Get The App

ઇન્સ્ટાગ્રામનું નવું ફીચર: AIની મદદથી સ્ટોરીઝ એડિટ કરી શકશે યુઝર્સ

Updated: Oct 25th, 2025

GS TEAM

Google News
Google News
ઇન્સ્ટાગ્રામનું નવું ફીચર: AIની મદદથી સ્ટોરીઝ એડિટ કરી શકશે યુઝર્સ 1 - image


Instagram New AI Story Feature: ઇન્સ્ટાગ્રામ હવે મેટાનું આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સને હવે તેની સ્ટોરીમાં પણ લાવી રહ્યું છે. એથી AIની મદદથી યુઝર્સ હવે સ્ટોરીઝને એડિટ કરી શકશે. યુઝર્સ હવે તેમની સ્ટોરીમાં ફોટો અને વીડિયોને ટેક્સ્ટ કમાન્ડ આપીને એડિટ કરી શકશે. અગાઉ આ સુવિધા ફક્ત મેટાના AI ચેટબોટના આધારે શક્ય હતી. જોકે હવે એને સીધું ઇન્સ્ટાગ્રામની સ્ટોરીમાં લાવવામાં આવી રહ્યું છે. આ ફીચર ઇન્સ્ટાગ્રામની સ્ટોરીઝના એડિટ મેનૂમાં જોવા મળશે.

ઇન્સ્ટાગ્રામની સ્ટોરીઝ માટે AI એડિટિંગ ટૂલ

યુઝરને વધુને વધુ ક્રિએટિવ કન્ટ્રોલ આપવા માટે ઇન્સ્ટાગ્રામ દ્વારા હવે AIનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. હવે કોઈ પણ યુઝર ફોટો અથવા તો વીડિયોમાંથી કોઈ પણ વસ્તુને કાઢી અથવા તો ઉમેરી શકશે. આ માટે તેમણે ફક્ત એક કમાન્ડ આપવાનો રહેશે. આ ફીચરનો સમાવેશ સ્ટોરીના ઇન્ટરફેસમાં જ કરવામાં આવ્યો છે. એ માટે યુઝરે ફક્ત પેઇન્ટ બ્રશ પર ક્લિક કરવાનું રહેશે. એ કરતાં જ નવું AI ટૂલનો તેઓ ઉપયોગ કરી શકશે. મેટા તેના AIને હવે દરેક પ્લેટફોર્મ પર લાવી રહી છે અને એથી જ આ ફીચરનો સમાવેશ કરવામાં આવ્યો છે.

નવા એડિટિંગ ઓપ્શનનો કેવી રીતે ઉપયોગ કરશો?

ઇન્સ્ટાગ્રામની સ્ટોરીઝમાં ટોપ પર નવું AI એડિટિંગ ટૂલનું રિસ્ટાઇલ મેનૂ આપવામાં આવ્યું છે. આ માટે યુઝરે પેઇન્ટબ્રશ આઇકન પર ક્લિક કરીને એડ, રીમૂવ અથવા તો ચેન્જ વિકલ્પનો ઉપયોગ કરી શકશે. આ માટે તેમણે કમાન્ડ આપવાનો રહેશે. આ માટે યુઝર કહી શકે કે તેના કપડાંનો કલર બદલી કાઢે. બેકગ્રાઉન્ડમાં સનસેટનો સમાવેશ કરે. અથવા તો માથા પર ક્રાઉનનો સમાવેશ કરવો હોય તો એ પણ કરી શકશે. આથી દરેક માટે આ રીતે એડિટિંગ કરવું સરળ બની જશે.

કેટલીક સ્ટાઇલ પહેલેથી આપવામાં આવશે

નવા AI એડિટિંગ ટૂલમાં કેટલીક સ્ટાઇલની ઇફેક્ટ પહેલેથી આપવામાં આવી છે. યુઝર્સ સનગ્લાસિસ અથવા તો બાઇકર જેકેટ જેવી એસેસરીઝ પહેલેથી આપવામાં આવી છે એથી એના પર ક્લિક કરતાં જ ફોટો પર એ આવી જશે. આ સાથે જ વોટરકલર જેવી ઇફેક્ટ પણ ફોટો પર આવી જશે. વીડિયો માટે પણ બરફ પડતો હોય એવી ઇફેક્ટ અને આગની ઇફેક્ટ આપવામાં આવી છે. દિવાળી અને હેલોવીન જેવી થીમ પણ સ્ટોરીઝ માટે આપવામાં આવી છે.

ઇન્સ્ટાગ્રામનું નવું ફીચર: AIની મદદથી સ્ટોરીઝ એડિટ કરી શકશે યુઝર્સ 2 - image

ડેટાનો ઉપયોગ થશે

મેટા દ્વારા પહેલેથી સફાઈ આપવામાં આવી છે કે યુઝરે સ્ટોરીઝમાં AIનો ઉપયોગ કરવા માટે તેમની ટર્મ્સ ઓફ સર્વિસને સ્વીકારવી પડશે. આ માટે યુઝરના ચહેરાનો એનાલાઈઝ કરવા માટે AIને પરવાનગી આપવાની રહેશે. આ દ્વારા મેટા ઇમેજને સમરાઈઝ કરશે અને ઇમેજમાં બદલાવ કરવા માટે અથવા તો ઇમેજ જનરેટ કરવા માટે યુઝરના ચહેરાને એક્સેસ કરશે. આથી નવા AI ટૂલનો ઉપયોગ કરવા પહેલાં યુઝરે એ વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ.

આ પણ વાંચો: ગૂગલ દ્વારા આપવામાં આવી રહી છે ફ્રીમાં AI ટ્રેનિંગ, જાણો કેવી રીતે એનો લાભ લેશો…

રોજના એક્ટિવ યુઝર્સમાં વધારો

મેટા AIનો રોજના ઉપયોગ કરતાં યુઝર્સમાં ખૂબ જ જંગી વધારો થયો છે. પહેલાં એ 7,755,000 હતાં જે હવે 27 લાખ થઈ ગયા છે. આઇફોન અને એન્ડ્રોઇડ યુઝર્સમાં ફક્ત ચાર અઠવાડિયામાં આ વધારો જોવા મળ્યો છે. AI જનરેટેડ વીડિયો ફીડ વાઇબ્સને લોન્ચ કરવામાં આવી ત્યાર બાદ આ યુઝરમાં વધારો જોવા મળ્યો છે. મેટા હવે તેના AI દ્વારા સોશિયલ મીડિયાને ખૂબ જ વધુ યુઝર ફ્રેન્ડલી અને ઇન્ટરેસ્ટિંગ બનાવવા માગે છે.

Tags :