Get The App

સર્વેલન્સ અને બોર્ડર પેટ્રોલ માટે HAP અને UAV ટેસ્ટ રહી સફળ, જાણો શું છે આ ટૅક્નોલૉજી…

Updated: May 19th, 2025

GS TEAM


Google News
Google News
સર્વેલન્સ અને બોર્ડર પેટ્રોલ માટે HAP અને UAV ટેસ્ટ રહી સફળ, જાણો શું છે આ ટૅક્નોલૉજી… 1 - image


High-Altitude Vehicle For Border Patrolling: ભારતને હાલમાં જ હાઇ-એલ્ટિટ્યુટ પ્લેટફોર્મ(HAP)ની ટેસ્ટિંગમાં સફળતા મળી છે. HAPની ટેસ્ટિંગ પ્રી-મોન્સૂન ફ્લાઇટ ટેસ્ટમાં કરવામાં આવી હતી. બેંગલુરુથી 200 કિમી દૂર આવેલા ચિત્રદુર્ગના ચાલાકેરે સ્થિત એરોનોટિકલ ટેસ્ટ રેન્જમાં આ પરીક્ષણ કરવામાં આવ્યું હતું. નેશનલ એરોસ્પેસ લેબોરેટરીઝ દ્વારા અનમેન્ડ એરિયલ વ્હીકલ(UAV)નું પ્રોટોટાઇપ તૈયાર કરવામાં આવ્યું છે, જે સોલર એનર્જીથી સંચાલિત છે અને બોર્ડર પેટ્રોલિંગ તથા સર્વેલન્સ માટે વિકસાવવામાં આવ્યું છે.

પ્રોટોટાઇપમાં જોવા મળી અદ્ભુત ક્ષમતા

HAP પ્રોટોટાઇપની 8થી 13 મે દરમ્યાન દરરોજ બેક-ટુ-બેક ટેસ્ટ ફ્લાઇટ કરવામાં આવી. આ પરીક્ષણ દ્વારા પ્લેટફોર્મની ક્ષમતા ખૂબ જ અદ્ભુત હોવાનું સ્પષ્ટ થયું. સોલરથી સંચાલિત હોવા છતાં, વાદળ છવાઈ જવાના અથવા સૂર્યપ્રકાશ ઓછો થઈ જવાના પ્રસંગે પણ એણે ઉત્તમ પ્રદર્શન કર્યું. આ વ્હીકલ 24,000 ફૂટ ઊંચાઈએ પહોંચી શક્યું અને બોર્ડર સુરક્ષામાં વધુ ફાયદાકારક સાબિત થયું.

HAPમાં 12 મીટરની પાંખ છે અને તેનું વજન 22 કિલોગ્રામ છે. દરિયાની સપાટીથી સાત કિલોમીટર ઊંચાઈએ 8.5 કલાક સુધી એને ઉડાવવામાં આવ્યું. HAPના પ્રોગ્રામ ડિરેક્ટર એલ. વેંકટક્રિષ્ણન અનુસાર, આ વ્હીકલની ઓટોપાઇલટ સિસ્ટમ ખૂબ જ શક્તિશાળી છે, જેના કારણે માનવીય હસ્તક્ષેપ વિના તેનું સંચાલન શક્ય છે. આ પ્રોગ્રામ પછી, હવે પૂર્ણ-પ્રમાણના વ્હીકલના નિર્માણ પર ધ્યાન આપવામાં આવી રહ્યું છે.

સર્વેલન્સ અને બોર્ડર પેટ્રોલ માટે HAP અને UAV ટેસ્ટ રહી સફળ, જાણો શું છે આ ટૅક્નોલૉજી… 2 - image

પેટ્રોલિંગમાં મળશે મદદ

HAP વ્હીકલ એક કિલોગ્રામનો વજન લઈને 25,000 ફૂટ સુધી જઈ શકે છે. હાલ, બોર્ડર પર પેટ્રોલિંગ માટે માનવીય સંસાધનનો ઉપયોગ થાય છે, પણ આ ટૅક્નોલૉજી ઘણા કિલોમીટર સુધી ઓટોમેટિક પેટ્રોલિંગ પૂરું પાડી શકશે. ઇન્ડિયન એર ફોર્સ દ્વારા આવા હાઇ-એલ્ટિટ્યુટ પ્લેટફોર્મ સિસ્ટમમાં ઉત્સાહ દર્શાવવામાં આવ્યો છે. આ વ્હીકલમાં જિયોઇન્ફોર્મેટિક્સ, મીટરોલૉજી અને ક્રાઉડ મોનિટરિંગ જેવી ઍપ્લિકેશન્સનો સમાવેશ કરવામાં આવશે.

આ પણ વાંચો: સેમસંગની નવી બેટરી ટેક્નોલોજી: કાર્બન-સિલિકોન બેટરી વધુ બેકઅપ અને લાંબી લાઇફ આપશે

એરિયલ ટેલિકમ્યુનિકેશન માટે પણ ઉપયોગી

પૂણેમાં આવેલા ધ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઑફ ટ્રોપિકલ મીટરોલૉજી દ્વારા વરસાદના વાદળોની જાણકારી માટે HAP સિસ્ટમનો ઉપયોગ કરવાના વિકલ્પો તપાસવામાં આવ્યા છે. આ સિસ્ટમ એરિયલ ટેલિકમ્યુનિકેશન માટે પણ ઉત્તમ બની શકે છે. હવામાનને આધારે 5G સ્ટેશન સ્થાપિત કરી શકાય, જેથી નેટવર્ક ન હોય તેવા પ્રદેશમાં પણ કનેક્ટિવિટી ઉપલબ્ધ થાય. પૂર અને કુદરતી આપત્તિઓ દરમ્યાન તાત્કાલિક કોમ્યુનિકેશન માટે પણ આ ટૅક્નોલૉજી ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે.

Tags :