Get The App

સ્પેસમાં અંતરિક્ષ યાત્રીઓના સ્નાયુઓ કેવી રીતે ઓછા થઈ જાય છે? ઇન્ડિયાના શુભાંશુ શુક્લા કરશે વિશ્લેષણ

Updated: May 1st, 2025

GS TEAM


Google News
Google News
સ્પેસમાં અંતરિક્ષ યાત્રીઓના સ્નાયુઓ કેવી રીતે ઓછા થઈ જાય છે? ઇન્ડિયાના શુભાંશુ શુક્લા કરશે વિશ્લેષણ 1 - image


Shubhanshu Shukla Do Research on Muscle Lose: ઇન્ડિયાના શુભાંશુ શુક્લા સ્પેસમાં જઈને અંતરિક્ષ યાત્રીઓના સ્નાયુઓ કેવી રીતે ઓછા થઈ જાય છે, તે અંગે અભ્યાસ કરશે. ગ્રૂપ કેપ્ટન શુભાંશુ શુક્લા Ax-4 મિશન હેઠળ અંતરિક્ષમાં જઈ રહ્યા છે, જે ભારતના અવકાશ અભ્યાસ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. શુભાંશુ શુક્લા જે મિશન પર જઈ રહ્યો છે, એ 29 મેના રોજ લોન્ચ થવાની શક્યતા છે.

14 દિવસનું મિશન

શુભાંશુ શુક્લાનું મિશન 14 દિવસ સુધી ચાલશે અને ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર અભ્યાસ માટે નિર્મિત છે. આ મિશન એફઓલાઇંગ લેબોરેટરી સાથેનું પ્રથમ એવું મિશન છે જેમાં એક ભારતીય પણ ભાગ લઈ રહ્યો છે. આ અભ્યાસ અંતરિક્ષમાં રહેતા યાત્રીઓના સ્નાયુઓ કેવી રીતે અસર પામે છે, તે પર કેન્દ્રિત રહેશે. શુભાંશુ શુક્લા આ માટે Axiom-4 સ્પેસક્રાફ્ટમાં અવકાશયાત્રા કરશે.

માયોજેનેસિસ શું છે?

માયોજેનેસિસ એ એક બાયોલોજિકલ પ્રોસેસ છે, જેમાં સ્નાયુઓનું નિર્માણ અને પુનરુત્પત્તિ થાય છે. અંતરિક્ષમાં માઇક્રોગ્રેવિટી શરિરમાં આ પ્રક્રિયાને અસર કરે છે, જેનાથી સ્નાયુઓ તીવ્રપણે ઘટી શકે છે. લાંબા સમય માટે અવકાશમાં રહેવાવાળાઓ માટે આ ચિંતાનો વિષય છે. એક અભ્યાસ અનુસાર, અંતરિક્ષમાં 30% સુધી સ્નાયુઓ ઘટી શકે છે, અને આટલા નબળા થતા યાત્રીઓને ખાસ શારીરિક કસરત કરવાની સલાહ આપવામાં આવે છે. અંતરિક્ષયાત્રી સુનિતા વિલિયમ્સ અને બુચ વિલમોર જ્યારે નવ મહિનાની અવકાશયાત્રા પર હતા, ત્યારે તેમના શરીરના ઘણા સ્નાયુઓ ઘટી ગયા હતા.

સ્પેસમાં અંતરિક્ષ યાત્રીઓના સ્નાયુઓ કેવી રીતે ઓછા થઈ જાય છે? ઇન્ડિયાના શુભાંશુ શુક્લા કરશે વિશ્લેષણ 2 - image

શુભાંશુ શુક્લા એકત્ર કરશે માહિતી

શુભાંશુ શુક્લાનું અભ્યાસ માયોજેનેસિસ અને માઇક્રોગ્રેવિટીથી સ્નાયુઓ પર થતી અસર પર કેન્દ્રિત રહેશે. આ અભ્યાસના આધારે, લાંબા અવકાશયાત્રાઓ માટે ખાસ સારવાર વિકસિત કરવામાં આવશે, જે અવકાશયાત્રીઓ માટે ફાયદાકારક બની શકે. ભારતના ગગનયાન મિશન માટે પણ આ સ્ટડી ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે.

આ પણ વાંચો: એપલ એરપ્લે થઈ શકે છે હેક: દુનિયાભરમાં કરોડો ડિવાઇઝ પર જોખમ

અંતરિક્ષ મેડિસિન રિસર્ચ માટે અગત્યનો અભ્યાસ

ઇસરો અને શ્રી ચિત્રા તિરુનલ ઇન્સ્ટિટ્યુટ ફોર મેડિકલ સાયન્સ એન્ડ ટેક્નોલોજી વચ્ચે તાજેતરમાં એક સ્નાયુ આરોગ્ય સંશોધન માટે સંધિ કરવામાં આવી છે. આ સંશોધનનો હેતુ અવકાશમાં યાત્રા કરતા લોકોના આરોગ્યને વધુ સુરક્ષિત બનાવવો છે, જેથી તેઓ કઠોર પરિસ્થિતિમાં પણ સારી રીતે કામ કરી શકે. હવે, સમગ્ર દેશ શુભાંશુ શુક્લાની અવકાશયાત્રા અને તેમના અભ્યાસના પરિણામોની રાહ જોઈ રહ્યો છે.

Tags :