ગૂગલ દ્વારા આપવામાં આવી રહી છે ફ્રીમાં AI ટ્રેનિંગ, જાણો કેવી રીતે એનો લાભ લેશો…

Google AI Free Course: ગૂગલ દ્વારા હાલમાં ફ્રીમાં AI ટ્રેનિંગ આપવાનું નક્કી કરવામાં આવ્યું છે. આ AI ટ્રેનિંગ પાંચ પ્રકારની છે જે વિદ્યાર્થીઓ, ઓફિસમાં કામ કરનાર, શિક્ષકો અને આન્ટ્રપ્રેન્યોર માટે છે. સ્ટડીમાં વધુ હોંશિયાર થવા માગતા હોઉ કે પછી નોકરીમાં પોતાની સ્કિલને વધુ સારી બનાવવા માગતા હોઉં આ AI ટ્રેનિંગ યુઝરને મદદ કરી શકે છે. આ AI ટ્રેનિંગ ગૂગલના એક્સપર્ટ દ્વારા આપવામાં આવે છે જેની મદદથી યુઝર તેના રોજિંદા જીવનમાં વધુ સ્માર્ટ બની કામ કરી શકે છે.
કોર્સમાં સમાવેશ કરવામાં આવે છે ઘણાં ટોપિકનો
ગૂગલ દ્વારા આ કોર્સમાં ઘણાં ટોપિક આપવામાં આવ્યા છે. એમાં પ્રોમ્પ્ટિંગ એસેન્શિયલ્સ એટલે કે AI સાથે કેવી રીતે વાત કરવી, AI એસેન્શિયલ્સ એટલે કે AIનો ઉપયોગ જવાબદારીપૂર્વક કરીને કેવી રીતે વધુ સારું કામ કરી શકાય, AI ફોર સ્મોલ બિઝનેસ એટલે કે પોતાના બિઝનેસમાં કેવા ટૂલનો ઉપયોગ કરવો વગેરેનો સમાવેશ થાય છે. જનરેટિવ AI ફોર એજ્યુકેટર વિથ જેમિની કરીને પણ એક કોર્સ છે. આ કોર્સ ખાસ શિક્ષકો માટે છે જેમાં વિદ્યાર્થીઓને કેવી રીતે લેસન આપવું એનું પ્લાનિંગ અને લેસન આપવા માટેનું કન્ટેન્ટ કેવી રીતે બનાવવું એ શીખવાડવામાં આવશે. AI ફોર સ્ટુડન્ટ્સ માટે શિક્ષણ માટેની ટિપ્સ, પરિક્ષા માટેની તૈયારી અને લખવામાં મદદ કરશે. આ દરેક કોર્સ એકદમ પ્રેક્ટિકલ છે અને રોજિંદા જીવનમાં ઉપયોગ કરવા માટેના છે.
AI સ્કિલ કેમ જરૂરી છે?
ગૂગલનું કહેવું છે કે 79 ટકા કામ કરનારનું કહેવું છે કે AI સ્કિલને કારણે તેમની કામ કરવાની ક્ષમતામાં વધારો થયો છે અને તેમને વધુ તક મળી રહી છે. જનરેટિવ AIનો ઉપયોગ કરીને રિપોર્ટ તૈયાર કરતાં કર્મચારીઓ રોજના 1.75 કલાક બચાવી શકે છે. કામ કરવાની જગ્યાએ પણ AI સ્કિલની જરૂર હવે પડી રહી છે. આથી આ પ્રોગ્રામ યુઝર માટે ખૂબ જ મદદરૂપ બની શકે છે.
કેવી રીતે એનરોલ કરશો?
આ માટે યુઝરે coursera.org અથવા https://grow.google/ai/ પર જવાનું રહેશે. ત્યાર બાદ ગૂગલ AI કોર્સ માટે એનરોલ કરવાનું રહેશે. આ માટે એનરોલ પર ક્લિક કરીને સાઇન-અપ કરવાનું રહેશે. નામ, ઇમેલ અને પાસવર્ડનો ઉપયોગ કરીને યુઝર સાઇન-અપ કરી શકશે. આ માટે કોઈ ચાર્જ ગૂગલ દ્વારા લેવામાં નથી આવતો.


