Get The App

OpenAI સામે એપલનો મોટો દાવ: વિયરેબલ AI ડિવાઇસની નવી રેસ શરૂ...

Updated: Jan 22nd, 2026

GS TEAM

Google News
Google News
OpenAI સામે એપલનો મોટો દાવ: વિયરેબલ AI ડિવાઇસની નવી રેસ શરૂ... 1 - image


AI Image

Apple AI Device: એપલ હાલમાં નવા વિયરેબલ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પર કામ કરી રહ્યું હોવાની ચર્ચા છે. એપલ હાલમાં એક પિન જેવી ડિઝાઇનની ડિવાઇસ બનાવી રહી હોવાની ચર્ચા છે જે કપડાં પર પહેરી શકાય. ઘણી વાર સ્વતંત્રતા દિવસ દરમિયાન અથવા તો પ્રજાસત્તાક દિવસ દરમિયાન ખિસ્સા પર જે રીતે રાઉન્ડમાં ધ્વજ અથવા તો અન્ય બેજ જેવો લગાવવામાં આવે છે એ પ્રકારની પિન તૈયાર કરી રહી છે. એમાં બે કેમેરા અને ત્રણ માઇક્રોફોન હોવાની સંભાવના છે. OpenAIના ચીફ ગ્લોબલ અફેર્સ ઓફિસર ક્રિસ લેહેન દ્વારા એવા સંકેત આપવામાં આવ્યા હતા કે તેઓ AI હાર્ડવેર પર કામ કરી રહ્યાં છે જેને બહુ જલદી લોન્ચ કરવામાં આવી શકે છે. જોકે એ તમામની વચ્ચે એપલ દ્વારા હવે નવી AI ડિવાઇસ લોન્ચ કરવાની ચર્ચા ચાલી રહી છે.

AI વિયરેબલની ડિઝાઇન અને ફીચર

એપલની આ AI ડિવાઇસ થોડી પાતળી હશે, ફ્લેટ અને રાઉન્ડ હોવાથી ચર્ચા છે. એમાં એલ્યુમિનિયમ અને ગ્લાસનો ઉપયોગ કરવામાં આવશે. એપલના એન્જિનિયર એને એપલ એરટેગની સાઇઝની બનાવવાની કોશિશ કરી રહ્યાં હોવાની ચર્ચા છે. જોકે બે કેમેરા અને ત્રણ સ્પીકર હોવાથી એ એરટેગ કરતાં થોડું જાડું હશે. આ બે કેમેરામાં એક સ્ટેન્ડઅલોન અને એક વાઇડ એંગલ કેમેરા હશે જે ફોટો અને વીડિયો બન્ને લઈ શકશે. એમાં ફિઝિકલ બટન, સ્પીકર અને મેગ્નેટિક ઇન્ડક્ટિવ ચાર્જર ઇન્ટરફેસ હશે. એપલ વોચની બેક સાઇડ જે છે એવું જ એમાં પણ હશે જે ચાર્જ કરવા માટે હશે.

ક્યારે લોન્ચ કરવામાં આવશે?

OpenAIની પ્રોડક્ટ સાથે ટક્કર આપવા માટે એપલ દ્વારા તેમના આ ડેવલપમેન્ટને ફાસ્ટ-ટ્રેક કરવામાં આવી રહ્યું હોવાની ચર્ચા છે. આ પિન 2027માં માર્કેટમાં આવી શકે છે. પહેલાં પ્રોડક્શનમાં એપલ દ્વારા 20 મિલિયન યુનિટ તૈયાર કરવાની ચર્ચા છે. જોકે ગ્રાહકો એપલની AI ડિવાઇસમાં કેટલો રસ દાખવે છે એના આધારે ત્યાર બાદ કેટલું પ્રોડક્શન કરવું એ નક્કી કરવામાં આવશે.

આ પણ વાંચો: OpenAIની નવી યોજના: AI ડેટા સેન્ટર માટે વીજળી ખર્ચ ઘટાડવાનો પ્રયાસ

OpenAIની AI પ્રોડક્ટ

OpenAIની AI પ્રોડક્ટ બે હોવાની ચર્ચા છે. OpenAI એક સોફ્ટવેર ખાસ કરીને AI કંપની છે. જોકે હવે કંપનીને પ્રોફિટેબલ બનાવવા માટે તેમણે હાર્ડવેરમાં પણ ઝંપલાવ્યું છે. તેઓ હાલમાં એરપોડ્સ અને પેન પર કામ કરી રહ્યાં હોવાની ચર્ચા છે. આ બન્ને પ્રોડક્ટ સંપૂર્ણ રીતે AIથી કામ કરશે. એપલ સોફ્ટવેરમાં એટલે કે AIની રેસમાં પાછળ રહી ગયું છે. જોકે હાર્ડવેરમાં એ પોતે મહારત હાંસલ કરવા માગે છે. આથી એપલ દ્વારા પણ નવી AI ડિઝાઇન બનાવવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે.