Get The App

નોઇડામાં બની દેશની સૌથી મોટી બેટરી સ્ટોરેજ સિસ્ટમ, ચીન પરની નિર્ભરતા દૂર થશે

Updated: Jan 23rd, 2026

GS TEAM

Google News
Google News
નોઇડામાં બની દેશની સૌથી મોટી બેટરી સ્ટોરેજ સિસ્ટમ, ચીન પરની નિર્ભરતા દૂર થશે 1 - image


Battery Energy Storage: ભારતે ઉત્તર પ્રદેશના નોઇડામાં GoodEnough Energy દ્વારા વિકસિત દેશનું સૌથી મોટું બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ (BESS) કાર્યરત કર્યું છે. 7 GWh ક્ષમતા ધરાવતી આ સ્ટોરેજ સિસ્ટમનું આ મહિનામાં ઉદ્ઘાટન થયું હતું અને આગામી ત્રણ વર્ષમાં તે 25 GWh સુધીની વીજળી સ્ટોરેજ કરી શકશે.

રીન્યુએબલ એનર્જીને વધુ સક્ષમ બનાવવાનું લક્ષ્ય

આ પ્રોજેક્ટ ભારતના 2030 સુધી 500 GW નોન-ફોસિલ ફ્યુઅલ વિના વીજ ક્ષમતા હાંસલ કરવાનો લક્ષ્ય પૂર્ણ કરવા માટે મહત્ત્વપૂર્ણ છે. આ પ્રોજેક્ટ મોટા પાયે સોલાર અને પવન ઊર્જા દ્વારા મેળવવામાં આવતી અનિયમિત ઊર્જાને એક જગ્યાએ સ્ટોર કરી ત્યાર બાદ એને સંતુલિત કરીને ગ્રિડની સ્થિરતા જાળવી દેશભરમાં એને પહોંચાડવામાં આવશે.

આયાત પર નિર્ભરતા ઘટાડવી

અત્યાર સુધી ભારત ચીન સહિત અન્ય દેશોમાંથી આયાત કરેલી બેટરી સિસ્ટમ્સ પર આધાર રાખતું હતું. આ નવી સુવિધા સાથે ભારત અદ્યતન ઊર્જા સ્ટોરેજ ટૅક્નોલૉજીમાં આત્મનિર્ભરતા તરફ આગળ વધી રહ્યું છે. વૈશ્વિક સપ્લાય ચેઇનમાં આવતાં અવરોધો દૂર કરી હવે ભારત ઊર્જામાં પણ સ્વતંત્ર બનવા જઈ રહ્યું છે. ભારત હવે એનર્જીમાં પણ આત્મનિર્ભર બનવાની કોશિશ કરી રહ્યું છે.

આયાત કરેલી સિસ્ટમ્સનો અંત

ઇન્ડસ્ટ્રીના એક્સપર્ટના જણાવ્યા મુજબ આ પ્રોજેક્ટ એ પરિવર્તનની શરુઆત છે જ્યાં ભારત હવે વિદેશી બેટરી સ્ટોરેજ સોલ્યુશન્સ પર નિર્ભર નહીં રહે. સ્થાનિક ક્ષમતા ઊભી કરીને ભારત વૈશ્વિક સ્વચ્છ ઊર્જા ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં મહત્ત્વપૂર્ણ સભ્ય તરીકે ઉભરશે.

ભવિષ્યનો પ્લાન અને એની અસર

GoodEnough Energy આ સિસ્ટમને 25 GWh સુધી વધારવાની જાહેરાત કરી છે, જે તેને એશિયાની સૌથી મોટી બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમમાં સ્થાન અપાવશે. કંપની નવી બેટરી કેમિસ્ટ્રી અને AI આધારિત ઊર્જા મેનેજમેન્ટ સિસ્ટમ્સ પર પણ કામ કરી રહી છે જેથી કાર્યક્ષમતા વધુ સુધારી શકાય.

આ પણ વાંચો: OpenAI સામે એપલનો મોટો દાવ: વિયરેબલ AI ડિવાઇસની નવી રેસ શરૂ...

આ વિકાસ માત્ર ભારતની હવામાન પ્રતિબદ્ધતાઓને જ સમર્થન આપતો નથી પરંતુ ગ્લોબલ રીન્યુએબલ એનર્જી સેક્ટરમાં તેની સ્થિતિને પણ મજબૂત બનાવે છે. મોટા પાયે બેટરી સિસ્ટમ્સના સ્થાનિક ઉત્પાદન સાથે મળીને ભારત હવે ચીન અને અન્ય દેશો પરની નિર્ભરતા બંધ કરીને વધુ સુરક્ષિત અને પારદર્શક ઊર્જા ભવિષ્ય તરફ આગળ વધી રહ્યું છે.