ક્રેડિટ કાર્ડ સાઇઝનું કોમ્પ્યુટર હવે ચંદ્ર પર: નાનું કોમ્પ્યુટર, વિશાળ મિશન
Credit-Card Computer on Moon: ભારત હવે અંતરિક્ષના તમામ સિક્રેટ્સના શોધમાં મંડી પડ્યું છે. ભારતની રમણ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા ચંદ્ર પરનું એક સૈદ્ધાંતિક મિશન લોન્ચ કરવામાં આવ્યું છે. એને PRATUSH નામ આપવામાં આવ્યું છે. PRATUSH (પ્રોબિંગ રીયોનાઇઝેશન ઓફ ધ યુનિવર્સ યુઝિંગ સિગ્નલ ફ્રોમ હાઇડ્રોજન) હેઠળ એક ક્રેડિટ કાર્ડ સાઇઝનું સુપર કોમ્પ્યુટર ચંદ્ર પર મોકલવામાં આવશે. ચંદ્રની ફાર સાઇડ તરીકે જાણીતી જગ્યા પરના રેડિયો સાઇલન્સ અને વૈજ્ઞાનિક પોટેન્શિયલને સ્ટડી કરવામાં આવશે.
ચંદ્રની ફાર સાઇડ તરીકે ઓળખાતી જગ્યાને કેમ પસંદ કરવામાં આવી?
સોલર સિસ્ટમમાં ચંદ્રની ફાર સાઇડ તરીકે જાણીતી જગ્યામાં ખૂબ જ શાંત રેડિયો એન્વાયરમેન્ટ છે. પૃથ્વીના ઘોંઘાટિયા પ્રસારણ અને આયનોસ્ફેરિક વિકૃતિઓથી એ એકદમ સુરક્ષિત છે. 21-સેન્ટિમિટર હાઇડ્રોજન સિગ્નલને સાંભળવા માટે આ એકદમ મહત્ત્વની જગ્યા છે. બ્રહ્માંડની સાંજ જ્યારે થાય ત્યારે પહેલો તારો જ્યારે ચમકે છે ત્યારે એક કોસ્મિક વિસ્પર ઉત્પન્ન થાય છે. એને 21-સેન્ટિમિટર હાઇડ્રોજન સિગ્નલ કહેવાય છે. આ સિગ્નલ ખૂબ જ નબળા હોય છે. આ સિગ્નલ બ્રહ્માંડના અન્ય લાખો કરોડો સિગ્નલની વચ્ચે દબાઈ જાય છે. PRATUSHને એવી જગ્યાએ રાખવામાં આવ્યું છે જ્યાંથી આ સિગ્નલ ઓળખવા માટે કોઈ મુશ્કેલી ન પડે અને અડચણ પણ નહીં આવે. આથી ચંદ્રની ફાર સાઇડને પસંદ કરવામાં આવી છે.
નાનું પરંતુ મહત્ત્વનું કમ્પ્યુટર
PRATUSHના હાર્ટમાં રાસ્પબેરી પાઈ આધારિત સિંગલ-બોર્ડ કમ્પ્યુટરનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ખૂબ જ નાનું, પરંતુ પાવરફુલ સિસ્ટમ છે. એમાં ઘણી બાબતોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ કોમ્પ્યુટરમાં રેડિયોમીટર એન્ટેના છે જે કોસ્મિક રેડિયો વેવને પકડશે. તેમજ એનાલોગ રીસીવર છે જે સિગ્નલને વધારો ચોક્કસ બનાવે છે. આ ડેટાને પ્રોસેસ કરવા અને ડિજિટલ બનાવવા માટે ફીલ્ડ પ્રોગ્રામેબલ ગેટ એરે ચીપનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ક્રેડિટ કાર્ડની સાઇઝનું કોમ્પ્યુટર હોવા છતાં તે ડેટાને ચોક્કસ એનાલાઈઝ કરશે અને કેલિબ્રેટ કર્યા બાદ એને આપવામાં આવેલા ટાસ્કને ખૂબ જ ચોક્કસાઈથી પૂરા કરશે. આ કમ્પ્યુટરનું જ્યારે ટેસ્ટ કરવામાં આવ્યું હતું ત્યારે એ ઘણાં અવાજોને દૂર કરી સૌથી નબળા કોસ્મિક સિગ્નલને પકડવામાં પણ સફળ રહ્યું હતું.
આ પણ વાંચો: નાસાની કમાન સંભાળનાર અમિત ક્ષત્રિય કોણ છે?, ટ્રમ્પના સપનાને પૂરા કરશે એક ભારતીય...
ફિઝિક્સને વધુ સારી રીતે સમજવાની કોશિશ
PRATUSHને હાઇડ્રોજન એટમ્સના 21-સેન્ટિમિટર રેડિયો સિગ્નલ પકડવા માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે. ગેલેક્સી કેવી રીતે बनी અને પહેલો તારો કેવી રીતે બન્યો એ સમજવા માટે આ મિશન હાથમાં લેવામાં આવ્યું છે. આ સિગ્નલને ડીકોડ કરીને વિજ્ઞાનીઓ સમજવા માગે છે કે કોસ્મિક સ્ટ્રક્ચર માટે તારાઓ કેવી રીતે મદદ કરે છે. તેમ જ યુનિવર્સમાં અંધારામાંથી અજવાળું કેવી રીતે થાય છે એ પણ સમજવામાં આવશે. અત્યારે જે ફણ ફિઝિક્સ છે એને વધુ સારી રીતે સમજવા માટે આ મિશન દ્વારા કોશિશ કરવામાં આવશે.