Science & Technology

એપલ પછી માઇક્રોસોફ્ટનો ઝટકો: Xbox ગેમિંગ કન્સોલની કિંમતોમાં ધરખમ વધારો, ઇટાલીમાં કંપની સામે તપાસ શરૂ

By GS Team
26 Jun 20263 mins read
TukuTouch Logo
ગેમર્સ માટે માઠા સમાચાર! માઈક્રોસોફ્ટે 1 ઓગસ્ટથી વૈશ્વિક સ્તરે Xbox ગેમિંગ કન્સોલના ભાવમાં $100 થી $150 સુધીનો તોતિંગ વધારો જાહેર કર્યો છે. AI બૂમ અને ચિપ્સની અછતને ભાવવધારાનું કારણ દર્શાવાયું છે. બીજી તરફ, ઇટાલીમાં માઈક્રોસોફ્ટ સામે એન્ટીટ્રસ્ટ કેસ દાખલ થયો છે. કંપની પર Microsoft 365 સબ્સ્ક્રિપ્શનમાં ગ્રાહકોને જાણ કર્યા વિના AI ટૂલ્સ ઉમેરીને ભાવવધારો કરવાનો આરોપ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

એપલ પછી માઇક્રોસોફ્ટનો ઝટકો: Xbox ગેમિંગ કન્સોલની કિંમતોમાં ધરખમ વધારો, ઇટાલીમાં કંપની સામે તપાસ શરૂ

Microsoft Raise Price Italy File AntiTrust Case: ગેમર્સ માટે માઠા સમાચાર આવ્યા છે. એપલ દ્વારા તેના હાર્ડવેર લાઇનઅપમાં ભાવવધારો કર્યા બાદ હવે દિગ્ગજ ટેક કંપની માઇક્રોસોફ્ટે પણ તેના લોકપ્રિય Xbox ગેમિંગ કન્સોલની કિંમતોમાં વૈશ્વિક સ્તરે મોટો વધારો કરવાની જાહેરાત કરી છે. આગામી 1 ઓગસ્ટથી આ નવી કિંમતો લાગુ થઈ જશે. કંપનીના જણાવ્યા અનુસાર, 512GB વેરિઅન્ટ્સની કિંમતમાં $100 અને 1TB વેરિઅન્ટ્સની કિંમતમાં $150 સુધીનો તોતિંગ વધારો કરવામાં આવ્યો છે.
Xbox કન્સોલનો નવો પ્રાઇસ રેટ
આ નવા પ્રાઇસ હાઇક બાદ Xboxના અલગ-અલગ મોડલ્સની કિંમતો નીચે મુજબ રહેશે:

  • Xbox Series S (512GB): આ મોડલની કિંમત $399થી વધીને હવે $499 થઈ જશે.
  • Xbox Series S (1TB): તેની કિંમત $449થી વધારીને $599 કરવામાં આવી છે.
  • Xbox Series X (Digital Version): આ પાવરફુલ કન્સોલ હવે $599ના બદલે $750માં મળશે.
  • Xbox Series X (Disk Version): આ પ્રીમિયમ મોડલની કિંમત $649થી વધારીને સીધી $800 કરી દેવામાં આવી છે. આ સાથે જ ભારતમાં ઓછામાં ઓછા 8000 રૂપિયા વધી શકે છે.

ભાવવધારા પાછળ AI બૂમ અને ચિપ્સની અછત જવાબદાર
માઈક્રોસોફ્ટે આ ભાવવધારા પાછળ મેમરી અને સ્ટોરેજ ચિપ્સના આસમાને પહોંચેલા ભાવોને જવાબદાર ગણાવ્યા છે. કંપનીના મતે, આ કમ્પોનન્ટ્સ અગાઉ કરતાં 2.5 ગણા વધુ મોંઘા થઈ ગયા છે અને વર્ષ 2027 સુધીમાં તેના ભાવ હજુ પણ વધી શકે છે.
હાલમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)નો ભારે ક્રેઝ છે. મોટી AI કંપનીઓ પોતાના ડેટા સેન્ટર્સ માટે મોટા પાયે એડવાન્સ મેમરી ચિપ્સ ખરીદી રહી છે. આ વૈશ્વિક ડિમાન્ડને કારણે સપ્લાય ચેઈન ખોરવાઈ ગઈ છે, જેના લીધે ગેમિંગ હાર્ડવેર બનાવતી કંપનીઓનો પ્રોડક્શન કોસ્ટ ખૂબ વધી ગયો છે.
ગ્રાહકોને રાહત આપવા EMI અને ફાઇનાન્સિંગ ઓપ્શન્સ
કિંમતોના આ ઝટકાને હળવો કરવા માટે માઈક્રોસોફ્ટ ફાઇનાન્સિંગ ઓપ્શન્સ અને સેકન્ડ-હેન્ડ કન્સોલ સસ્તા દરે ઉપલબ્ધ કરાવવાના પ્રોગ્રામ પર કામ કરી રહી છે. માઈક્રોસોફ્ટ સ્ટોર્સ પરથી ખરીદી કરનારા ગ્રાહકોને અત્યારે ખરીદો, પૈસા પછી ચૂકવોની સુવિધા મળશે. આ ઉપરાંત, એમેઝોન પરથી ખરીદી કરનારા ગ્રાહકો પાત્ર પ્રોડક્ટ્સ પર 12 મહિના સુધીના 0% વ્યાજ મુક્ત ફાઇનાન્સિંગનો લાભ લઈ શકશે.
ઇટાલીમાં માઇક્રોસોફ્ટ સામે તપાસ શરૂ: એન્ટીટ્રસ્ટ વોચડોગનો એક્શન
બીજી તરફ, માઈક્રોસોફ્ટ અન્ય એક વિવાદમાં પણ સપડાઈ છે. ઇટાલીની એન્ટીટ્રસ્ટ ઓથોરિટીએ કંપની વિરૂદ્ધ અયોગ્ય વ્યાપારી નીતિઓ અપનાવવાનો આરોપ લગાવી તપાસ શરૂ કરી છે. આ તપાસ માઈક્રોસોફ્ટ દ્વારા તાજેતરમાં માઇક્રોસોફ્ટ 365 સબ્સ્ક્રિપ્શન પ્લાનમાં કરેલા ભાવવધારા પર કેન્દ્રિત છે.
શું છે સમગ્ર વિવાદ?

  • રેગ્યુલેટરનો આરોપ છે કે માઈક્રોસોફ્ટે યુઝર્સને પૂરતી માહિતી આપ્યા વગર જ તેમના એક્ઝિસ્ટિંગ પ્લાન્સમાં Copilot અને Designer જેવા AI ટૂલ્સ ઇન્ટિગ્રેટ કરી દીધા હતા.
  • ગ્રાહકોને કોઈ સ્પષ્ટ જાણકારી આપ્યા વિના, તેમને ઓટોમેટિકલી વધુ મોંઘા સબ્સ્ક્રિપ્શન પ્લાનમાં શિફ્ટ કરી દેવામાં આવ્યા હતા (જ્યાં સુધી ગ્રાહક પોતે ઓપ્ટ-આઉટ ન કરે).
  • વોચડોગના મતે, માઈક્રોસોફ્ટની આ નીતિ ગ્રાહકોની પસંદગીની સ્વતંત્રતાને મર્યાદિત કરે છે અને તે આક્રમક માર્કેટિંગ સમાન છે.

હાલ પૂરતો આ મામલે માઈક્રોસોફ્ટ તરફથી કોઈ સત્તાવાર જવાબ આવ્યો નથી, પરંતુ યુરોપમાં ટેક જાયન્ટ્સ સામે વધી રહેલી કડકાઈ વચ્ચે આ તપાસ કંપની માટે મુશ્કેલી ઊભી કરી શકે છે.