નાસાની કમાન સંભાળનાર અમિત ક્ષત્રિય કોણ છે?, ટ્રમ્પના સપનાને પૂરા કરશે એક ભારતીય...
NASA gets its 1st Indian-American Chief: ઇન્ડિયન-અમેરિકન અમિત ક્ષત્રિયને નાસાના નવા અસોસિયેટ એડમિનિસ્ટ્રેટર તરીકે પસંદ કરવામાં આવ્યા છે. નાસા સ્પેસ એજન્સીનો આ સૌથી સર્વોચ્ચ સિવિલ સર્વિસ હોદ્દો છે. આ જાહેરાત હાલમાંના એક્ટિંગ એડમિનિસ્ટ્રેટર સીન પી. ડફી દ્વારા કરવામાં આવી છે. અમિત છેલ્લા 20 વર્ષથી નાસા સાથે કામ કરે છે. તેમણે આ પહેલાં એક્સપ્લોરેશન સિસ્ટમ્સ ડેવલપમેન્ટ મિશન ડિરેક્ટોરેટના મૂન ટુ માર્સ મિશનના ડેપ્યુટી હેડ તરીકે કામ કર્યું હતું.
કયા કયા મિશનમાં ભાગ લીધો હતો?
અમિત જ્યારથી નાસામાં કામ કરી રહ્યા છે ત્યારથી તેમણે ઘણા મિશનમાં કામ કર્યું છે. અમિત ક્ષત્રિય દ્વારા ચંદ્ર પર જવા માટે જે મિશન કરવામાં આવશે એના કારણે મંગળ ગ્રહ પર મનુષ્યના પ્રથમ મિશન માટેના પાયા બંધાશે. સીન ડફી દ્વારા કહેવામાં આવ્યું છે કે અમિત છેલ્લા બે દાયકાથી નાસામાં કામ કરી રહ્યા છે અને સ્પેસમાં અમેરિકાને આગળ રાખવા માટે તેમણે ખૂબ જ સારું કામ કર્યું છે. પ્રેસિડન્ટ ટ્રમ્પના કાર્યકાળ દરમિયાન ચંદ્ર પર ફરી જવા માટેના આર્ટેમિસ મિશન માટે તેમણે ખૂબ જ અદ્ભુત વિઝન દેખાડ્યું હતું. આ સાથે જ મંગળ ગ્રહ માટે પણ મહત્ત્વની ભૂમિકા ભજવશે.
શું છે ભવિષ્યના પ્લાન?મૂળ ભારતના પરંતુ અમેરિકા વિસ્કોન્સિનમાં જન્મેલા અમિત ક્ષત્રિયએ કેલિફોર્નિયામાં આવેલી ટૅક્નોલૉજી યુનિવર્સિટી કેલટેક અને ઓસ્ટિનમાં આવેલી યુનિવર્સિટી ઑફ ટેક્સાસમાં અભ્યાસ કર્યો છે. અમિતનો સમાવેશ નાસાના ભાગ્યશાળી વ્યક્તિઓમાં થાય છે. 100માંથી એક વ્યક્તિ મિશન કન્ટ્રોલ ફ્લાઇટ ડિરેક્ટર તરીકે પસંદ કરવામાં આવે છે જેમાં તેમનો સમાવેશ થાય છે. આ વિશે વાત કરતાં અમિત ક્ષત્રિય કહે છે, ‘નાસાના મારા કરિયરમાં મારું એક જ લક્ષ્ય રહ્યું છે કે હ્યુમન સ્પેસફ્લાઇટમાં હંમેશાં બાઉન્ડરીને પુશ કરવી. અમારું ચંદ્ર પરનું આર્ટેમિસ મિશન ખૂબ જ મહત્ત્વનું છે અને એના દ્વારા મંગળ ગ્રહના મિશનના પાયા પણ નંખાશે.’
આ પણ વાંચો: ભારતે ઇન્ટરનેટ યુઝર્સની સંખ્યા મામલે બનાવ્યો રૅકોર્ડ, વાંચો TRAIનો લેટેસ્ટ રિપોર્ટ
ઇન્ડિયન ઇમિગ્રન્ટ તરીકે ફેમિલી આવી હતી અમેરિકા
અમિત દ્વારા યુનિવર્સિટી ઑફ ટેક્સાસમાંથી માસ્ટર ઑફ આર્ટ્સ ઇન મેથેમેટિક્સની ડિગ્રી મેળવવામાં આવી હતી. તેમણે કેલિફોર્નિયા ઇન્સ્ટિટ્યુટ ઑફ ટૅક્નોલૉજીમાંથી બેચલર ઑફ સાયન્સ ઇન મેથેમેટિક્સની ડિગ્રી મેળવી હતી. તેમનો જન્મ વિસ્કોન્સિનના બ્રૂકફીલ્ડમાં થયો હતો. તેમની પહેલી જનરેશન ઇન્ડિયન ઇમિગ્રન્ટ તરીકે અમેરિકા આવી હતી. ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનના 50મા એક્સપેડિશનમાં લીડ ફ્લાઇટ ડિરેક્ટર તરીકે અદ્ભુત કામ કરવા બદલ તેમને નાસાનો આઉટસ્ટેન્ડિંગ લીડરશિપ મેડલ પણ આપવામાં આવ્યો હતો.