દુનિયાભરમાં ચેટજીપીટી ડાઉન: યુઝર્સ નથી કરી શકતા વેબસાઇટ અને એપનો ઉપયોગ
ChatGPT Down: ચેટજીપીટી દુનિયાભરમાં ડાઉન થયું છે. દુનિયાભરના યુઝર્સ દ્વારા આ વિશે રિપોર્ટ કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં 515 યુઝર્સ દ્વારા ડાઉન ડિટેક્ટર પર રિપોર્ટ કરવામાં આવ્યો છે. આ સર્વિસ દુનિયાની કોઈ પણ ઓનલાઇન સર્વિસ બંધ થઈ ગઈ હોય તો એને ટ્રેક કરવામાં આવે છે અને એ વિશે રિપોર્ટ આપે છે. અત્યાર સુધીમાં OpenAIનું આ ચેટબોટ ઘણી વાર બંધ થઈ ચૂક્યું છે.
કંપનીએ સાધી ચૂપકી
દુનિયાભરમાં સર્વિસ બંધ થઈ હોવાના રિપોર્ટ થતાં ચેટજીપીટી દ્વારા આ વિશે કોઈ સ્ટેટમેન્ટ આપવામાં આવ્યું નથી. કેટલાક યુઝર્સનું કહેવું છે કે ચેટજીપીટી ચાલી રહ્યું છે, જોકે કેટલાક યુઝર્સ સ્ક્રીનશોટ શેર કરી રહ્યા છે કે તેમને વેબસાઇટ અને એપ પર નેટવર્ક એરર આવી રહી છે. ડાઉન ડિટેક્ટર દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે આ ઇશ્યુ ભારતના બપોરના 12:44એ શરુ થયો હતો. 30 મિનિટની અંદર 515 રિપોર્ટ ફાઇલ થયા હતા.
યુઝર્સમાં બન્યું મજાકનું પાત્ર
ચેટજીપીટી બંધ થતાં દુનિયાભરના ઘણાં વ્યક્તિનું કામ અટકી પડ્યું છે. જોકે કેટલાક યુઝર્સ દ્વારા સોશિયલ મીડિયા પર એના મીમ બનાવવામાં આવી રહ્યા છે. એક યુઝરે વીડિયો શેર કરીને કહ્યું હતું કે ‘દરેક વ્યક્તિ X પર જઈ રહ્યા છે કે ચેટજીપીટી ડાઉન થઈ ગયું છે કે શું એ જોવા.’ જોકે એક વ્યક્તિએ મીમ શેર કર્યું હતું જેમાં મગજમાં ચેટજીપીટીનો ડાઉનટાઇમ ચાલી રહ્યો છે એ દેખાડવામાં આવ્યું હતું. આ રીતે ઘણાં ક્રિએટિવ મીમ શેર કરવામાં આવી રહ્યા છે.
આ પણ વાંચો: સ્પેસમાં કેવી રીતે ખાવું-પીવું? જાણો શુભાંશુ શુક્લાનું શું કહેવું છે...
ચેટજીપીટીનું સૌથી લાંબું આઉટેજ હતું જૂનમાં
આ પહેલી વાર નથી થયું કે ચેટજીપીટી બંધ થઈ ગયું હોય. આ પહેલાં ઘણી વાર ચેટજીપીટી બંધ થવાના સમાચાર આવ્યા છે. જોકે એ સૌથી લાંબા સમય માટે 2025ની દસ જૂને બંધ થયું હતું. એ સમયે ચેટજીપીટી લગભગ 12 કલાકની આસપાસ બંધ રહ્યું હતું. આ બંધ થવાથી ભારત અને અમેરિકાના યુઝર્સને ખૂબ જ અસર થઈ હતી.