Science & Technology

ઇન્ડિયા, જપાન અને અમેરિકા મળીને એલિયન લાઇફ શોધશે, જાણો કેવી રીતે અંતરિક્ષમાં કરવામાં આવશે મિશન…

By GS Team
27 Nov 20252 mins read
TukuTouch Logo
ઇન્ડિયા, જપાન અને અમેરિકાએ પાર્ટનરશિપ કરી છે અને એ હેઠળ હવે એલિયન લાઇફને શોધવામાં આવશે. આ માટે એક જાયન્ટ ટેલિસ્કોપ એટલે કે થર્ટી મીટર ટેલિસ્કોપ (TMT) બનાવવામાં આવશે. આ એક ખૂબ જ મોટી અને મહત્ત્વની પાર્ટનરશિપ કરવામાં આવી છે. એના દ્વારા હવે કોસ્મોસ અને એલિયન લાઇફને ખૂબ જ ઊંડાણમાં જઈને સમજવામાં અને શોધવામાં આવશે. આ ટેલિસ્કોપ 2030ના મધ્યમાં શરૂ થઈ જશે એવી આશા રાખવામાં આવી રહી છે. આ પાર્ટનરશિપ દ્વારા યુનિવર્સને સમજવાની દિશા બદલાઈ શકે છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ઇન્ડિયા, જપાન અને અમેરિકા મળીને એલિયન લાઇફ શોધશે, જાણો કેવી રીતે અંતરિક્ષમાં કરવામાં આવશે મિશન…

New Mission to Find Allien Life: ઇન્ડિયા, જપાન અને અમેરિકાએ પાર્ટનરશિપ કરી છે અને એ હેઠળ હવે એલિયન લાઇફને શોધવામાં આવશે. આ માટે એક જાયન્ટ ટેલિસ્કોપ એટલે કે થર્ટી મીટર ટેલિસ્કોપ (TMT) બનાવવામાં આવશે. આ એક ખૂબ જ મોટી અને મહત્ત્વની પાર્ટનરશિપ કરવામાં આવી છે. એના દ્વારા હવે કોસ્મોસ અને એલિયન લાઇફને ખૂબ જ ઊંડાણમાં જઈને સમજવામાં અને શોધવામાં આવશે. આ ટેલિસ્કોપ 2030ના મધ્યમાં શરૂ થઈ જશે એવી આશા રાખવામાં આવી રહી છે. આ પાર્ટનરશિપ દ્વારા યુનિવર્સને સમજવાની દિશા બદલાઈ શકે છે.

ભારતની ગ્લોબલ પાર્ટનરશિપ  

TMT બનાવવા માટે ઇન્ડિયા, જપાન અને અમેરિકાએ સાથે મળીને કામ કરવાનું નક્કી કર્યું છે. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઓફ એસ્ટ્રોફિઝિક્સ, ઇન્ટર-યુનિવર્સિટી સેન્ટર ફોર એસ્ટ્રોનોમી એન્ડ એસ્ટ્રોફિઝિક્સ અને આર્યભટ્ટ રિસર્ચ ઇન્સ્ટિટ્યુટ ઓફ ઓબ્ઝર્વેશનલ સાયન્સ મળીને ડિઝાઇન અને ટેક્નોલોજી પર કામ કરી રહ્યાં છે. આ ટેલિસ્કોપને હવાઇના મૌના કિયા પર મૂકવામાં આવશે. દુનિયાની એસ્ટ્રોનોમિકલ ઓબ્ઝર્વેશન માટેની સૌથી ઉત્તમ જગ્યામાંની આ એક છે.

TMT કેમ સ્પેશ્યલ છે?  

આ ટેલિસ્કોપનો પ્રાઇમરી મિરર 30 મીટરનો છે. અત્યારની જેટલી પણ ઓબ્ઝર્વેટરી છે એ તમામ આની સામે ખૂબ જ નાની લાગશે. આ ટેલિસ્કોપની મદદથી એક્સોપ્લેનેટ્સ, દૂર રહેલી ગેલેક્સી, બ્લેક હોલ્સ અને કોસ્મોસ વિશે સ્ટડી કરવામાં આવશે. બાયોસિગ્નેચર કેમિકલને લગતી કોઈ પણ ઘટના મળે તો એના પર ખાસ ધ્યાન આપવામાં આવશે કારણ કે એનાથી એલિયન લાઇફ વિશે જાણી શકાશે. આ એક કટીંગ-એજ ઓપ્ટિકલ એન્ડ ઇન્ફ્રારેડ ઇન્સ્ટ્રુમેન્ટ છે. એની મદદથી વિજ્ઞાનીઓ તમામ ડિટેઇલને ખૂબ જ ચોક્કસતાથી જાણી શકશે અને એનાલાઇઝ કરી શકશે. આપણી સોલાર સિસ્ટમની બહારની દુનિયા વિશે પણ માહિતી મળશે.

ભારતની ભૂમિકા શું હશે?  

ભારત આ મિશનમાં ફક્ત પાર્ટનર તરીકે નામ પૂરતું નથી. ભારત દ્વારા તમામ ટેક્નોલોજી પૂરી પાડવામાં આવશે. ભારતના વિજ્ઞાનીઓ હવે ઓપ્ટો-મિકેનિકલ ટેલિસ્કોપ સિસ્ટમને બનાવી રહ્યાં છે. મિરર સેગમેન્ટ અને ડેટા-હેન્ડલિંગ સિસ્ટમમાં આ ખૂબ જ મહત્ત્વની ભૂમિકા ભજવશે. દુનિયાભરમાં સ્પેસ સાયન્સમાં ભારત ખૂબ જ ઝડપથી આગળ આવી રહ્યું છે. ઇન્ટરનેશનલ એસ્ટ્રોનોમી કમ્યુનિટીમાં આ મિશનને લઈને ભારત ખૂબ જ ચર્ચામાં રહેશે.

આ પણ વાંચો: PM મોદીએ લોન્ચ કર્યું ભારતનું પ્રથમ પ્રાયવેટ કોમર્શિયલ રોકેટ, જાણો કેમ ગેમચેન્જર સાબિત થઈ શકે છે 'વિક્રમ-1'

આ મિશન કેમ મહત્ત્વનું છે?

માનવજાતનો સૌથી મોટો પ્રશ્ન એ છે કે આ યુનિવર્સમાં શું આપણે એકલા છીએ? આ TMT મિશન દ્વારા એ સવાલનો જવાબ શોધવાની કોશિશ કરવામાં આવશે. આ મિશન દ્વારા એ વાતને પણ જોર આપવામાં આવી રહ્યું છે કે કેવી રીતે વિવિધ દેશ તેમની ટેક્નોલોજીનો ઉપયોગ કરીને એક મિશન પર કામ કરી રહ્યાં છે. TMT હવે જેમ્સ વેબ સ્પેસ ટેલિસ્કોપ અને અન્ય ઓબ્ઝર્વેટરીને મદદરૂપ પણ બનશે. તેમની સાથે ડેટા શેર પણ કરશે અને તેમની શોધ પરથી વધુ રિસર્ચ પણ કરશે.