ફેસબુક પર જૂની પોસ્ટને ઝડપથી કેવી રીતે ડિલીટ કરશો?
Facebook Old Post: સોશિયલ મીડિયા જેટલું ફાયદાકારક છે, એટલું જ નુકસાનકારક પણ છે. આજે ઘણી પ્રાઇવસી અને સિક્યોરિટી ઉપલબ્ધ છે. જોકે જ્યારે એની શરૂઆત થઈ હતી ત્યારે એ એટલું સિક્યોર નહોતું. એ સમયે દરેક યુઝરને પ્રાઇવસીને લઈને પણ એટલી માહિતી નહોતી. આથી યુઝર દ્વારા ઘણી પોસ્ટ પબ્લિક કરવામાં આવી હોય એ બની શકે છે. પબ્લિક એટલે કે એને કોઈ પણ વ્યક્તિ જોઈ શકે છે. આથી આ તમામ પોસ્ટને સિક્યોર કરવી અથવા તો ડિલીટ કરવી જરૂરી છે. ઘણાં વ્યક્તિ દ્વારા ભૂતકાળમાં બની શકે કે શરમજનક પોસ્ટ કરવામાં આવી હોય તો એવી વ્યક્તિ પણ એને ડિલીટ કરી શકે છે.
એક્ટિવિટી લોગનો ઉપયોગ કરવો
આ માટે યુઝરે સૌથી પહેલાં પ્રોફાઇલમાં જઈને એક્ટિવિટી લોગમાં જવું. એપ્લિકેશનમાં જમણી બાજુ ટોપ પર ત્રણ લાઇન હશે એના પર ક્લિક કરવું. ત્યાર બાદ સેટિંગ્સ અને પ્રાઇવસીમાં જઈને એક્ટિવિટી લોગ પર ક્લિક કરવું. આ એક્ટિવિટી લોગમાં યુઝર તેના પોતાના દરેક ઇન્ટરેક્શનને જોઈ શકે છે. એ પણ અનુક્રમ અનુસાર.
પોસ્ટ ફિલ્ટર કરવી
એક્ટિવિટી લોગમાં ગયા બાદ યુઝર્સને ઘણાં ઇન્ટરેક્શન જોવા મળશે. આથી યુઝર દ્વારા ફિલ્ટર ઓપ્શન પસંદ કરવું વધુ સરળતાભર્યું રહશે. સ્ક્રીન પર ટોપ પર આવેલાં ફિલ્ટરમાં ગયા બાદ ત્યાં પોસ્ટ હશે એને સિલેક્ટ કરવું. ત્યાર બાદ યુઝર વધુ ફિલ્ટરનો ઉપયોગ કરી શકે છે અને વર્ષ અનુસાર પોસ્ટને પણ સર્ચ કરી શકે છે. આ ઓપ્શનની મદદથી યુઝર જે-તે વર્ષની અથવા તો જે-તે મહિનાની પોસ્ટ પણ શોધી શકે છે. આથી તેણે દરેક પોસ્ટને વારાફરતી ચેક કરવાની જરૂર નહીં પડે.
કેવી રીતે પોસ્ટ ડિલીટ કરશો?
તમામ ફિલ્ટરનો ઉપયોગ કર્યા બાદ જે પોસ્ટ ડિલીટ કરવી હોય એને શોધવી. બની શકે કે એક કરતાં વધુ પોસ્ટ હોય અથવા તો એક પોસ્ટ હોય. આ સમયે જે પોસ્ટ ડિલીટ કરવી હોય એના પર ત્રણ ડોટ હશે એના પર ક્લિક કરીને એને ડિલીટ કરવું. ત્યાર બાદ કન્ફર્મ ડિલીટ કરતાં એ પોસ્ટ ટાઇમલાઇન પરથી નીકળી જશે.
આ પણ વાંચો: ઇલોન મસ્કની ન્યુરાલિંકને મળી મંજૂરી: હવે મૌનને મળશે અવાજ!
એક સાથે કેવી રીતે ડિલીટ કરશો?
આ માટે યુઝરે સેટિંગ્સમાં ડિલીટ ઓપ્શનને સર્ચ કરવાનો રહેશે. આ ફીચર દરેક વસ્તુ માટે નથી, આથી કયા સમય બાદની પોસ્ટ અને કેવી પોસ્ટ ડિલીટ થાય એ દરેક યુઝરે કરેલી પોસ્ટ આધારે નક્કી થશે. જોકે એક વાર કોશિશ જરૂર કરી શકાય છે. આ ઓપ્શન દરેક પોસ્ટને ટાઇમલાઇન પરથી કાઢવા માટે ઉત્તમ છે. ઉદાહરણ તરીકે, કોઈ યુઝરે 2015 પહેલાંની તમામ પોસ્ટ કાઢવી હોય તો આ ફીચર દ્વારા તેને સરળતા રહે છે. તેણે દરેક પોસ્ટને મોનિટર કરીને ડિલીટ કરવાની જરૂર નહીં પડે.