Get The App

નવા યુઝર્સ લઈ આવનારને 16 લાખ રૂપિયા ચૂકવશે ઇન્સ્ટાગ્રામ, આ છે શરતો…

Updated: May 20th, 2025

GS TEAM


Google News
Google News
નવા યુઝર્સ લઈ આવનારને 16 લાખ રૂપિયા ચૂકવશે ઇન્સ્ટાગ્રામ, આ છે શરતો… 1 - image


Instagram New Offer: ઇન્સ્ટાગ્રામ દ્વારા હાલમાં તેમના યુઝર્સ માટે નવી સ્કીમ લોન્ચ કરવામાં આવી છે. યુઝર્સ હવે નવા ફોલોઅર્સ લાવશે તો તેમને 16 લાખ રૂપિયા આપવામાં આવશે. આ ઓફર ક્રિએટર્સ માટે છે, જેઓ નવા-નવા ફોલોઅર્સ લાવે છે. તેમના માટે આ ઓફર ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. નવા યુઝર્સથી તેમને તો ફાયદો થશે જ, પરંતુ એ માટે તેમને પૈસા પણ મળશે.

મેટાનું રેફરલ ટૂલ

ઇન્સ્ટાગ્રામની પેરન્ટ કંપની મેટા દ્વારા રેફરલ ટૂલ લોન્ચ કરવામાં આવ્યું છે. આ રેફરલ ટૂલ એટલે કે જે-તે ક્રિએટર્સ તેમના રેફરલ દ્વારા યુઝર્સને પ્લેટફોર્મ પર લાવશે, તેમને પૈસા ચૂકવવામાં આવશે. આ માટે 20,000 અમેરિકન ડોલર એટલે કે અંદાજે 16 લાખ રૂપિયા આપવામાં આવશે. આ માટે ક્રિએટર્સ પોતાની રેફરલ લિંક મોકલશે.

કેવા યુઝર્સને ગણતરીમાં લેવામાં આવશે?

ક્રિએટર્સ પોતાની એક રેફરલ લિંક તૈયાર કરશે. આ રેફરલ લિંક પર ક્લિક કરીને યુઝરે પોતાનું એકાઉન્ટ બનાવવાનું રહેશે. આ લિંકનો ઉપયોગ કરવામાં આવ્યો હશે તો જ જે-તે ક્રિએટર્સ દ્વારા લાવવામાં આવેલા યુઝર્સ ગણતરીમાં લેવામાં આવશે. જો યુઝરે લિંકનો ઉપયોગ ન કર્યો હોય તો એ માટે ક્રિએટર્સને કોઈ ચૂકવણી નહીં મળે.

નવા યુઝર્સ લઈ આવનારને 16 લાખ રૂપિયા ચૂકવશે ઇન્સ્ટાગ્રામ, આ છે શરતો… 2 - image

શરતોનું પાલન કરવું પડશે

ઇન્સ્ટાગ્રામ દ્વારા આ માટે શરતો રાખવામાં આવી છે. પ્રથમ શરત એ છે કે યુઝર અગાઉ ઇન્સ્ટાગ્રામનો ઉપયોગ ન કરતો હોવો જોઈએ, એટલે કે ઇમેલ અને મોબાઇલ નંબર નવા હોવા જોઈએ. જો એ માહિતી જૂની હોય, તો ખોટા એકાઉન્ટ બનાવવાના ચાન્સ વધી જશે. લિંક દ્વારા એકાઉન્ટ બનાવ્યા પછી થોડા સમય સુધી યુઝર દ્વારા એને એક્ટિવ રાખવાનું રહેશે. જો એ એકાઉન્ટ એક્ટિવ રહેશે તો જ એને માન્યતા મળશે અને એ માટે ક્રિએટર્સને રૂપિયા ચૂકવવામાં આવશે.

દરેકને નહીં મળે આ ફીચર

રેફરલ ટૂલનું હાલમાં ટેસ્ટિંગ ચાલી રહ્યું છે. આ ફીચરને ટેસ્ટ કર્યા બાદ તેને દુનિયાભરમાં રિલીઝ કરવામાં આવશે, જોકે આ રિલીઝ દરેક માટે નહીં હોય. ફક્ત ક્રિએટર્સ માટે આ ટૂલનો ઉપયોગ થઈ શકશે. આ ટૂલ મેળવવા માટે ચોક્કસ ફોલોઅર્સ અને મેટાની કેટલીક શરતોનું પાલન કરવું ફરજિયાત હશે.

આ પણ વાંચો: 30 મિશનનું પ્લાનિંગ, ફક્ત 7 મિશન લોન્ચ: ભારતની સ્પેસ પ્લાનિંગ ધીમી કેમ ચાલી રહી છે?

કેમ લોન્ચ કરવામાં આવ્યું આ ફીચર?

ઇન્સ્ટાગ્રામને હવે માર્કેટમાં ભારે ટક્કર મળી રહી છે. અમેરિકામાં ટિક-ટોકને ફરી શરૂ કરવા માટે વ્યાપક પ્રયાસો થઈ રહ્યા છે. મેટાને અંદાજો આવી ગયો છે કે ટિક-ટોક પુનઃસક્રિય કરવામાં આવશે. તેથી ઇન્સ્ટાગ્રામ દ્વારા એ સમયગાળામાં વધુ માર્કેટ કવર કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે. ટિક-ટોક સાથે જ યૂટ્યુબ શોર્ટ્સ અને Xના કારણે પણ ઇન્સ્ટાગ્રામને ટક્કર મળી રહી છે. આ દરેક હરીફાઈને પહોંચી વળવા માટે ઇન્સ્ટાગ્રામ દ્વારા આ ટૂલની જાહેરાત કરવામાં આવી છે.

Tags :