Science & Technology

સ્માર્ટફોનને કેવી રીતે સિક્યોર રાખશો? આટલું કરો…

By GS TEAM
19 Jun 20253 mins read
TukuTouch Logo
આજના જમાનામાં પ્રાઇવસી ખૂબ જ મહત્વની છે. આથી કોઈ પણ ડિવાઇસનો ઉપયોગ કરવા પહેલાં એને સિક્યોર કેવી રીતે રાખવું એ જાણવું ખૂબ જ જરૂરી છે. સ્માર્ટફોનના કેટલાક ફીચર્સ છે જેના કારણે યુઝરના પર્સનલ ડેટા મેળવી શકાય છે. આથી યુઝરે તેના સ્માર્ટફોનનો ઉપયોગ કરતી વખતે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. આ બાબતોનું ધ્યાન રાખવાથી યુઝર તેની કેટલીક માહિતીને સાચવી શકે છે, જે અન્ય વ્યક્તિ સુધી નહીં જઈ શકે.

Summarized by AI; it may make mistakes. Check important info

સ્માર્ટફોનને કેવી રીતે સિક્યોર રાખશો? આટલું કરો…

Secure Smartphone: આજના જમાનામાં પ્રાઇવસી ખૂબ જ મહત્ત્વની છે. આથી કોઈ પણ ડિવાઇસનો ઉપયોગ કરવા પહેલાં એને સિક્યોર કેવી રીતે રાખવું એ જાણવું ખૂબ જ જરૂરી છે. સ્માર્ટફોનના કેટલાક ફીચર્સ છે જેના કારણે યુઝરના પર્સનલ ડેટા મેળવી શકાય છે. આથી યુઝરે તેના સ્માર્ટફોનનો ઉપયોગ કરતી વખતે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. આ બાબતોનું ધ્યાન રાખવાથી યુઝર તેની કેટલીક માહિતીને સાચવી શકે છે, જે અન્ય વ્યક્તિ સુધી નહીં જઈ શકે.

લિમિટેડ એપ્લિકેશનની પરવાનગી

કોઈ પણ એપ્લિકેશનને ઉપયોગ કરવા માટે એ કેટલીક પરવાનગીઓ માગતી હોય છે. જેમ કે માઇક્રોફોન, કેમેરા અને લોકેશન વગેરેની પરવાનગી માગે છે. આથી બને તેટલી એપ્લિકેશનને ઓછામાં ઓછી પરવાનગી આપવી જરૂરી છે. લોકેશન, કેમેરા અને કોન્ટેક્ટ મોટાભાગની એપ્લિકેશન માટે જરૂરી નથી હોતાં. તેમ જ માઇક્રોફોનની પણ જરૂર દરેક વખતે નથી હોતી. આ તમામ પરવાનગીઓ ન આપવામાં આવે તો યુઝર તેની મોટા ભાગની માહિતી સાચવી શકે છે. ઉદાહરણ તરીકે, ઇન્સ્ટાગ્રામને માઇક્રોફોનની પરવાનગી આપવામાં આવી હશે તો યુઝર જે-તે વાત કરશે એની માહિતી અને એડ્સ ઇન્સ્ટાગ્રામ પર જોવા મળશે. આથી માઇક્રોફોનને પરવાનગી ન આપવી જેથી ઇન્સ્ટાગ્રામ આ માહિતી ન મેળવી શકે. યુઝર દરેક સમયે વીડિયો શૂટિંગ કરતો નથી. તેમ જ ઇન્સ્ટાગ્રામમાં વીડિયો શૂટિંગ કરતા, કેમેરા એપ્લિકેશનનો ઉપયોગ કર્યા બાદ એમાં સિલેક્ટ કરી લેવું.

લોકેશનને બંધ રાખવું

લોકેશન સર્વિસને હંમેશા બંધ રાખવી. મોટાભાગની એપ્લિકેશન યુઝર્સની લોકેશનને ટ્રેક કરતી રહે છે. આથી લોકેશન આધારિત એડ્સ તેમને પહોંચાડી શકાય. આ માટે લોકેશન માટે લિમિટેડ એપ્લિકેશનને પરવાનગી આપવી. તેમ જ જ્યારે પણ પરવાનગી આપો ત્યારે હંમેશાં “એપ્લિકેશન ઉપયોગ કરતી વખતે” લોકેશન સર્વિસ ઉપયોગ થાય એ પ્રકારની પરવાનગી આપવી. જો રિયલ-ટાઇમ લોકેશન થર્ડ-પાર્ટી સુધી પહોંચાડી દેવામાં આવે તો યુઝરની પ્રાઇવસી પર રિસ્ક રહે છે. આથી યુઝરે બને તેટલી ઓછી લોકેશન સર્વિસ માટે પરવાનગી આપવી જોઈએ.


ડેટા શેરિંગ સેટિંગ્સને બદલવું

સ્માર્ટફોન ઘણી વાર યુઝરના ડેટા કલેક્ટ કરતો હોય છે. આ માટે તે યુઝરની પરવાનગી પણ લે છે. સ્માર્ટફોન કંપની તેમની સર્વિસને વધુ સુધારવા માટે આ ડેટા કલેક્ટ કરે છે. આ માટે યુઝરે પ્રાઇવસી સેટિંગ્સમાં જઈને ડેટા કલેક્શનમાંથી નીકળી જવું જોઈએ. કોઈ પણ કંપની જ્યારે યુઝરના ડેટા કલેક્ટ કરે ત્યારે એને પર્સનલ માહિતી પણ મળતી હોય છે. આથી આ પ્રકારના સેટિંગ્સથી દૂર રહેવું.

આ પણ વાંચો: પાસવર્ડ કરતાં વધુ સિક્યોર પાસકી લઈને આવી રહ્યું છે ફેસબુક: આંગળીના ટેરવે લોગઇન કરી શકાશે યુઝર્સ

સોફ્ટવેર અને એપ્સ અપડેટ

યુઝરે તેની ઓપરેટિંગ સિસ્ટમ અને એપ્લિકેશન્સને સતત અપડેટ કરતાં રહેવું જોઈએ. આ કારણે યુઝરનો સ્માર્ટફોન વધુ સિક્યોર બને છે. મોબાઇલમાં કોઈ પણ ઇશ્યુ હોય તો આ અપડેટથી એનું નિરાકરણ આવી શકે છે. આથી જો કોઈ છેતરપિંડી કરવા માગે તો એની સામે રક્ષણ મળી શકે છે, કારણ કે અપડેટેડ મોબાઇલને હેક કરવું મુશ્કેલ બની જાય છે.