ડેટા સેન્ટર અને વીજળી સંકટ: ટેક્સાસ પાસેથી ઘણું શીખી શકે છે ભારત
India Soon Face Power Issue Because Of Data Center: આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સને (AI) કારણે ડેટા સેન્ટર અને ઈલેક્ટ્રિસિટીની ડિમાન્ડ ખૂબ જ વધી રહી છે. ભારતની ડિજિટલ ઈકોનોમીમાં ડેટા સેન્ટરનો ખૂબ જ વધારો થઈ રહ્યો છે. ખૂબ જ મોટા-મોટા ડેટા સેન્ટર દેશમાં બનાવવાની પરવાનગી આપવામાં આવી રહી છે. એ ડેટા સેન્ટરનો જેમ-જેમ વિસ્તાર વધતો જશે તેમ તેમ ભારત માટે નવી-નવી મુશ્કેલીતો સામે આવતી રહેશે. સૌથી મોટી મુશ્કેલી ઈલેક્ટ્રિસિટીની છે. ડેટા સેન્ટરને ખૂબ જ વધુ વીજળીની જરૂર પડે છે. આથી તેમને વીજળી પૂરી પાડવા માટે દેશના લોકોની વીજળી પર કાપ મૂકવામાં આવી શકે છે. ઈ-કોમર્સથી લઈને એજ્યુકેશન જેવી મોટાભાગની સર્વિસમાં ડેટા સેન્ટરનો ઉપયોગ થાય છે અને એને કારણે તેને સતત વીજળીની જરૂર પડે છે.
ડેટા સેન્ટરને જરૂર છે સતત વીજળીની
ડેટા સેન્ટરને એવી રીતે ડિઝાઇન કરવામાં આવે છે કે તે એક સેકેન્ડ માટે પણ બંધ નથી વહેતા. તેને સતત વીજળી જોઈએ છે અને વીજળી ગઈ હોય તો તેમના માટે પાવરબેકઅપ પણ રાખવામાં આવે છે. આ માટે અનઇન્ટરપ્ટિબલ પાવર સપ્લાઇ (UPS), બેકઅપ જનરેટર્સ અને અન્ય વિકલ્પોના ઉપયોગ થાય છે. ઓછામાં ઓછા સમય માટે પણ વીજળી ગઈ હોય તો એના કારણે જે આઉટેજ સર્જાય, એને કારણે ડેટા લોસ થવાની સાથે સર્વિસ બંધ થઈ શકે છે અને અન્ય નુકસાન પણ થઈ શકે છે. આથી આ ડેટા સેન્ટરને સુરક્ષિત રાખવા માટે વીજળીની સાથે ઘણી કંપનીઓ ઓન-સાઇટ ડીઝલનો જથ્થો પણ ઉપલબ્ધ રાખશે, જે થોડા દિવસ માટે પાવરબેકઅપ આપી શકે. જોકે આ માટે કંપનીને પણ ઘણી સમસ્યાઓ આવી શકે છે અને એ દરેક સમસ્યાનો ભાર સામાન્ય જનતા પર પડશે.
બ્લેકઆઉટથી બચવા માટે ડેટા સેન્ટરને મંજૂરી નહીં આપે ટેક્સાસ
અમેરિકાના ટેક્સાસમાં આ માટે એક ગજબનો નિર્ણય લેવામાં આવ્યો છે. ટેક્સાસ દ્વારા હવે ડેટા સેન્ટરને ત્યાં બનાવવા માટે પરવાનગી નહીં આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ડેટા સેન્ટરના કારણે ત્યાં ઘણીવાર બ્લેકઆઉટ થાય છે. વીજળીની તંગી પડી રહી છે. 2021ની ફેબ્રુઆરીમાં ટેક્સાસમાં રૅકર્ડ બ્રેક વિન્ટર સ્ટોર્મ આવ્યું હતું. એ સમયે વીજળીની તંગી હતી. મોટાભાગના ડેટા સેન્ટર પાસે ઓન-સાઇટ જનરેટર્સ અને ડીઝલ હતા, પરંતુ એવા ઘણી ડેટા સેન્ટરોની પાસે એ સુવિધા નહોતી. આથી આ સમયે તેમને પણ વીજળી પૂરી પાડવાની પડકારનો સામનો કરવો પડ્યો. એ વખતે વીજળીની તંગી ઊભી થઈ હતી. ડેટા સેન્ટર માટે જરૂરી વીજળી લોકોના ઘરો માટે હજી ઉપલબ્ધ વીજળીમાંથી આપવામાં આવી.
આ સાથે જ 2030 સુધીમાં ફક્ત ડેટા સેન્ટરને 32 ગિગાવોટ્સ વીજળીની જરૂર પડશે. આ જરૂરિયાત નવા પ્લાન્ટ્સ પણ પૂરી નહીં કરી શકે. આથી ટેક્સાસે નિર્ણય કર્યો છે કે સંકટ સમયે દરેક વ્યક્તિને તેના ઘરમાં જરૂરી વીજળી મળી રહે, એ માટે ડેટા સેન્ટરને વીજળીની ડિમાન્ડ ઓછી કરવા મંજૂરી નહીં આપવાની રહેશે. એટલે કે સંકટ સમયે દરેક વ્યક્તિએ બ્લેકઆઉટનો સામનો નહીં કરવો પડે. વધુ વીજળીના વધેલા ઉપયોગના કારણે વીજળીના ભાવ પણ વધી રહ્યા છે. ડેટા સેન્ટરને એમાંથી સૌથી વધુ ફાયદો છે, પરંતુ લોકો માટે એ ભાવ ખૂબજ વધુ કહેવાય છે.
ભારત પણ આ પરિસ્થિતિમાંથી પસાર થઈ શકે છે
ભારતીય પાવર સિસ્ટમ હાલમાં વીજળીની સપ્લાયમાં વોલેટિલિટી દર્શાવે છે. સૌથી વધુ ડિમાન્ડ, એટલે કે ઉનાળા દરમિયાન, ઘણીવાર વીજળીની કમી સર્જાય છે અને કાપ મુકવામાં આવે છે. ડેટા સેન્ટર હવે વધતી સંખ્યામાં બની રહ્યા છે. તેમના માટે પેરલલ ગ્રીડ અપગ્રેડ કરવાની જગ્યાએ હાલની ઇન્ફ્રાસ્ટ્રક્ચરની સપોર્ટથી જ વીજળી આપવામાં આવી રહી છે. એના કારણે ઘણીવાર ઓવરલોડ થાય છે અને આઉટેજ પણ જોવા મળે છે. મુંબઈ અને ચેન્નાઈ જેવા વિસ્તારોમાં ઘણી કંપનીઓ અને રહેવાસીઓ એકસાથે જોડાયેલા છે. આથી આવા વિસ્તારોમાં પાવર ગ્રીડ પર જોરદાર અસર થાય છે. આવી જગ્યાઓમાં ડેટા સેન્ટરને કારણે ઓવરલોડની સંભાવના વધારે છે.
આ માટેનો ઉકેલ શું છે?
અલગ-અલગ લોકેશન: એક જ જગ્યાએ ઘણાં બધા ડેટા સેન્ટર રાખવા કરતાં અલગ-અલગ જગ્યાએ એનો સમાવેશ કરવો. અલગ પાવર ગ્રીડ અને અલગ ઝોન હોવાથી વીજળીનો લોડ વહેંચાઈ જાય છે. આથી એક મોટું ડેટા સેન્ટર સાઉથમાં હોય તો બીજું નોર્થમાં રાખવું જરૂરી છે. એક રાજ્યમાં વધુ પડતાં ડેટા સેન્ટર સમગ્ર રાજ્યની વીજળી પર અસર પહોંચાડી શકે છે.
રીન્યુએબલ એનર્જીમાં ઇન્વેસ્ટમેન્ટ: ડેટા સેન્ટરને રીન્યુએબલ એનર્જીનો ઉપયોગ કરવા માટે પ્રેરિત કરવું. તેઓ વધુ પડતી સોલર એનર્જી અને પવનચક્કીનો ઉપયોગ કરે એ જરૂરી છે. તેમ જ બેકઅપ માટે બેટરી સ્ટોરેજનો સમાવેશ કરે જેથી ડીઝલનો પણ બચાવ કરી શકાય.
ગ્રીડને અપગ્રેડ કરવી: પાવર ગ્રીડને અપગ્રેડ કરવી ખૂબ જ જરૂરી છે. હાઇ-ડેન્સિટી લોડ હોય ત્યારે ગ્રીડ ખૂબ જ સ્માર્ટ રીતે પાવરને ડિસ્ટ્રિબ્યુટ કરી શકે અને તમામ પ્રકારના લોડને હેન્ડલ કરી શકે એ માટેનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરવું જરૂરી છે. લોડ પડવાથી પણ ગ્રીડ બંધ થઈ શકે છે, જે આજના સમયમાં ન થવું જોઈએ.
આ પણ વાંચો: હવે લોન નહીં ચૂકવો તો બેન્ક તમારો ફોન લોક કરી શકશે, RBIની નવા નિયમની તૈયારી
આત્મનિર્ભર બનવું
મોટા ભાગના રાજ્ય દ્વારા ડેટા સેન્ટરને તેમની વીજળી પોતાની રીતે મેળવવાની ફરજ પાડવી જોઈએ. રાજ્ય સરકાર વીજળી પહોંચાડે એના કરતાં ડેટા સેન્ટર પોતાની રીતે વીજળી ઉત્પન્ન કરે એ વધુ હિતાવહ છે. એના કારણે વીજળીની ડિમાન્ડ પર પણ અસર નહીં થાય. તેમ જ લોડ ન આવવાની સાથે એના ભાવ પણ જળવાઈ રહે જેથી સામાન્ય વ્યક્તિ પર એની અસર નહીં પડે.