ગૂગલ મેપ્સ દ્વારા ‘લાઇવ અપડેટ્સ’નું કરવામાં આવી રહ્યું છે ટેસ્ટિંગ: જાણો શું છે આ ફીચર…
Google Maps Live Updates Feature: ગૂગલ મેપ્સ દ્વારા હાલમાં ‘લાઇવ અપડેટ્સ’ ફીચરના ટેસ્ટિંગ પર કામ કરવામાં આવી રહ્યું છે. આ ફીચરની મદદથી યુઝર્સ ગૂગલ મેપ્સના રિયલ-ટાઇમ પ્રોગ્રેસ યુઝરને એન્ડ્રોઇડના ઇન્ટરફેસ પર જોવા મળશે. અત્યારે પણ એન્ડ્રોઇડમાં લાઇવ અપડેટ્સ જોવા મળે છે, પરંતુ અન્ય નોટિફિકેશન આવતાં મેપનું નોટિફિકેશન જતી રહે છે અથવા તો નીકળી જાય છે. આથી એના પર હવે કામ કરવામાં આવી રહ્યું છે. અગાઉ એવા રિપોર્ટ આવ્યા હતા કે આ ફીચર હાલમાં એન્ડ્રોઇડ 16 પૂરતું છે જેમાં યુઝર એક એપ્લિકેશનમાંથી બીજી એપ્લિકેશનમાં જશે તો પણ તેને લાઇવ અપડેટ્સ જોવા મળશે.
શું છે લાઇવ અપડેટ્સ?
લાઇવ અપડેટ્સ એન્ડ્રોઇડ 16માં એક સિસ્ટમ લેવલનું ફીચર છે. આ એક એવું ફીચર છે જે ટાઇમ સેન્સિટિવ છે. એટલે કે ચોક્કસ ટાઇમ માટેનું કોઈ અપડેટ હોય એ એમાં દેખાડવામાં આવે છે. ઉદાહરણ તરીકે ફૂડ ઓર્ડર કર્યું હોય, ગૂગલ મેપ્સ હોય અથવા તો ફ્લાઇટ ટ્રેકર કેમ ન હોય. આ માહિતી યુઝરને હવે લોક સ્ક્રીન, સ્ટેટસ બાર અને ઓલવેસ-ઓન ડિસ્પ્લે પર પણ જોવા મળશે. પહેલાં આ નોટિફિકેશન અન્ય નોટિફિકેશનની વચ્ચે છુપાઈ જતું હતું, પરંતુ હવે નવા ફીચરમાં એ નહીં થાય. એપલમાં આ ફીચર પહેલેથી છે, પરંતુ એન્ડ્રોઇડ માટે હાલમાં એ લાવવામાં આવી રહ્યું છે.
ગૂગલ મેપ્સમાં લાઇવ અપડેટ્સ કેવી રીતે કામ કરશે?
આ માટે એક હોરિઝોન્ટલ પ્રોગ્રેસ બાર સ્ક્રીન પર જોવા મળશે. એમાં દેખાડવામાં આવશે કે યુઝર તેના ટોટલ અંતરમાં કેટલું અંતર કાપ્યું છે અને કેટલું બાકી છે. આ સાથે જ હજી કેટલો સમય બાકી છે એ પણ દેખાડશે. આ પ્રોગ્રેસ સ્ટેટસ બાર, લોક સ્ક્રીન અને ઓલવેસ-ઓન-ડિસ્પ્લેમાં જોવા મળશે. આ નોટિફિકેશનને સિસ્ટમ દ્વારા પિન કરી દેવામાં આવશે. એટલે કે એ બાકીના તમામ નોટિફિકેશન કરતાં ઉપર જોવા મળશે. જો અન્ય લાઇવ અપડેટ્સ નોટિફિકેશન ચાલુ હશે તો બન્ને સાથે દેખાડવામાં આવશે અને જે પહેલું પહોંચવાનું હશે અથવા તો જરૂરી હશે એ દેખાડવામાં આવશે. યુઝર જેમ-જેમ આગળ વધશે તેમ આ લાઇવ અપડેટ્સ બદલાતી જશે અને યુઝરને માહિતી મળતી રહેશે. આ માટે તેને એપ્લિકેશન ફરી ખોલવાની જરૂર નહીં રહે.
આ પણ વાંચો: આઇફોન અને ગૂગલ પિક્સલ યુઝર્સ ચેતી જજો, ઈ-સિમથી થઈ રહ્યાં છે બેન્ક એકાઉન્ટ ખાલી...
કોણ આ ફીચરનો ઉપયોગ કરી શકશે?
અત્યારે એન્ડ્રોઇડ 16માં ક્વાર્ટર્લી પ્લેટફોર્મ રિલીઝ 2માં આ ફીચર જોવામાં આવી રહ્યું છે. એન્ડ્રોઇડ 16ની બેટા ચેનલમાં જોડાનાર યુઝર હાલમાં એનો ઉપયોગ કરી રહ્યા છે. એમાં પિક્સેલ અને સેમસંગ યુઝર્સનો સમાવેશ થાય છે. ગૂગલ હાલમાં આ ફીચરને ખૂબ જ ઓછા લોકો સાથે ટેસ્ટ કરી રહ્યું છે જેથી તેમને એકદમ ચોક્કસ માહિતી ચોક્કસ સમયની અંદર મળે અને એના પર જલદી કામ કરી શકે.
ક્યારે રિલીઝ કરવામાં આવશે?
આ ફીચર એન્ડ્રોઇડ 16ના તમામ મોડલમાં જોવા મળશે એવી આશા છે. આ અપડેટ આ અઠવાડિયામાં અથવા તો આગામી અઠવાડિયામાં આવી શકે છે. બીટા યુઝર પ્રોગ્રામમાં જોડાનાર યુઝર્સ એનો ઉપયોગ કરી શકશે. જોકે અત્યારે જોડવામાં આવે તો ગૂગલ દ્વારા એનો સ્વીકાર કરવામાં આવે કે નહીં એ એક સવાલ છે.