Science & Technology

એક વર્ષમાં સાયબર ઠગે કરી રૂ. 22,811 કરોડની છેતરપિંડી, 19 લાખ કેસ સામે આવ્યા

By GS TEAM
1 Jul 20252 mins read
TukuTouch Logo
દરરોજ સાયબર ક્રાઈમના ઘણા કિસ્સા સામે આવે છે. ભારતીય સાયબર ક્રાઇમ કોઓર્ડિનેશન સેન્ટર I4C અનુસાર, વર્ષ 2024 માં NCRP પર 19.18 લાખ ફરિયાદો મળી છે. આ ફરિયાદો સાયબર ક્રાઇમ સંબંધિત છે, જેમાં લોકોએ 22,811.95 કરોડ રૂપિયા ગુમાવ્યા છે. આ આંકડાઓ સાથે, ભારત વિશ્વમાં સાયબર ક્રાઇમથી સૌથી વધુ પ્રભાવિત દેશોમાંનો એક બની ગયો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

એક વર્ષમાં સાયબર ઠગે કરી રૂ. 22,811 કરોડની છેતરપિંડી, 19 લાખ કેસ સામે આવ્યા

Cyber Fraud: દરરોજ સાયબર ક્રાઈમના ઘણા કિસ્સા સામે આવે છે. ભારતીય સાયબર ક્રાઇમ કોઓર્ડિનેશન સેન્ટર I4C અનુસાર, વર્ષ 2024 માં NCRP પર 19.18 લાખ ફરિયાદો મળી છે. આ ફરિયાદો સાયબર ક્રાઇમ સંબંધિત છે, જેમાં લોકોએ 22,811.95 કરોડ રૂપિયા ગુમાવ્યા છે. આ આંકડાઓ સાથે, ભારત વિશ્વમાં સાયબર ક્રાઇમથી સૌથી વધુ પ્રભાવિત દેશોમાંનો એક બની ગયો છે.

દર વર્ષે સાયબર એટેકના કેસમાં વધારો

ભારતમાં સાયબર ક્રાઇમના આંકડા દર વર્ષે વધી રહ્યા છે. GIREM રિપોર્ટ અનુસાર, ભારતમાં માલવેર એટેકમાં 11%, રેન્સમવેરમાં 22%, IoT એટેકમાં 59% અને ક્રિપ્ટો એટેકમાં 409%નો વધારો થયો છે.

વર્ષ 2023માં સાયબર ક્રાઇમની 15.56 લાખ ફરિયાદો નોંધાઈ હતી, જે 2024માં વધીને 19.18 લાખ થઈ ગઈ છે. આમાંથી મોટાભાગની ફરિયાદો પૈસા સંબંધિત છેતરપિંડી છે. વર્ષ 2022માં લોકોએ 2306 કરોડ રૂપિયા તેમજ 2023માં ભારતીયોએ સાયબર ક્રાઇમમાં 7496 કરોડ રૂપિયા ગુમાવ્યા હતા.

લોકોએ સાયબર છેતરપિંડીમાં લગભગ 33,165 કરોડ રૂપિયા ગુમાવ્યા

વર્ષ 2024 માં, આ આંકડો 2023 ની સરખામણીમાં ત્રણ ગણો અને 2022ની સરખામણીમાં 10 ગણો વધ્યો છે. છેલ્લા ચાર વર્ષમાં, લોકોએ સાયબર છેતરપિંડીમાં લગભગ 33,165 કરોડ રૂપિયા ગુમાવ્યા છે. GIREM ના રિપોર્ટ મુજબ, વર્ષ 2024માં ફિશિંગ એટેકમાંથી 82.6% AIની મદદથી થયેલા છે. તાજેતરમાં, QR કોડ આધારિત સાયબર છેતરપિંડીના કેસમાં વધારો થયો છે.

લોકો ફક્ત QR કોડ સ્કેન દ્વારા જ નહીં પરંતુ ઘણી અન્ય રીતે પણ સાયબર છેતરપિંડીમાં ફસાઈ રહ્યા છે. અહીં, સાયબર ગુનેગારો લોકોને તેમના જાળમાં ફસાવવા માટે નકલી પોલીસ તરીકે ઓળખાવાથી લઈને ડિજિટલ અરેસ્ટ સુધીની રીતો અજમાવે છે. 

આ પણ વાંચો: iOS 26ના બે મુખ્ય ફીચરને હાલમાં લોન્ચ નહીં કરે એપલ, જાણો કયા છે આ ફીચર…

આ બાબતો ખાસ ધ્યાનમાં રાખો, જેથી છેતરપિંડીથી બચી શકાય 

- ક્યારેય અજાણી લિંક્સ પર ક્લિક ન કરો

- તમારા OTP, બેંકિંગ વિગતો અને અન્ય પાસવર્ડ્સ બીજા કોઈ સાથે શેર કરશો નહીં

- તમે WhatsApp પર પણ છેતરપિંડીનો ભોગ બની શકો છો, તેથી અજાણ્યા વ્યક્તિ સાથે ચેટ કરતી વખતે સાવચેત રહો

- તમારા આધારકાર્ડ નંબર, પાનકાર્ડ નંબર જેવી અંગત વિગતો કોઈની સાથે શેર કરશો નહીં

- જો કોઈ તમને ડિજિટલ અરેસ્ટ અથવા પોલીસના નામે ડરાવે છે, તો ડર્યા વિના આવા કેસની જાણ કરો

- વધુ નફા માટે અજાણી એપ્સ ડાઉનલોડ કરશો નહીં.