાં જ એ પ્રકારના રીલ્સ આવતાં શરૂ થઈ જશે અથવા તો બંધ થઈ જશે. જોકે આ ફીચરને મેટા દ્વારા વધુ મહત્ત્વ આપવામાં આવી રહ્યું છે. આ માટે હવે મેટા દ્વારા રીલ્સ સેક્શનમાં વધુ કન્ટ્રોલ યુઝરને આપવામાં આવી રહ્યું છે.

Tags :