સ્પેસમાં કેવી રીતે ખાવું-પીવું? જાણો શુભાંશુ શુક્લાનું શું કહેવું છે...
Eating And Drinking in Space: શુભાંશુ શુક્લા ભારતનો પહેલો વ્યક્તિ છે જે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર રિસર્ચ માટે ગયો હતો. સ્પેસમાં સૌથી મોટી તકલીફ ખાવા-પીવાની હોય છે. ત્યારે મહિનાઓ સુધી ચાલી શકે એવું ખાવાનું હોય છે. તેમ જ ઝીરો ગ્રેવિટીમાં ખાવા-પીવાની પણ ખૂબ જ તકલીફ પડે છે. આથી શુભાંશુ શુક્લાએ એ વિશે કહ્યું છે કે સપનામાં પણ ક્યારેય નહોતું વિચાર્યું કે મારે ફરીથી ખાવા-પીવાનું શીખવું પડશે.
જેટલું ધીમું ખાશો એટલું ઝડપથી ખવાશે
શુભાંશુ શુક્લાનું કહેવું છે કે સ્પેસમાં ખાતી વખતે ધ્યાન આપવામાં ન આવ્યું તો કોઈ પણ વ્યક્તિ ખૂબ જ સરળતાથી ગંદકી કરી શકે છે. આ વિશે શુભાંશુ શુક્લાએ પોતાનો એક મંત્ર બનાવ્યો છે, ‘જેટલું ધીમું ખાશો એટલું ઝડપથી ખવાશે’. પાચન માટે ગ્રેવિટીની જરૂર નથી. આ વિશે શુભાંશુ શુક્લા કહે છે, ‘પાચનતંત્ર માટે જરૂરી માંસપેશીની સંકુચનની પ્રક્રિયા જેને પેરિસ્ટાલ્સિસ કહેવાય છે એને ગ્રેવિટીની જરૂર નથી. આ નળી દ્વારા ફૂડ નીચે જાય છે.’
પાણીને પીવું નહીં, ખાવું પડે છે
શુભાંશુ શુક્લાએ સોશિયલ મીડિયા પર એક વીડિયો અપલોડ કર્યો છે. એમાં તેણે માઇક્રોગ્રેવિટીમાં કેવી રીતે ખાવા-પીવામાં આવે છે એ દેખાડ્યું છે. આ વીડિયો તે સ્પેસમાં હતા ત્યારનો છે. તેણે કહ્યું છે કે સ્પેસમાં દરેક વસ્તુ પર વેલ્ક્રો લગાવવામાં આવે છે. વેલ્ક્રો લગાવવામાં આવ્યું હોવાથી કોઈ પણ વસ્તુ સ્પેસમાં જેમ-મૂકી હોય એમ રહે છે. તે એક ચમચીને મૂકીને પણ દેખાડે છે અને ત્યાર બાદ હવામાં ઉડતી પણ દેખાડે છે. તેણે કોફી પીને પણ દેખાડી હતી. કોફીની એક સીપ તેણે હવામાં કાઢી હતી અને ત્યાર બાદ તેને પીધી હતી. આથી તેણે મસ્તીમાં કહ્યું હતું કે પાણીને પીવું નહીં, ખાવું પડે છે.
આ પણ વાંચો: ગૂગલ મેપ્સ દ્વારા ‘લાઇવ અપડેટ્સ’નું કરવામાં આવી રહ્યું છે ટેસ્ટિંગ: જાણો શું છે આ ફીચર…
18 દિવસનું હતું મિશન
શુભાંશુ શુક્લા 18 દિવસ માટે સ્પેસમાં ગયો હતો. તે એક્સિઓમ-4 ક્રૂની સાથે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં ગયો હતો. તેણે અગાઉ એસ્ટ્રોનોટ્સ કેવી રીતે ઊંઘ કાઢે છે એ પણ દેખાડ્યું હતું. તેની સાથે અન્ય દેશના અવકાશયાત્રી પણ સ્પેસમાં હતા.