Get The App

એપલ એરપ્લે થઈ શકે છે હેક: દુનિયાભરમાં કરોડો ડિવાઇઝ પર જોખમ

Updated: May 1st, 2025

GS TEAM


Google News
Google News
એપલ એરપ્લે થઈ શકે છે હેક: દુનિયાભરમાં કરોડો ડિવાઇઝ પર જોખમ 1 - image


Apple Airplay Put Millions Device At Risk: એપલની એરપ્લે સર્વિસમાં ખામીના કારણે, હેક થવાના ચાન્સ ઘણાં વધી ગયા છે. આ ખામીને ‘એરબોર્ન’ તરીકે ઓળખવામાં આવે છે. એપલના એરપ્લે સોફ્ટવેર ડેવલપમેન્ટ કિટમાં આ ખામી જોવા મળી છે, જે સાઇબરસિક્યોરિટી ફર્મ ઓલિગોએ ઉકેલવા માટે પ્રકાશમાં લીધી છે. એની અસર એપલના લોકલ વાયરલેસ કમ્યુનિકેશન માટેના રેડિયો-બેઝ્ડ પ્રોટોકોલ પર પડે છે, જેના કારણે હેકર્સ થર્ડ-પાર્ટી ડિવાઇઝ, જેમ કે સ્પીકર્સ, રિસીવર્સ, સેટ-ટોપ બોક્સ, અથવા સ્માર્ટ ટીવીને હેક કરી શકે છે. આ ઉપરાંત, જે પણ સિસ્ટમ વાઇ-ફાઇ નેટવર્ક પર કનેક્ટ હોય, એને પણ હેક કરી શકાય છે.

કરોડો ડિવાઇઝ જોખમમાં

સાઇબરસિક્યોરિટી કંપની ઓલિગોના ચીફ ટેક્નોલોજી ઓફિસર અને કો-ફાઉન્ડર ગેલ એલ્બાઝે જણાવ્યું હતું કે, એરપ્લે સાથે કનેક્ટ થયેલી તમામ થર્ડ-પાર્ટી ડિવાઇઝ હેક થવાના જોખમમાં છે. તેમણે કહ્યું: “એરપ્લે દ્વારા ઘણી ડિવાઇઝ કનેક્ટ થાય છે. આ ખામી ફક્ત એક સોફ્ટવેરમાં હોવાથી, જે પણ તેમાં જોડાશે તે હેકિંગના સતત જોખમમાં રહેશે.”

પબ્લિક નેટવર્ક પર વધુ જોખમ

હેકર્સ માટે, યુઝર કયા નેટવર્કનો ઉપયોગ કરે છે તે મહત્વપૂર્ણ બને છે. જો યુઝર પોતાના ઘરનું નેટવર્ક ઉપયોગ કરે, તો તે લિમિટેડ ડિવાઇઝ કનેક્શન સાથે સુરક્ષિત રહે. પરંતુ જો પબ્લિક વાઇ-ફાઇ પર કનેક્ટ હોય, તો નેટવર્કમાં જોડાયેલી દરેક ડિવાઇઝ જોખમમાં આવી જાય છે. તેથી, કોફી શોપ, રેસ્ટોરાં, એરપોર્ટ અને લાઇબ્રેરી જેવા સ્થળોએ એરપ્લેનો ઉપયોગ રિસ્કી બની શકે છે.

એપલ એરપ્લે થઈ શકે છે હેક: દુનિયાભરમાં કરોડો ડિવાઇઝ પર જોખમ 2 - image

માઇક્રોફોન પણ થઈ શકે હેક

ઓલિગોના રિસર્ચ મુજબ, હેકર્સ એરપ્લે ડિવાઇઝ દ્વારા માઇક્રોફોનનો ઉપયોગ કરી શકે છે, ખાસ કરીને સ્માર્ટ સ્પીકર્સમાં. હજી સુધી આ હેકિંગની પૃષ્ઠભૂમિ સ્પષ્ટ થઈ નથી, પરંતુ રિસર્ચના આધારે, તે શક્યતા રહેલી છે. આ ફર્મ દ્વારા એપલને આ ખામી અંગે રિપોર્ટ આપવામાં આવ્યો છે, અને હવે કંપની દ્વારા સિક્યોરિટી સુધારા કરવાની રાહ જોવામાં આવી રહી છે.

આ પણ વાંચો: ‘માઇક્રોસોફ્ટના 30% કોડ AI લખે છે’, માર્ક ઝકરબર્ગને આવું કહ્યું સત્યા નડેલાએ

એપલનું સિક્યોરિટી પેચ જાહેર

એપલે આ ઇશ્યૂને ધ્યાનમાં રાખીને, તેની તમામ ડિવાઇઝ માટે સિક્યોરિટી પેચ જાહેર કર્યો છે. તેઓએ થર્ડ-પાર્ટી પ્રોડક્ટ્સના મેન્યુફેક્ચરર્સ માટે પણ આ ખામી સુધારવા માટેની સગવડ પૂરી પાડી છે. કારપ્લે સિસ્ટમ પણ સરળતાથી હેક થઈ શકે છે, પરંતુ તેની સંભાવનાઓ ઓછી છે, કારણ કે તે માટે હેકરને ડિવાઇઝ પેર કરવી પડે, જે યુઝરની પરવાનગી વગર શક્ય નથી.

Tags :