Get The App

મોબાઇલમાં સ્ટોરેજનો ઈશ્યૂ હોય, તો આ રીતે ખાલી કરો મેમરી

Updated: May 27th, 2025

GS TEAM


Google News
Google News
મોબાઇલમાં સ્ટોરેજનો ઈશ્યૂ હોય, તો આ રીતે ખાલી કરો મેમરી 1 - image


Mobile Storage Issue: કોઈ પણ યુઝર માટે સ્માર્ટફોન સ્ટોરેજ સૌથી મોટો ઇશ્યૂ છે. મોબાઇલમાં હવે લિમિટેડ સ્ટોરેજ આવે છે. તેથી સ્ટોરેજ સંપૂર્ણ ભરાઈ ગયા બાદ યુઝર માટે મુશ્કેલી બની જાય છે. આથી યુઝરે ડેટા ડિલીટ કરવું પડે છે. આ ડિલીટ પ્રક્રિયામાં ઘણીવાર યુઝરની યાદગીરી તરીકે રાખેલા ફોટો-વીડિયો પણ ડિલીટ થઈ જાય છે. જોકે ફોનની સ્ટોરેજ ડિલીટ કરવા માટે અન્ય પણ ઘણાં ઉપાય છે. તેની મદદથી યુઝર પોતાની સ્ટોરેજને ડિલીટ કરી શકે છે અને ડેટા પણ સાચવી શકે છે.

ક્લાઉડ સ્ટોરેજ સર્વિસનો ઉપયોગ કરવો

ઘણી કંપનીઓ ક્લાઉડ સ્ટોરેજ સર્વિસ આપે છે. એપલ અને ગૂગલ બંને લિમિટેડ સ્ટોરેજ મફત આપે છે. આ સિવાય પણ ઘણી કંપનીઓ છે જે મફતમાં લિમિટેડ સ્ટોરેજ આપે છે. તેથી યુઝર આ પ્રકારની વિવિધ સ્ટોરેજનો ઉપયોગ કરીને ફોટા અને વીડિયો એમાં સ્ટોર કરી શકે છે. આ ફોટાને ક્લાઉડ પર સ્ટોર કરવામાં આવી હોવાથી તેને ગમે ત્યારે એક્સેસ કરી શકાય છે. બીજી તરફ, યુઝરની ફોન સ્ટોરેજ ખાલી રહેશે. આ રીતે ફોટાને પણ સાચવી શકાય.

એપ્લિકેશનને યોગ્ય રીતે મેનેજ કરવું

એપ્લિકેશન મોબાઇલમાં ઘણી જગ્યા રોકે છે. એપ્લિકેશન ઇન્સ્ટોલ થતી વખતે જગ્યા લે છે, પણ તેનો ઉપયોગ થાય ત્યારે પણ સ્ટોરેજ લે છે. ઉદાહરણ તરીકે, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ ઇન્સ્ટોલ કરવા માટે જગ્યા લે છે, પરંતુ તેનું ઉપયોગ દરમિયાન ડેટા સ્ટોર થાય છે અને સાથે કેશ ફાઇલ પણ બની જાય છે. આ ટેમ્પરરી ફાઇલ પણ ડિવાઇઝની સ્ટોરેજ ભરવામાં યોગદાન આપે છે. તેથી કેટલીક વાર ટેમ્પરરી અને કેશ ફાઇલ ડિલીટ કરતાં રહેવું જોઈએ જેથી મોબાઇલની સ્ટોરેજ ખાલી થતી રહે.

મોબાઇલમાં સ્ટોરેજનો ઈશ્યૂ હોય, તો આ રીતે ખાલી કરો મેમરી 2 - image

એક્સટર્નલ સ્ટોરેજનો વિકલ્પ

યુઝર પોતાના ફોટા અને વીડિયો સ્ટોર કરવા માટે બાહ્ય ડિવાઇઝ અથવા સ્ટોરેજ કાર્ડનો ઉપયોગ કરી શકે છે. એપલમાં મેમરી કાર્ડ સપોર્ટ થતો નથી જ્યારે એન્ડ્રોઇડમાં મેમરી કાર્ડ વિકલ્પ મળે છે. તેથી યુઝર આ વિકલ્પનો ઉપયોગ કરી શકે. આઇફોનમાં મેમરી કાર્ડ નથી આવતો, તેથી યુઝર બાહ્ય સ્ટોરેજ ઉપયોગ કરી શકે. ફોટા અને વીડિયો બાહ્ય સ્ટોરેજમાં કોપી-પેસ્ટ કરી શકાય.

આ પણ વાંચો: ઇંધણ તરીકે હવાથી ચાલશે પ્લેન?: મુશ્કેલ છે, પરંતુ અશક્ય નથી, જાણો વિગત...

કેમેરા એડજસ્ટમેન્ટ

આજકાલના મોબાઇલમાં ઉચ્ચ-પરિભાષા કેમેરા હોય છે. તેથી તેમાં કેપ્ચર થયેલા ફોટા અને વીડિયો ખૂબ જ મોટા હોય છે. જો કેમેરા એડજસ્ટમેન્ટ દ્વારા તેની ગુણવત્તા થોડો ઓછો કરવામાં આવે, તો સાઇઝ ઓછી થઈ શકે. આમ, કેમેરા એડજસ્ટમેન્ટ દ્વારા ઘણી સ્ટોરેજ બચી શકે.

Tags :