Get The App

ફાઇલ ડિલીટ કર્યા વગર કેવી રીતે સ્ટોરેજ ફ્રી કરશો? જાણો વિગત...

Updated: Sep 30th, 2025

GS TEAM

Google News
Google News
ફાઇલ ડિલીટ કર્યા વગર કેવી રીતે સ્ટોરેજ ફ્રી કરશો? જાણો વિગત... 1 - image


Smartphone Storage Clean: સ્માર્ટફોન આપણા રોજિંદા જીવનમાં ખૂબ જ મહત્ત્વનો ભાગ બની ગયો છે. આપણે દરેક વસ્તુ સ્માર્ટફોનમાં સેવ કરીએ છીએ, પરંતુ એની સ્ટોરેજ કરવાની ક્ષમતા લિમિટેડ હોય છે. આથી સમયસર એમાંથી ડેટાનું બેકઅપ લેવું પડે છે અથવા તો ફાઇલ ડિલીટ કરવી પડે છે. જોકે એવા પણ કેટલાક ઉપાય છે જેમાં યુઝરે કોઈ પણ ફાઇલ ડિલીટ કર્યા વગર સ્ટોરેજ ફ્રી કરી શકાય છે. આ માટે કેટલીક ટિપ્સ છે જેને અનુસરવાથી મોબાઇલની સ્ટોરેજને ફ્રી કરી શકાય છે. આ ઉપાય પણ વારંવાર કામ આવે એવું જરૂરી નથી કારણ કે દરેક યુક્તિ અજમાવ્યા પછી એક સમયે તો સ્ટોરેજ ફૂલ થાય છે અને ત્યારે બેકઅપ લેવું જરૂરી બને છે.

રોજેરોજ cache સાફ કરતાં રહેવું

દરેક એપ્લિકેશન cache ફાઇલ સ્ટોર કરે છે. આથી આ તમામ ફાઇલ જગ્યા રોકે છે. ઇન્સ્ટાગ્રામ પર જેટલાં પણ રીલ્સ અને ફીડ પર સ્ક્રોલ કરવામાં આવે છે એનાથી પણ cache ફાઇલ ભેગી થાય છે. આથી આ cache ફાઇલ ડિલીટ કરવામાં આવે ત્યારે સ્ટોરેજ તો ફ્રી થાય છે, પરંતુ કોઈ ફાઇલ ડિલીટ નથી થતી. આથી યુઝર તેમના ડેટાને સાચવી શકે છે. આ માટે દરેક યુઝર્સ તેમના મોબાઇલમાં સેટિંગ્સમાં જઈને એપ્લિકેશન સેક્શનમાં જે-તે એપ્સની અંદર જઈને cache સેક્શનમાં એને ડિલીટ કરી શકે છે. આઇફોનમાં ઓટોમેટિક ડિલીટ થતી રહે છે, પરંતુ એ ન થાય તો યુઝરે એપ્લિકેશન ડિલીટ કરીને ફરી ઇન્સ્ટોલ કરવાની રહેશે.

ક્લાઉડ સ્ટોરેજનો ઉપયોગ

આજકાલ ઘણી કંપનીઓ ફ્રીમાં લિમિટેડ સ્ટોરેજ આપે છે. તેમજ ખૂબ જ ઓછી કિંમતમાં સ્ટોરેજ પ્લાન પણ ઉપલબ્ધ છે. ગૂગલ ડ્રાઇવ, ડ્રોપબોક્સ અને વનડ્રાઇવ જેવી ઘણી કંપનીઓ ઓનલાઇન સ્ટોરેજ આપે છે. આ સ્ટોરેજમાં ફોટો-વીડિયો અને અન્ય ડોક્યુમેન્ટ્સ અપલોડ કરીને પણ સ્ટોરેજ ફ્રી કરી શકાય છે. આથી ડેટા પણ સ્ટોર રહેશે અને જોઈએ ત્યારે એને એક્સેસ કરી શકાશે.

ફાઇલ ડિલીટ કર્યા વગર કેવી રીતે સ્ટોરેજ ફ્રી કરશો? જાણો વિગત... 2 - image

એપ્લિકેશન ડિલીટ કરવી

મોટાભાગના યુઝર્સના મોબાઇલમાં એવી ઘણી એપ્લિકેશન હશે જેનો તેઓ મહિનાઓ સુધી ઉપયોગ નહીં કરે. તેમ જ આ એપ્લિકેશન ઇન્સ્ટોલ કર્યા બાદ પણ ઘણાં રિસોર્સ ઓનલાઇન ડાઉનલોડ કરે છે. આથી એપ્લિકેશનની સાઇઝની સાથે એ ડેટાની સાઇઝ પણ જગ્યા રોકે છે. આથી યુઝર જે એપ્લિકેશનનો મહિનામાં એક વાર પણ ઉપયોગ નહીં કરતો હોય એવી એપ્લિકેશન ડિલીટ કરવી. એન્ડ્રોઇડમાં ઘણી એપ્લિકેશન એવી હશે જેને સંપૂર્ણપણે ડિલીટ નહીં કરી શકાય. આ એટલા માટે હોય છે કે એન્ડ્રોઇડ દ્વારા એ એપ્લિકેશન બંડલમાં આવી હોય છે. એટલે કે એન્ડ્રોઇડની સિસ્ટમનો એક ભાગ હોય છે. આ માટે યુઝરે એને રીમૂવ ન થતી હોય ત્યારે ડિસેબલ કરી દેવી.

આ પણ વાંચો: અમેરિકા દસ વર્ષમાં ચંદ્ર પર એક ગામ બનાવશે, જાણો નાસા કેવી રીતે તૈયારી કરી રહી છે

મ્યુઝિક ફાઇલ અને ઇ-બુક ડાઉનલોડ પર કન્ટ્રોલ

યુઝર કયું મ્યુઝિક પ્લેયરનો ઉપયોગ કરે છે અને એમાં ડાઉનલોડની ક્વોલિટી કઈ છે એ પણ ખૂબ જ નિર્ભર કરે છે. આઇફોનમાં ડોલ્બી એટ્મોસ અને લોસલેસ જેવા ફીચર માટે ખૂબ જ વધુ સાઇઝના સોન્ગ સેવ થતાં હોય છે. આથી સ્ટાન્ડર્ડ ક્વોલિટીના મ્યુઝિક ડાઉનલોડ કરવાથી યુઝર્સની ઘણી સ્પેસ ખાલી થઈ જશે. એક સોન્ગના બદલામાં ચાર સોન્ગ સેવ થઈ શકે છે. તેમ જ પોડકાસ્ટ અને ઇ-બૂક વંચાય અથવા તો સંભળાય ગયા બાદ એને ડિલીટ કરી દેવી. એ પણ ઘણી જગ્યા રોકતા હોય છે. ઘણી વાર ભૂલમાં કોઈ ફાઇલ ડાઉનલોડ થઈ જતી હોય છે. આવી તમામ ફાઇલ ડાઉનલોડ ફોલ્ડરમાં હોય છે એથી એને સમય સમયે ચેક કરી ડિલીટ કરતાં રહેવું.

ફોટો ક્વોલિટી પર ધ્યાન

ઘણાં મોબાઇલમાં હવે મેગાપિક્સલ વધી ગયા છે. આથી ફોટોની સાઇઝ પણ વધી રહી છે. આ માટે યુઝરે ફોટોની ક્વોલિટી બદલીને રાખવી જોઈએ. નોર્મલ ક્વોલિટી સેટિંગ્સ રાખવાથી ફોટો પણ સારા આવી શકે છે અને સ્ટોરેજ પણ ઓછી રોકશે. હાઇ-ડેફિનેશનમાં ફોટો ક્લિક કરવા અને 4K વીડિયો શૂટ કરવામાં મોબાઇલમાં ખૂબ જ વધુ સ્ટોરેજ રોકાય છે. આથી સામાન્ય રીતે ફોટો ક્વોલિટી સ્ટાન્ડર્ડ રાખવી અને જરૂર પડ્યે ત્યારે એને હાઇ-ડેફિનેશનમાં બદલી પણ ફોટો ક્લિક કરી શકાય છે. આમ કરવાથી યુઝર્સના મોબાઇલમાં ઘણી ઓછી જગ્યા રોકાશે અને વધુ ફોટો સેવ થઈ શકશે.

Tags :