Get The App

હેલ્થકેર ક્ષેત્રે ભારતનો ‘AI પાવર’: AI ટુલ્સ વાપરવામાં ભારતીયો દુનિયામાં સૌથી આગળ, USA-જાપાનને પણ પાછળ છોડ્યા

Updated: Apr 21st, 2026

GS TEAM

Google News
Google News
હેલ્થકેર ક્ષેત્રે ભારતનો ‘AI પાવર’: AI ટુલ્સ વાપરવામાં ભારતીયો દુનિયામાં સૌથી આગળ, USA-જાપાનને પણ પાછળ છોડ્યા 1 - image

India Leads Global AI Adoption in Healthcare: ભારત પર્સનલ હેલ્થ માટે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ(AI) ટુલ્સ વાપરવામાં દુનિયામાં સૌથી આગળ છે. એક રિપોર્ટ અનુસાર, ભારતમાં 85 ટકા લોકો પહેલાથી AI આધારિત ટુલ્સનો ઉપયોગ કરવા લાગ્યા છે. આમ હેલ્થકેર ક્ષેત્રે ભારતનો ‘AI પાવર’ જોવા મળી રહ્યો છે. AI ટુલ્સ વાપરવામાં ભારતીયોએ USA-જાપાનને પણ પાછળ છોડી દીધા છે.

AI ટુલ્સ વાપરવામાં ભારતીયો દુનિયામાં સૌથી આગળ

બોસ્ટન કન્સલ્ટિંગ ગ્રૂપ(BCG) દ્વારા હાથ ધરવામાં આવેલા એક અભ્યાસનું ટાઇટલ છે કે, 'ગ્રાહકો AI-સક્ષમ આરોગ્ય સંભાળ માટે તૈયાર છે. આરોગ્ય પ્રણાલીઓને પણ તૈયાર રહેવાની જરૂર છે.' આમ, ભારતીય વપરાશકર્તાઓ વિશ્વના બાકીના દેશો કરતાં નોંધપાત્ર રીતે ઝડપથી જનરેટિવ AI અપનાવી રહ્યા છે.

આ રિપોર્ટ 15 દેશોના 13,000થી વધુ લોકો પર કરવામાં આવેલા સર્વે પર આધારિત છે. જેમાં જણાવ્યું છે કે, AI ટુલ્સ વાપરવામાં ભારતનું સ્તર અમેરિકા(50 ટકા), બ્રિટન(40 ટકા) અને જાપાન(34 ટકા)થી ઘણું વધારે છે.

હેલ્થથી જોડાયેલા કામો માટે AIનો વધુ ઉપયોગ

દુનિયાભરમાં આશારે 60 ટકા લોકો હેલ્થથી જોડાયેલા કામો માટે AIનો ઉપયોગ કરી રહ્યા છે. પરંતુ ભારત આ મામલે સૌથી આગળ છે. આમ, ભારતમાં ડિજિટલ હેલ્થ ટુલ્સને લઈને લોકોનો વિશ્વાસ વધી રહ્યો છે.

તબીબી સારવાર માટે દર્દીઓની નવી માનસિકતા 

રિપોર્ટ મુજબ, દર્દીઓ હવે તબીબી સારવાર માટે નવી માનસિકતા અપનાવી રહ્યા છે. મોટાભાગના લોકો એવા મોડેલને પસંદ કરે છે, જેમાં ડૉકટરો અને AI સાથે મળીને કામ કરે, ન કે AI ડૉકટરોની જગ્યા લે. આ રીતે ખાસ કરીને ટેસ્ટ રિપોર્ટ સમજવા અને લાંબા સમયથી ચાલનારી સમસ્યાને મેનેજ કરવામાં વધુ ઉપયોગી માનવામાં આવે છે.

યુવા પેઢીમાં AIના ઉપયોગને લઈને રિપોર્ટ જણાવ્યું છે કે, યુવા પેઢી આ બદલાવને ઝડપથી આગળ વધારી રહી છે. આશરે 78 ટકા જેન્જી અને 71 ટકા મિલેનિયલ્સ હેલ્થ સાથે સંકળાયેલા કામો માટે AIનો ઉપયોગ કરી રહ્યા છે. તાજેતરમાં હેલ્થકેરમાં AIનો વધુ ઉપયોગ ચેટબોટ્સ અને વિયરેબલ ડિવાઇસ સુધી સિમિત છે, પરંતુ લોકોને આશા છે કે તે હજુ વધશે.

આ પણ વાંચો: John Ternus બન્યા Appleના નવા CEO: પગાર, કારકિર્દી અને ટિમ કુકનો નવો રોલ, જાણો સંપૂર્ણ વિગતો

રિપોર્ટ અનુસાર, હાલ 33 ટકા લોકો ચેટબોટ્સ અને 19 ટકા લોકો વિયરેબલ્સનો ઉપયોગ કરી રહ્યા છે. પરંતુ લોકો હવે એવા ઍડ્વાન્સ 'એજેન્ટિક AI'ની આશા રાખી રહ્યા છે જે ખુદથી એપોઇન્ટમેન્ટ બુક કરી શકે, રેફરલ મેનેજ કરી શકે અને દવાઓની ઓળખ કરી શકે. જેમાં ગ્રાહકો હવે એવી સ્માર્ટ AI સિસ્ટમની ઇચ્છા રાખી રહ્યા છે જે આપોઆપ અનેક જવાબદારી નીભાવે અને હેલ્થકેરને વધુ સરળ અને પ્રભાવિત બનાવી શકે.