Get The App

ભારતીય રેલવેની એક સુપરએપ, પરંતુ કામ અનેક: જાણો કેવી રીતે ઉપયોગ કરશો…

Updated: Sep 12th, 2025

GS TEAM

Google News
Google News
ભારતીય રેલવેની એક સુપરએપ, પરંતુ કામ અનેક: જાણો કેવી રીતે ઉપયોગ કરશો… 1 - image


Indian RailOne App: ભારતીય રેલવે દ્વારા હાલમાં જ થોડા સમય પહેલાં સુપરએપ ‘રેલવન’ લોન્ચ કરવામાં આવી હતી. ભારતીય રેલવેની ઘણી ઍપ્લિકેશન્સ છે એ તમામને હવે એક ઍપ્લિકેશનમાં સમાવેશ કરવામાં આવ્યો છે. ટ્રેનનું રિઝર્વેશનથી લઈને લોકલ ટિકિટથી લઈને, ભોજન ઓર્ડર કરવો કે ફરિયાદ કરવી કે ટ્રેનની ટિકિટનું સ્ટેટસ જાણવું દરેક વસ્તુ હવે રેલવન ઍપ્લિકેશન પરથી કરી શકાશે. આ પ્લેટફોર્મ પર ટિકિટ બુક કરવી ખૂબ જ સરળ છે અને એને પહેલાં કરતાં ખૂબ જ સરળતાથી હવે બુક કરી શકાશે.

ટિકિટ બુક કરવાના કેટલા વિકલ્પ છે?

આ માટે પહેલાં યુઝર્સ દ્વારા રેલવેનું એકાઉન્ટ બનાવવું પડશે. મોબાઇલ નંબર દ્વારા આ એકાઉન્ટ બનાવી શકાય છે. યુઝરનું જૂનું રેલવે એકાઉન્ટ હશે એનાથી પણ આ ઍપ્લિકેશન ઉપયોગ કરી શકાશે. ત્યાર બાદ યુઝરને ટિકિટ ખરીદવા માટે ત્રણ વિકલ્પ મળશે. રિઝર્વ ટિકિટ, ચાલુ ડબ્બા માટેની એટલે કે અનરિઝર્વ ટિકિટ અને પ્લેટફોર્મ ટિકિટ ખરીદી શકાશે. આથી ત્રણમાંથી જે વિકલ્પ પસંદ કરવો હોય એ કરી શકાશે.

રિઝર્વેશન ટિકિટ કેવી રીતે બુક કરશો?

મોટા ભાગે યુઝર્સ રિઝર્વેશન ટિકિટ માટે ઍપ્લિકેશનનો ઉપયોગ કરે છે. આથી ઓનલાઇન ટિકિટ બુક કરવા માટે રિઝર્વ ટિકિટ ઓપ્શન પર ક્લિક કરવું. ત્યાર બાદ તારીખ, ક્યા કોટામાંથી ટિકિટ બુક કરવી એ, ફર્સ્ટ ક્લાસ કે પછી સેકન્ડ ક્લાસ કે સ્લીપર એ પસંદ કરવું. ત્યાર બાદ ક્યાંથી લઈને ક્યાં સુધીની ટિકિટ બુક કરવી એ માટે સ્ટેશનનું નામ પસંદ કરવું. ત્યાર બાદ સર્ચ કરવાનું રહેશે.

ભારતીય રેલવેની એક સુપરએપ, પરંતુ કામ અનેક: જાણો કેવી રીતે ઉપયોગ કરશો… 2 - image

સર્ચ કર્યા બાદ યુઝરને જે-તે સ્ટેશન વચ્ચે જેટલી ટ્રેન છે એ દેખાડવામાં આવશે. આથી કઈ ટ્રેનમાં ક્યા ક્લાસમાં કેટલી સીટ ખાલી છે એ જાણી શકાશે. એ ચેક કર્યા બાદ જો જગ્યા હોય અને એ ટ્રેન પસંદ કરવી હોય તો એને સિલેક્ટ કરવાનું રહેશે. એ સિલેક્ટ કર્યા બાદ નામ અને નંબર દાખલ કરી આગળ વધવાનું રહેશે. ત્યાર બાદ યુઝર તેની તમામ માહિતીને ફરી એક વાર ચેક કર્યા બાદ પેમેન્ટ ઓપ્શનને પસંદ કરવાનો રહેશે. ત્યાર બાદ પેમેન્ટ માટે કયા વિકલ્પનો ઉપયોગ કરવો એ પણ નક્કી કરવાનું રહેશે અને પેમેન્ટ કરતાં જ ટિકિટ યુઝર પર ઇમેલ અથવા તો મેસેજ દ્વારા આવી જશે. તેમ જ એને ઍપ્લિકેશનમાં પણ જોઈ શકાશે. 

આ પણ વાંચો: 2025માં ચોથી વાર સ્પાયવેર એલર્ટ ઇશ્યુ કર્યું એપલે: સૌથી વધુ ફ્રાન્સના યુઝર્સ સંકટમાં

ઍપ્લિકેશનનો અન્ય ઉપયોગ

આ ઍપ્લિકેશન પર ટિકિટ બુક કર્યા બાદ જ્યારે ટ્રેનમાં જઈ રહ્યાં હોય ત્યારે પોતાની સીટ પર ભોજન મંગાવવા માટે પણ ઍપ્લિકેશનનો ઉપયોગ થઈ શકે છે. આ માટે ઓર્ડર ફૂડ ઓપ્શનને પસંદ કરવાનો રહેશે અને પીએનઆર નંબર દાખલ કરી પોતાની જગ્યા પર ભોજનને મંગાવી શકાશે. આ સાથે જ ટ્રેન સર્ચ કરવી, પીએનઆર સ્ટેટસ જાણવું, કોચ પોઝિશન, ટ્રેન ટ્રેક કરવી, રેલ મદદ, ટ્રાવેલ ફીડબેક અને રિફંડ માટેની પ્રોસેસ કરવા માટેના પણ વિકલ્પ આપ્યાં છે. આ તમામ યુઝર્સને એક જ ઍપ્લિકેશનમાં જોવા મળશે. અગાઉ આ તમામ માટે અલગ-અલગ ઍપ્લિકેશન ડાઉનલોડ કરવી પડતી હતી.

Tags :