તમારા મોબાઈલથી જ ખબર પડી જશે કે હોટલમાં કોઈ 'હિડન કેમેરા' છે કે નહીં, જાણો 4 ટ્રિક્સ વિશે
How to Check camera in hotel rooms: દરેક વ્યક્તિને મુસાફરી કરવાનો શોખ હોય છે. હવે જો તમારે બહાર જવું હોય તો તમારે હોટલમાં રોકાવું પડશે. જોકે, ક્યારેક હોટલના રૂમમાં હિડન કેમેરા લગાવેલા હોય છે. આવા સમાચાર તમે ઘણીવાર વાંચ્યા હશે. હકીકતમાં આ પ્રાઈવસી જોખમમાં મૂકે છે. ત્યારે ઘણા લોકો હોટલના રૂમની તપાસ કરવાનું પસંદ કરે છે. જો તમને એવું લાગે કે અહી હિડન કેમેરા શોધવા માટે મોંઘા ગેજેટ્સની જરૂર છે, તો આ બિલકુલ સાચું નથી. આજે અમે તમને તે 4 ટ્રીક વિશે જણાવીશું કે, જેની મદદથી તમે તેને મિનિટોમાં શોધી શકો છો.
મોબાઇલ ટોર્ચથી કેમેરા કેવી રીતે શોધી શકાય?
જો તમારી પાસે હિડન કેમેરાને શોધવા માટે કોઈ ગેજેટ નથી, તો હોટલના રૂમની લાઇટ બંધ કરો. પછી ફોનની ફ્લેશલાઇટની લાઈટ, એલાર્મ ઘડિયાળ, અરીસા, કપડા અને બાથરૂમના શાવર પર લાઈટ નાખો. કેમેરાનો લેન્સ ગમે તેટલો છુપાયેલ કેમ ન હોય, કેમેરા પર પ્રકાશ પડે ત્યારે તેનો ગ્લો દેખાય છે. જો તમને પણ આવું કંઈક દેખાય છે, તો તે જગ્યાને સારી રીતે ચેક કરો.
સ્માર્ટફોનમાંથી IR લાઇટ શોધો
હિડન કેમેરા ઇન્ફ્રારેડ લાઇટ (IR) છોડે છે, જે નોર્મલ આંખોથી જોઈ શકાતી નથી. જોકે, તમે તેને મોબાઇલ કેમેરાથી શોધી શકો છો. આ ટ્રાઈ કરવા માટે રૂમની લાઇટ બંધ કરો અને ફોનનો કેમેરા ખોલો, તેને ધીમે ધીમે ફેરવો. જો સ્ક્રીન પર પ્રકાશનો ગ્લો દેખાય છે, તો ત્યાં કેમેરા છુપાયેલો હોઈ શકે છે.
કેમેરા ડિટેક્શન એપ્સનો ઉપયોગ
આજકાલ, ઘણી Hidden Camera Detector એપ્સ પણ આવી છે, જે કેમેરા અને છુપાયેલા ઇલેક્ટ્રોનિક ઉપકરણોને શોધવામાં મદદ કરે છે. આ એપ્સ સેન્સરમાંથી IR લાઇટ અને અજાણ્યા સિગ્નલો પકડે છે. તમે તેનો ઉપયોગ પણ કરી શકો છો.
આ પણ વાંચો: દુનિયાભરમાં ચેટજીપીટી ડાઉન: યુઝર્સ નથી કરી શકતા વેબસાઇટ અને એપનો ઉપયોગ
Wifi-બ્લુટુથ સ્કેન કરો
કેટલીકવાર પ્રાઈવેટ મૂમેન્ટ રેકોર્ડ કરતા હિડન કેમેરા સીધા વાઇફાઇ અને બ્લૂટૂથ સાથે જોડાયેલા હોય છે. તેથી, જ્યારે તમે કોઈપણ હોટલમાં જાઓ છો, ત્યારે ફોનની વાઇફાઇ સેટિંગ્સ ખોલો અને જુઓ કે કયાં ડિવાઇસના નામ જોડાયેલા છે. જો તમને કેમેરા સંબંધિત કોઈ નામ દેખાય છે, તો સાવચેત રહો.